________________
[૧૯] વૃત્તિની નહીં પણ તેમની સર્વભદ્ર–સ્વ-પરહિતની વિશાળ ભાવના, ઊંડી સમજ અને હૃદયની સચ્ચાઈની પ્રતીતિ થાય છે:–
ટૂંકામાં કહું તો આજ સુધી અભ્યાસ કરીને, દુનિયાને અનુભવ લઈને, ઘણા લેખકોએ પિતાને અનુભવ પુસ્તકમાં લખેલે છે તે સમજીને, જીવતાજાગતા પુરુષોની દશા મારા ગજા પ્રમાણે સમજીને મને જે કંઈ સમજાયું તે ટૂંકામાં આ પત્રમાં મારા જાત-અનુભવના કંઈ સાર જેવું તમારા આગળ તમારી આશિષ માટે રજૂ કરું છું, ભેટ ધરું છું. અને તે દ્વારા તમારું ચિત્ત–આત્મા સાચો વસ્તુ સમજીને તમારું અને મારું કલ્યાણ જે રસ્તે થાય તેને વિચાર કરી, તેમાં સંમતિ સહાય આપે એટલો જ હેતુ આ પત્ર લખવાને છે.
હું....પરમાર્થની શોધમાં અને તેને પ્રાપ્ત કરવાના પ્રયત્ન માટે જીવું છું. તેને માટે સર્વસ્વ અર્પણ કરીને પણ સંપૂર્ણ ઉન્નતિ સાધી શકાય તે માટે તૈયાર થવા મારું ચિત્ત તલપાપડ થઈ રહ્યું છે....
જેવા અનુકૂળ સંજોગો (નિઃસ્પૃહી અને આત્માના અનુભવી સદૂગુરુની સેવા અને સમાગમ) અગાસમાં છે તેવા અનુકૂળ સંજોગોમાં રહેવાથી મને બબુ કે કુટુંબ સાભરી શકે નહીં, કે એક વાર તેને ત્યાગ કર્યા પછી