________________
[૧૩] “પવિત્ર પુરુષની કૃપાદષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે. તે બીજી બાજુ પોતે પણ પ્રભુશ્રીએ આપેલા “તવજ્ઞાન'માં એવા જ અલૌકિક ઉલ્લાસભાવથી નોંધે છે: “મંત્રદીક્ષા'! કાળીચૌદશ જેવા સિદ્ધિયોગદિને આવા મહાપુરુષના હસ્તે “મંત્રદીક્ષા મળે તે કેવી અપૂર્વ ઘટના! પ્રજ્ઞાબેધમાંય કૃતજ્ઞ હિયે તે ગાય છે :
“જ્ઞાની ગુરુશ્રી રાજપ્રભુજી શર–પૂર્ણશશી સમા, લઘુરાજ રૂડી વાદળીફૅપ બધ-જળ-ભારે નમ્યા; સંસારસાગરમાં મુમુક્ષુ છીપ સમ મુખ ખેલતા, ને મંત્ર જળબિંદુ ગ્રહી રચતા જીવન-મુક્તા-લતા.”
-પુષ્પ ૨૫ પ્રભુશ્રીએ તેમને “તત્ત્વજ્ઞાનમાં મંત્ર ઉપરાંત કેટલાંક વચને લખી આપેલાં. તેમાંથી “સ્વચ્છેદ ટાળી અપ્રમત્ત થા, જાગ્રત થા. પ્રમાદથી મુક્ત થઈ સ્વરૂપને ભજ' ઇત્યાદિ અને આત્મસિદ્ધિનાં “પ્રત્યક્ષ સદૂગુરુયોગથી સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યો થકી પ્રાયે બમણો થાય એ વચને ખ્યાલમાં એટલે પ્રભુશ્રી વિના બીજે કક્યાંય ગમતું નહીં. વ્યવહારકાર્યમાંથી બચત સમય ભક્તિમાં જ ગાળતા. એવી ભક્તિની લય લાગેલી. સોસાયટીના મિત્રોમાં તે એ ગોરધનભાઈ ભગતને નામે. જ ઓળખાતા. રજા કે અવકાશ મળતાં આશ્રમમાં આવી જતા. ‘તત્ત્વજ્ઞાન'માં એ પિતાનો નિશ્ચય નોંધે છે -