________________
[૫૧]
કહેતા કે જ્ઞાન તેા નિરવધિ છે; પુસ્તકોથી તેને પાર પમાય તેમ નથી. જ્ઞાન તા જ્ઞાનીમાં છે, આત્મામાં છે; બહાર નથી. આત્માની જેટલી શુદ્ધિ થાય તેટલું જ્ઞાન પ્રગટે. આત્માની, હૃદયની શુદ્ધિ માટે ભક્તિ સર્વોત્તમ અને સુગમ મા છે. જ્ઞાની પ્રત્યે સર્વાણબુદ્ધિ થાય, અહંભાવ ટની અભેદબુદ્ધિ થાય તેા જ્ઞાનીનુ જ્ઞાન તેનુ પેાતાનું જ થઈ જાય. પરમકૃપાળુદેવથી જુદું મારે કઈ કહેવાનુ કે કરવાનુ નથી એમ રહેવું જોઈ એ પ્રમકૃપાળુને પ્રગટાવે રામ રામ તે હીરલાજી.” એની પ્રતીતિ તે તેમના સાન્નિધ્યથી તરત જ થઈ આવતી; એ જાણે પરમકૃપાળુદેવમાં ખેાવાઈ ગયા ન હોય તેમ લાગતું. અને એને લીધે તેા એમની દશામાં એવી એક સાહજિકતા આવી ગયેલી કે કયારેય કોઈ પણ કાર્યમાં એ આયાસ કરતા હોય તેવું લાગતું જ નહીં; બધું જાણે લીલયા થયે જતુ હોય તેમ લાગતું. સાધનામાં કાઈ જાતના આયાસ જ વર્તાતા નહી, એવી તેા ઉપયાગની સાહજિક સ્વસ્થતા હતી. જાણે એ બધાની પાછળ અચિંત્ય અખૂટ શક્તિ કામ ન કરી રહી હોય તેમ લાગતુ. તેમના સાન્નિધ્યમાં પરમકૃપાળુદેવની હાજરી ચાલુ લાગ્યા જ કરતી—એમની પાસે એવું વાતાવરણ જ જામી જતુ કે આપણને કહી રહ્યા છે એમ ભણકાર લાગતા. પેાતે પણ કહેતા : “બધું કૃપાળુદેવના યાગબળે થાય છે, બધુ