________________
[૩૪] પછી તે એમનું આખું ય જીવન એક આનંદવર્ષણ બની રહ્યું. પરીખજીએ તેમને નિવાપાંજલિ અર્પતાં એ ધન્ય જીવનનું સુંદર સંસ્મરણ કર્યું હતું: “પરમ કૃપાળુ લધુરાજજીના દેહાવસાન પછી લગભગ સત્તર વર્ષ સુધી પરમાત્મપદના આનંદમાં અતિ ઉત્સાહપૂર્વક પિતે ઝીલ્યા. અને આપણું સર્વ મુમુક્ષુને ઝિલાવ્યા. તે માટે સ્વપરહિતાર્થે જ અપ્રમત્તપણે જેણે જીવન ગાળ્યું એવા આ પાવન આત્માની ગુણસ્મૃતિ શું કરી શકાય?”
આમ એમના એ આનંદી ગૌર વદનથી પરમાત્માના સચ્ચિદાનંદ સ્વરૂપની ઝાંખી થતી; ધર્મ પરમ આનંદરૂપ છે, પૂજન ચિત્તપ્રસન્નતારૂપ છે એ સહજ સમજાતું. એમના એ આનંદવર્ષણમાં એક જ્ઞાતા-દ્રષ્ટા-મંત્રદ્રષ્ટા કવિની દષ્ટિનું દર્શન થતું. ગમે તેવી ઊંચી કે સૂક્ષ્મ સિદ્ધાંતિક વિચારણામાં જ્યારે કેટલાક મુમુક્ષુઓ ડાહ્યા ઠાવકા ગંભીર બનીને નય–પ્રમાણનાં છોતરાં-છેલાં ઉખાડતા કે કાંતણુપીંજણ કરતા અથવા પુરુષની અગમ્ય દશા સંબંધી નાને માથે મેટી પાઘડી પહેરી ગંભીરતાથી ગુણઠાણું ઇત્યાદિનાં એક પછી એક કેકડાં ગૂંચવ્યે જતા ત્યારે એ તો એ સૈદ્ધાંતિક જ્ઞાન જેને તીવ્રપણે આત્મસાત થયેલું છે તેવા સપુરુષમાં વૃત્તિને તન્મય કરી પ્રસન્નચિત્ત રહેતા. ક્યારેક કોઈ કઈ કથા પ્રસંગે અધમવૃત્તિના જીવોનું ચરિત્રવર્ણન આવતું ત્યારે ય તે તો બાલધૂલિ