________________
[૫૨].
એમની આજ્ઞા લઈને કરવું,” ત્યારે પૂછયું કે “પરમકૃપાળુદેવ કંઈ કહેવા આવવાના છે?” ત્યારે કહેલું: “હા, કહે પણ ખરા. પ્રભુશ્રી કહેતા કે કૃપાળુદેવ હાજરાહજૂર છે; જ્ઞાની એની સાથે વાત કરે છે. પરમકૃપાળુદેવે પ્રભુશ્રીને જણાવેલું કે મુનિ, અમારામાં અને વીતરાગમાં કંઈ ભેદ ગણશે નહીં. જીવને શ્રદ્ધા સિવાય શી રીતે માન્ય થાય ?”
એક વખત તો એ વાતની સુંદર સ્પષ્ટતા થયેલી. એક • વખત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં પરમકૃપાળુદેવના ભાણેજ તથા જવલબેન અને તેમની દીકરીઓ આવેલાં. તેઓએ પૂછયું: “પરમકૃપાળુદેવના થઈ ગયા બાદ પચાસ વર્ષે ધર્મની ઉન્નતિ કે શું કરનાર છે? અને તેમને કોણુ પ્રગટમાં લાવનાર છે?” ત્યારે બ્રહ્મચારીજીએ જણાવ્યું: “જે પરમકૃપાળુદેવને ઈશ્વરતુલ્ય માની તેમની ભક્તિમાં જોડાયા તે. બાકીના બધા તો તેમને પ્રગટમાં લાવનાર ન કહેવાય, પણ ઢાંકનાર કહેવાય. તેઓશ્રીનાં વચને ઉપરથી ગમે તે અર્થ કરી વાત થતી હોય તોપણુ પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે અમે મહાવીર સ્વામીનું હૃદય શું હતું તે જાણીએ છીએ. તેમ પરમકૃપાળુદેવનું હૃદય શું હતું તે જે જાણે તે જ તેમને પ્રગટમાં લાવી શકે તેમ છે. તેમનું હૃદય સહેજે ક્યાં સમજાય તેમ છે?”
તેઓશ્રી વારંવાર કહેતા કે બીજાં શાસ્ત્રો વાંચવાં છે