________________
[૪૭]
પાડેધાડા વઢે અને ઝાડને ખોડે કાઢે તેવા ગચ્છમતના ઝઘડાના કટોકટીના સમયે પણ જેનું રૂંવાડું ય ફરકયું નથી; ઊલટું તે જ સમયમાં “સમાધિશતક' જેવા શાસ્ત્રનું વિવેચન લખીને કળિયુગને માથે પુરુષાર્થની વિજયમહેર મારી ! એ જ સમાધિબોધિના નિધિની ગભીરતા છે. એ વિવેચનમાં તો પુરુષોનાં વચનને આત્મઅનુભવની સરાણે ચઢાવી પરસ્પરના સંદર્ભમાં ગોઠવ્યાં છે. સમાધિશતક સંબંધી તેઓશ્રીએ એક વખત નીચે મુજબ જણાવેલું તે વિચારતાં એ નીચી મૂંડી રાખીને રહેનારની અનુભવમૂલક ઊર્ધ્વગતિને ખ્યાલ આવશે –
તે પુસ્તક પૂજ્યપાદ સ્વામીનું રચેલું છે, સમાધિ પ્રાપ્ત કરાવે તેવું છે, જેને આગળ વધવું છે તેને ઘણું હિતનું કારણ છે. સત્તરમા લોકમાં ઘણું સરસ વર્ણન છે. એક માસ જે પુરુષાર્થ ખરા હૃદયથી કરવામાં આવે તો આત્મા પ્રાપ્ત થઈ જાય. લોક પચાસ સુધીમાં તે હદ કરી દીધી છે. ટૂંકાણમાં વાત છે, પણ તે ઉપરથી ઘણાં શાસ્ત્રો બની શકે એમ છે.
“સમાધિશતક છે તે એક કાયદાની ચોપડી માફક છે, અંતરના ઉકેલરૂપ છે. જ્યારે જરૂર પડે ત્યારે કામ લાગે તેમ છે. દેખાય સામાન્ય ટૂંકાણમાં પણ શાસ્ત્રનાં શાસ્ત્ર બને તેવું છે. જેમ જીવની યોગ્યતા વધે તેમ