________________
[૯]
ખમીરને અણસારો એમના મોટા ભાઈ ઉપરના પત્રનાં અવતરણમાંય આપણને સ્પષ્ટ લાધ્યો. થોડાં વર્ષ ઉપર જ એક ભાઈ એક નોટમાં પોતે પ્રજ્ઞાવધ રચી લાવેલા; બ્રહ્મચારીજીને મળ્યા અને કહ્યું : “અત્યાર સુધી પ્રજ્ઞાવબધ બહાર પડ્યો નહીં એટલે થયું કે જેવું આવડે તેવું ચાલો લખીએ. આ લખ્યો છે તેમાં કંઈ સુધારા સૂચવવા યોગ્ય હોય તે જણાવશે.” બ્રહ્મચારીજી તેને સામાન્ય જોઈ ગયા અને ખૂબ આત્મીયતાથી જણાવ્યું:
એ તે અનુભવીનું કામ; સ્વાધ્યાય માટે વિચારવું તે જુદી વાત, પણ પરમકૃપાળુ દેવે સંકલન યોજી છે તેમ લખવું તે તે અનુભવનું કામ બાકી વાણી ને વાપાણી.” આમ એમની અધ્યાત્મલેખન પ્રત્યેની દષ્ટિ જ જુદી હતી, એ કંઈ ધંધાદારી લેખક (professional writer) નહતા. એમના હાથે મોક્ષમાળાને “વિવેચન' ભાગ લખાયો હોત તો માનવજાતને તવદર્શનની એક સચ્ચિદાનંદમયી જુદી જ દૃષ્ટિ લાધત.
એમના અધ્યાત્મજ્ઞાનમાંથી જ કુરતો એમને પુરુષાથ પણ અપૂર્વ હતો; એ સતત પુરુષાર્થરત રહેત ચારિત્રમોહને ટાળવામાં એમણે પાછી પાની કરી નથી દેહને તે જાણે એમણે ફગાવી દીધેલો. ઈડર, ગિરના આબુ ઇત્યાદિ સ્થળોએ યાત્રાએ જાય ત્યારે ભયંકર વ