________________
જીવનમાં અને કવનમાં વણાઈ ગયેલ પરમકૃપાળુદેવને ચરણે ફનાગીરીની ભાવનાના પડઘા હજીય હાકલ દે છે –
“કૃપાળુની કૃપા ધારી, બનીશું પૂર્ણ બ્રહ્મચારી; સહનશીલતા ક્ષમા ધારી, સજી સમતા નીતિ સારી. કરીશું કાર્ય સુવિચારી, કષાયે સર્વ નિવારી, ગણીશું માત પરનારી, પિતાસમ પરપુરુષ ધારી. જીવીશું જીવન સુધારી સ્વપરને આત્મહિતકારી, બનીને અલ્પ સંસારી ઉઘાડી મેક્ષની બારી. પણ કુબેધની ક્યારી, વિચરશું વાસના મારી;
સમર્પ સર્વ સ્વામીને, તરીશું સર્વને તારી.” નવરાત્રિ, ૨૦૧૧
–-શાંતિ