________________
[૨૪] પ્રભુશ્રી પાસે આવ્યા એટલે પ્રભુશ્રીએ કહ્યું : “અમારી તે હવે કૃપાળુદેવે જણાવ્યું છે તેમ તેના ઉપર જેને દષ્ટિ હોય તેમણે સંભાળ રાખવી. “એમને–મુનિને સાચવી લેજે, સંભાળ રાખજે.' એમ જણાવ્યું છે તેમ કરવું ઘટે. જેમ નાના બાળકની, લધુની તેમ આ લઘુરાજની સંભાળ રાખવી ઘટે કે છોકરા જેમ ડોસાની અવસ્થા થતાં સંભાળ લે તેમ કરવું જોઈએ. હવે કંઈ બોલાય છે? નહીં તો દેડ પણ કરીએ. પણ પહેલાંની તે અમારી તે ભાવના જ એવી છે કે કંઈક સાંભળીએ; કોઈ સંભળાવે, સાંભળ સાંભળ કરીએ એવું રહેતું અને હજીય રહે છે. કાળ તે જાય છે ને ? બીજુ હવે શું કરવું છે. આવા પ્રભુશ્રીના ઉદ્દગારો સાંભળીને અંતરથી રોવાઈ ગયું.
પ્રભુશ્રીની સેવામાં જોડાયા પછી તો રાતદિવસ જોયા વિના સંત-સેવાનું કામ કર્યું જ રાખ્યું. રાત્રે ભક્તિ પછી અગિયાર વાગ્યા સુધી વાચન, બાર-બે વાગ્યા સુધી ડાયરી, ઉતારા, પુસ્તકોની સંકલના, ભાષાંતર, પત્રલેખન ઈત્યાદિ કાર્યો અને પરોઢિયે ઊઠીને ત્રણ વાગે તો પ્રભુશ્રી સમીપ ગેમદસાર આદિનું વાચન, પછી ભક્તિ અને આખો દિવસ પ્રભશ્રીની સેવા. આમ ઊંધ-આરામ માટે સમય ન જે જ મળતો. મજબૂત શરીર, ઉત્તમ નૈષ્ઠિક બ્રહ્મચર્ય, મનની સ્વસ્થતા, ઉપયોગની તીક્ષ્ણતા