________________
* [૭] ગતિ પર ગંભીર, સમાધિયુક્ત હાસ્ય આવે છે. એક વખત મને મારી ભાણી-ભત્રીજીઓએ પ્રશ્ન પૂછેલો કે બ્રહ્મચર્ય એટલે શું. ત્યારે મેં જણાવેલું કે બ્રહ્મચારીજી આવે ત્યારે તેમને જ પૂછજો. થોડાક સમય બાદ તે સુણાવ પધારેલા ત્યારે પેલા પ્રશ્નનો ઉત્તર મેળવવા અમે બધાં એમની પાસે ગયાં. સમાગમ કરી આવ્યા પછી અમે ઘેર આવ્યાં ત્યારે તેઓ અંદરોઅંદર વાત કરતાં હતાં કે “...એમની આંખ કેવી ! એવી તે કોઈની ઈજ નથી. હસે, બોલે, જુએ પણ જારી ને ન્યારી !' પછી મેં પૂછયું : “એમના હાવભાવ કેવા હતા? અમારા–પુરુષ– જેવા હતા ? તો કહે, “ના.” “ત્યારે શું તમારા જેવા હતા?” તો કહે : “ના. એવા કેઈના ય જેવા નહિ.” એટલે મેં કહ્યું : “એનું નામ બ્રહ્મચર્ય.” બ્રહ્મચર્યના અનુપમ લક્ષણસમી એમની પરમ અમીભીની દષ્ટિ પૂનદ્ સુધાત્રાધા દદષા મનીષામની સ્મૃતિ કરાવતી.
એ પૂર્ણાનંદસૂચક પ્રસન્નતાભર્યા, શ્રાવણનાં સરવડાંસમાં તેમનાં હાસ્ય–વર્ષણ તો પ્રભુશ્રીની કૃપાકટાક્ષભરી યોગેશ્વરી લીલાને આભારી છે ! જૂનાગઢના જોગીશ્વર, ગિરનારના અવધૂત એવા પ્રભુશ્રી ગોપાંગનાઓ જેવી પ્રેમખુમારી સં. ૧૯૭૫–૭૬ની ભક્તિઓમાં થોડી વહાવી ગોપવી દીધી હતી, તે આષાઢી મેઘ જેવા ભક્તિવિનમ્ર સ્નેહઘટાછાયા હિંયાના મિલનટાણે