________________
[૯] લેખો છપાતા. અવિભક્ત કુટુમ્બ (Joint Family) ઉપર તેમણે ઘણું જ સુંદર લેખ લખેલો.
ગ્રેજ્યુએટ થયા એટલે માતા અને મોટા ભાઈને એવી આશા કે હવે તે મોટા અમલદાર બનશે. પણ એમને મન સરકારી નોકરી કરવી એ પરદેશી સરકારની ગુલામી કરવા જેવું લાગતું. અને દેશોદ્ધારની પ્રવૃત્તિ હાથ ધરવા માગનારને કુટુંબની ખાસ પડી પણ શી હેય? તે જ વર્ષના ડિસેમ્બરમાં પેટલાદ બૅડિંગના જૂના વિદ્યાર્થીઓનું સંમેલન તેમના જ વતન બાંધણીમાં ભરાયું. તેમાં ચરોતરની ઉન્નતિને અર્થે મોતીભાઈ સાહેબની આગેવાની હેઠળ ચરોતર એજ્યુકેશન સોસાયટી
સ્થપાય તો પોતે, ભીખાભાઈ અને અંબાલાલ એ ત્રણે મિત્રોએ સ્વયંસેવક તરીકે જોડાવાની તૈયારી બતાવી; તે સ્વીકારાતા સોસાયટીની સંસ્થા પગભર થતા સુધી ઈ. સ૧૯૧પના જાન્યુઆરીથી ભીખાભાઈ અને અબાલાલ બારસદ અને પોતે વસોની સેવામાં જોડાયા. વસાની અંગ્રેજી શાળામાં તેમને છડું ઘારણ સૈપાયું. બીજી બાજુ મોતીભાઈ સાહેબની પ્રેરણા અને કાર્યદક્ષતાથી વામાં ગુજરાતનું સૌથી પ્રથમ બાલમંદિર શરૂ થયું. તેમાં પિતે મેંટેસરી પદ્ધતિએ શિક્ષણ આપવા માંડયું. શિક્ષકેને પણ પતે તૈયાર કર્યા. સોસાયટીના પ્રથમ રિપોર્ટમાં તેની પ્રસિદ્ધિ વિશે ઉલ્લેખ છે : “આ પ્રયોગ આપણા પ્રદેશમાં