________________
રોજ મરણ સંભારવું, મહેમાન જેવા છીએ. જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે.”
–બેધ ચોથના દિવસે તે સાંજના કહેલું : “ખમાવું છું. હવે તે કેઈ ને કંઈ કહેવું નથી, કેઈને દોષ કહેવા નથી, પૂછે તોય કહેવા નથી. એવું ચિત્ત થઈ ગયું છે.... મને હવે કોઈ કહેનાર નથી, મારે જ દોષો ટાળવાના છે એમ લાગે તે પછી દેશો કાઢે. હવે તે સમાધિમરણ કરવાનું છે. આપણેય માથે મરણ છે ને?”
દરરોજ સવારના પ્રભુશ્રીના બેધની પ્રેસ-કૉપી • તપાસવા તેઓશ્રી અમારી સાથે બેસતા. પાંચમને દિવસે તો કહ્યું કે સાંજના ય હવે તે બેસવું છે, પૂરું થઈ જાય. મને કહ્યું કે તારે તારું લખવાનું પતાવવું, તું નહીં આવે તો ચાલશે. ઉપદેશામૃત સંબંધી સૂચના. પણ આપી કે જેમણે રકમ આપી હોય તેમને પોસ્ટથી આપણે ખર્ચ ભેટ મોકલવામાં સૌજન્ય.
પછી તો સાતમને દિવસે સાંજના બંધનું કામ પતાવી દરરોજ જંગલ જતા તેમ જઈને જરા વહેલા આવ્યા. આવીને હાથપગ ધોઈ ઉપર પરમકૃપાળુદેવના ચિત્રપટની સામે જ કાત્સગપૂર્વક સમાધિ વર્યા.
આજે એમની હયાતી અત્રે નથી પણ એમના