________________
( [૪૬]. સાચો પુરુષાથ દાખવ્યો છે કે જેની કિંચિત્ ઝાંખી લાધતાં એટલું તો સાફ સાફ સમજાઈ જાય છે કે– ભક્તિ એ નરી વેવલાઈ નથી પણ જીવમાંથી શિવ બનવાની એક અવિરત સાધના છે. આધ્યાત્મિકતા એ નિશ્ચયનયના શબ્દો વાપરી જાણતું કેવળ શુષ્કજ્ઞાન નથી પણ સચ્ચિદાનંદમય સજગ, સ-ઉપયોગી, પૌરુષમય જીવન છે; એ . એક ખયાલી જીવન નથી પણ ખૂબ ઘનિષ્ઠ (intense), નક્કર, વાસ્તવિક અને યથાર્થ એવું જીવન છે કે સામાન્ય માનવીની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સીમાઓથી તે માપી શકાતું નથી. એમને મન પરમકૃપાળુદેવની ભક્તિ એ સહજાત્મસ્વરૂપ પ્રગટાવવાને એક ભગીરથ પુરુષાર્થ હતા. એ જ એક પુરુષાર્થ આ પુરુષ પ્રભુશ્રીની કૃપાથી લઈ બેઠેલા. શ્રીમદ્દ લખે છે: “હું કેઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છું એ ભૂલશો નહીં.” “જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ઘર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે તે પ્રકાર અન્યરૂપ છે; ધર્મરૂપ નથી.” “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદગુરુ આજ્ઞા, જિનદશા નિમિત્ત-કારણુમાંય.” સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માને ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી, અને સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે, બાકી તો કંઈકહ્યું જાય તેમ નથી.”