________________
[૨૭] એને નિત્યનિયમ, વ્રત, મંત્રાદિ આપવાનું કામ શ્રી બ્રહ્મચારીજીને ફરમાવતા. સં. ૧૯૯૨ના મહા સુદ પુર્ણિમાથી તે પ્રભુશ્રીની તબિયત ખૂબ નરમ થઈ ગઈ પોતાની જીવનલીલા સંકેલી લેવા માગતા હોય તેમ સં. ૧૯૯૨ના ચિત્ર વદ પાંચમના પવિત્ર દિને, પરમકૃપાળુદેવે ઉદ્ધારેલા સત્ય ધર્મને પોતે પ્રવર્તાવેલો તેની સોંપણી શ્રી બ્રહ્મચારીજીને ટ્રસ્ટીઓની હાજરીમાં કરે છે :
આ બધું આશ્રમ ખાતું છે; શેઠ, ચુનીભાઈ, મણિભાઈ. દાળ વાંહે કૈકળી. કહેવાય નહીં; સેંપણી જાણવી. મણિભાઈ, શેઠ, બ્રહ્મચારી ઘણુ કાળે, જો કે શરીર છે ત્યાં સુધી કંઈ કહેવાનું નથી; પણ મુખ્ય બ્રહ્મચારી સંપણી. (બ્રહ્મચારીજીને) કૃપાળુદેવ આગળ જવું, પ્રદક્ષિણ દઈને સ્મરણુ લેવા આવે તો ગંભીરતાએ લક્ષમાં રાખી લક્ષ લેવો, પૂછવું. કૃપાળુદેવની આજ્ઞાએ અને શરણાએ આજ્ઞા માન્ય કરાવવી.”
આ મંગલમય પ્રસંગ સૌ આશ્રમવાસીજનેને પરમ બંધવરૂપ, પરમ આનંદોલ્લાસરૂપ બની રહ્યો. સં. ૧૯૮૦માં
જ્યારે પ્રભુશ્રી આશ્રમમાંથી પૂના વિહાર કરી ગયા ત્યારે પ્રભુશ્રીના દર્શન અર્થે કેટલાંક મુમુક્ષુજને આણંદ ગયેલાં તેમણે નિરાશાથી સાથુ નયને ઉદ્દગાર કાઢેલા : “પ્રભુ, અમારો હવે કોણ આધાર?” પ્રભુશ્રીએ આશ્ચા