________________
[૫૦] ગુફાઓમાં છાનામાના રાત્રિઓ ગાળી આવતા. રાત્રે તે એમની જ. મધ્યરાત્રિએ ઊંચા નધારા એવા સ્થળોએ ઊભા રહીને કાર્યોત્સર્ગ કરતા. અને જે ઊંઘનું કે આવે કે પગે ખાલી ચઢે તે લચી પડે, અને પડતાં જ રામ રમી જાય. સીમરડાના નિવાસ દરમિયાન તો રાત્રિએ ઉપર રાત્રિઓ કાયોત્સર્ગમાં જ વ્યતીત કરતા. અને તે પણ તેવા જ નોંધાના સ્થળે. ઊંધ-આરામ માટે કહીએ ત્યારે કહેતા કે ઊંઘ તે હેય છે, ઉપાદેય ઓછી છે! સહશીલતાય અજબ! મુંબઈથી B. A.ની પરીક્ષા આપીને ટ્રેનમાં આવતા હતા. વડોદરા મિત્રો અને મુરબ્બીઓને મળવા ડબાના અધખુલ્લા બારણું આગળ ઊભેલા. કેઈએ એકદમ બારણું બંધ કર્યું. એમના હાથને અંગૂઠો કપાઈ ગયો અને ટેરવું બારણે ચોંટી રહ્યું. પણ તેમણે નહીં સીત્કાર ભર્યો કે નહીં પેલા ભાઈને એક શબ્દ ઠપકાને કહ્યો! એક આંખ અકસ્માત ગઈ તે છ માસે અમને જાણવા મળ્યું. પગ-કેડને સખત દુ:ખાવો દેઢ વર્ષે પૂછતાં જણાવ્યો.
પણ આ અધ્યાત્મજ્ઞાન, ફનાગીરીભર્યો પુરુષાર્થ અને સૌમ્યતાની પાછળ સંતાયેલું અખૂટ પૌરુષ એ બધાના આધારરૂપ. એ સઘળામાં પ્રાણ પૂરતું જે પ્રેરક તત્ત્વ હતું તે તે તેમની અજોડ અનન્ય ગુરુભક્તિ. એ