________________
- “આ બબુના જન્મ પહેલાં તેને મોટો ભાઈ વિઠ્ઠલ હતો તે વખતે મને ઉપરની (આત્મકલ્યાણની) ભાવના
એ સંસાર છોડીને નાસી જવા જે પ્રયત્ન કરવા એકબે વખત પ્રેરેલો, એક વખત તે રાત્રે ત્રણ વાગે બાંધણીથી લેટ લઈને નીકળી પડેલો. તે એવા વિચારથી કે ચાલતાં ચાલતાં કઈ જંગલ આવે તો તેમાં સંતાઈ રહેવું અને ઉત્તમ જીવન માટે તૈયાર થવું. પણ બે કલાક સીમમાં આડાઅવળી ફરતાં ફરતાં સવાર થવા આવ્યું ત્યારે લાગ્યું કે હજી તે હું બાંધણીની પાસે જ છું ને કોઈને (મને) પકડી પાડવો સહેલું થઈ પડે તેમ છે તેથી... મનની વૃત્તિઓ દબાવીને ઘેર પાછો આવતો રહ્યો. આવી ત્યાગવૃત્તિ તો ઘણી વાર ઊછળી આવતી. પણ સંસાર ભેગવવાનું કર્મ પણ તેટલા જ વેગથી કે તેથી વધારે વેગથી જીવ ખપાવતો. એ મોટો દીકરો ત્રણ જ વર્ષ જીવ્યો, પણ તમે એક છોકરો ઉછેરી ત્રીસ વર્ષ માટે કરો ત્યાં સુધી જે ચિંતા કરો તેટલી ચિંતાઓ તેણે મને કરાવેલી અને તેની કેળવણી માટે શું શું કરવું, શી ગોઠવણ કરવી, મારે કેટલી તૈયારી કરવી, વગેરે બન્યું તેટલું વિચાર્યું હતું. અને દુનિયાની કોઈ પણ વસ્તુ કરતાં તેના ઉપર વિશેષ મોહ રાખેલો, તેમ છતાં તેનું શરીર ક્ષણભંગુર છે એટલું ય સમજાયેલું નહીં—એ જ દીવા તળે અંધારું-અને