________________
| [૧૪] ૧. પ્રભુશ્રીના દર્શનની-સેવાની સદેવ ઈચ્છા. ૨. ગુરુદેવની આજ્ઞાનું સ્મરણું........
(સહજામસ્વરૂપની પ્રાપ્તિ-સ્વછંદ ને પ્રતિબંધ તજી, શ્રીમદ્ રાજચંદ્રનું વાચન. પ્રભુશ્રીના લેખનું મનન. ...)
૫. અહંભાવ ટાળવા બનતા પ્રયત્ન કરું.
ક્યારેક તો વિરહાગ્નિથી રહ્યું ન જાય ત્યારે પ્રભુશ્રી અમદાવાદ જેવા સ્થળે હોય તો ત્યાં ભાડાના પૈસાની પૂરી ગણતરી વિના દોડી જતા. અમદાવાદથી બેએક વખત તો આણંદ ચાલતા આવેલા. “ટાળી સ્વછંદ ને પ્રતિબંધ એ વચને રામબાણ જેવાં હૈયે વાગેલાં, તેથી પ્રભુચરણે સેવામાં બેસી જવાની જ તાલાવેલી ! એક વખતે તે ઘેર પાછા નહીં આવવાની ભાવનાથી આવવાનું ભાડું પણ લીધા વિના એ તે પહોંચ્યા અમદાવાદ પ્રભુશ્રી પાસે. પ્રભુશ્રીજી સૅનેટોરિયમની લાંબી પરસાળમાં પાટ પર બિરાજેલા. પ્રભુશ્રીને વંદન કરી ઊભા ત્યાં પ્રભુશ્રીએ પ્રસાદ અપાવ્યું. સામે છેડે બેસી પ્રસાદ લેતા હતા. ત્યાં પ્રભુશ્રીની લાકડી ખખડી કે તે તરફ ધ્યાન આપ્યું. પ્રભુશ્રીએ પગે મોજાં પહેર્યો. પછી પાદુકા પહેરવા પ્રયત્ન કરી છોડી દીધી. શ્રી બ્રહ્મચારીજી સમજી ગયા કે પાદુકાની જેમ પાદસેવા કરવામાં વચ્ચે મોજાં જે