________________
[૪] આવા અલૌકિક વિરલ સંતે સંબંધી જગત ઘણું જ ઓછું જાણે છે. સાચે જ, ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના (જગતના) લક્ષમાં નથી. તથાપિ કુદરત તે સંત પુરુ
ના જીવનની મહત્તા પિછાને છે, અને એને અનેક સંકેતોથી પ્રદર્શિત કરે છે. શ્રી બ્રહ્મચારીજીને જન્મ ચારુતરના બાંધણી ગામમાં વિ. સં. ૧૯૪પના જન્માષ્ટમી દિને એક વિષ્ણુવજનને ત્યાં થયો એ પણ કુદરતને એક સંકેત હતો. જન્માનુસાર એમનું નામ ગોરધનભાઈ (ગોવર્ધનધર) રાખવામાં આવ્યું. પરમ પૂજ્ય પ્રભુશ્રી તે ઉલ્લાસથી તેમને કેઈક કોઈક વાર ગિરધરભાઈ પણ કહેતા.
એમના પિતાશ્રીનું નામ કાળીદાસ દ્વારકાદાસ હતું. તેમનું જીવન ધર્મના રંગે રંગાયેલું હતું. ત્રણ ત્રણ વાર તે ગોકુળ-મથુરાની યાત્રા કરી આવેલા, પ્રથમ વખત તે પગપાળા જ કરેલી. મંદિરનો જીર્ણોદ્ધાર ઇત્યાદિ દાનની પ્રવૃત્તિ ત્યાગની વૃત્તિમાં પરિણમી અને છેલ્લી યાત્રામાંથી મર્યાદ (મરજાદ) લઈને જ આવ્યા. આમ આયુષ્ય ડું બાકી રહ્યું હતું, ત્યારથી તે ચેતી ગયા અને બળતા ઘરમાંથી જેટલું બચાવાય તેટલું બચાવવા કુટુમ્બથી દૂર જઈ બેઠા અને ભગવદૂ-ભક્તિમાં જોડાયા.
માતુશ્રી જીતાબાને તો ઘરના બાલમુકુંદમાં જ આશ્વાસન લાધ્યું. જન્માષ્ટમીએ જન્મ અને જન્મથી જ શાંત