________________
સ્મરણાંજલિ
*
માલિની
મન-વચન-શરીરે પુણ્ય સુધા પ્રકાશે, ત્રિભુવન પણ જેના ઉપકારે વિકાશે; પરણુ-પરમાણુ ગિરિ જેવા ગોંને,
નિજ ઉર વિકસાવે સંત તે કેટલા છે ?” દ્રુવિલંબિત
તદપિ કુટિલ કાળગતિ અતિ, હરી લાઁધી મતિ સંત-પિછાનની; પતિત-પાવન સંત ન આળખ્યા, અમિત શાંતિ અમીરસ રેલતા.
અનુષ્ટુપ
સનાતન મુક્તિના માર્ગ ઉદ્ધાર્યાં જે કૃપાળુએ, આધ્યા, સ્થાપ્યા લઘુરાજે, વિસ્તર્યાં આપના ખળે. છતાં યે સર્વથા આપ માયા સંતના દે; ગણી કે ના અવજ્ઞાને, કષ્ટો કે અપમાનને, કિંતુ સત્ પરમાનંદે ઝીલ્યા સૌને ઝિલાવિયા,– પ્રભુ-ભક્તિભર્યા હૈયે; પવિત્ર પ્રેમમૂર્તિ હૈ ! અમારા સર્વેનાં હૈયાં ઉજાળે હૈ યાનિધિ ! સ્વીકારે અંજલિ સૌની સમાધિ-માધિના નિધિ. પાષ સુદ ૮, ૨૦૧૦
—શાન્તિ
—
સુદ્રક: ભીખાભાઈ એસ. પટેલ, મધુરમ્ ટાપ-સેટિંગ વર્ક્સ, ૧૯, અજય ઇન્ડ. એસ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧