________________
[૨૦] તેની કઈ કાળે મને ફિકર કે ઈચ્છા થાય નહીં. મારી જાત ઉપર ગમે તેટલાં સંકટ પડે તે પણ મને સાંસારિક સગવડે કે સુખની ઇચ્છા પણ નહીં જાગે એ પણ લાગે છે. અને બધા કરતાં મુકેલ વાત હાલ જે સાંસારિક સુખ છે તે કરતાં વિશેષ બાહ્ય સુખમાં ઘેરાઈ જવાને કદી ઉદય આવે તો પણ ગુરુકૃપાથી અને તેમને શરણે રહેવાથી તથા તેમના હાથે હજી તાલીમ લેવાશે તેથી નહીં ચળી જવાય એવી અત્યારે ખાતરી લાગે છે.... - કટંબને સદાને માટે છોડીને આખી દુનિયાને કટુંબ ગણી મારા પ્રારબ્ધ ઉપર આધાર રાખીને આ ભવમાં બાકી રહેલાં વર્ષો પરમ કૃપાળુદેવનાં ચરણકમળમાં અર્પણ કરવા તત્પર થયો છું. સંસાર છોડી આશ્રમમાં રહેવાની આજ્ઞા ન મળે તે માટે કંઈ કહેવાતા સાધુ થઈ ફર્યા કરવું નથી. પણ તે યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જે જે ઉપાય દીર્ધદષ્ટિથી બતાવે તે માટે માન્ય હોવાથી પહેલો હું બીજી જવાબદારીઓમાંથી મુક્ત થઈ, ચોખે થઈ તેમને (પ્રભુશ્રીને) વાત કરવા વિચાર રાખું છું.....ભલે મને કાશી જઈ શાસ્ત્ર–અભ્યાસ કરવાની આજ્ઞા મળે કે આશ્રમમાં પૂજે વાળવા કે ઘંટ વગાડવા જેવું નજીવું કામ સોંપે તે પણ મને પૂરેપૂરો સંતોષ થવાને, કારણ કે મારું કલ્યાણ તે પુરુષની આજ્ઞા ઉઠાવવા માટે જ જીવવામાં છે...........