________________
[૪૮] સમજાય છે. પોતાના અનુભવમાં કંઈ આવ્યું હોય તેવું શાસ્ત્રમાં કંઈ મળી આવે તે ઘણો ટેકો મળે છે, આનંદ થાય છે અને આગળ વધવાનું થાય છે. - “એક હોય ત્રણ કાળમાં, પરમારથ પંથ;
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” એ પુરુષની પરમશ્રુતતાની એક ચમત્કૃતિ એ હતી કે આગમ-સિદ્ધાંતની શાસ્ત્રીયતાને ગાળી એને જીવનમાં વણી લેવાય તેવી ભાવનાત્મકતા અર્પતા. અને એ જ એમની જીવંત આધ્યાત્મિકતાના પુરાવારૂપ છે – “પ્રજ્ઞાબેધ”, “સમાધિશતક-વિવેચન” અને “આત્મસિદ્ધિવિવેચન એની પ્રતીતિ કરાવે છે. એવી એ વિરલ પરમ શ્રતતાની સિદ્ધિ તો એમની અનુભવપૂત, પરમ સત્યપૂત અનવદ્ય વિશુદ્ધઃ દૃષ્ટિ છે. એ દૃષ્ટિને ય સતેજ રાખનાર તે એમની પોતાની જાત પ્રત્યેની સચ્ચાઈ છે. એ સચ્ચાઈને રણકે એમની વાણીમાં સર્વત્ર ઊઠે છે – ભલે પછી એ બોધ હોય, વિવેચન હોય, પત્રલેખન હોય કે પુસ્તકલેખન હોય. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા'ના મંગલ–વચનમાં તો એમણે સાફ સાફ જણાવી દીધું છે: “સર્વતોભદ્ર–સ્વપરહિતકારી કાર્યની પ્રતીતિ થયા પછી આ કલમ પકડી છે.” એમની વાણીનું ફુરણ એમના જીવનના સવમાંથી, ખમીરમાંથી પ્રગટયું છે. એ