________________
[૧૦] તદ્દન નવીન જ હોવાથી દૂર દૂરથી તે જાતે નિહાળવાને કેળવાયેલા લોકો આવે છે.” એ પ્રયોગ એવી તો સફળતા પામ્યો કે પછીથી શ્રી ગિજુભાઈ બધેકા વગેરેએ ગુજરાતભરમાં એના પ્રચારનું કાર્ય ઉપાડી લીધું. - ત્યારબાદ બે-એક વર્ષમાં તે ચ. એ. સેસાયટીએ પિતાનું કેન્દ્ર આણંદમાં સ્થાપી સ્વતંત્ર કેળવણી સંસ્થા ચલાવવી શરૂ કરી. ત્યાં સ્વયંસેવકોની જરૂર હોવાથી વસે છોડી ઈ. સ. ૧૯૧૯માં તે આણંદ ગયા. ઈ. સ. ૧૯૨૦-૨૧માં દા. ન. હાઈસ્કૂલના હેડમાસ્તર તરીકે કામ કર્યું. બન્ને વર્ષ “વિનીત વગનું ૧૦૦પરિણામ આવેલું. વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રથમથી જ ખૂબ માયાળુ વૃર્તન રાખતા. અન્ય શિક્ષકોને ય ખાસ ભલામણ કરેલી કે કોઈ વિદ્યાર્થીને ગમે તે ગુને હોય તો પણ તાત્કાલિક શિક્ષા ન કરતાં બીજે દિવસે કરવી. આમ કરવાથી શિક્ષકને તાત્કાલિક આવેશ સમાઈ જતે અને વિદ્યાર્થીને સુધરવાની તક મળતી, ક્યારેક અન્યાય થ પણ અટકી જતા. અને શિક્ષક અને વિદ્યાથીઓને સંબંધ મીઠે બનતો. શીખવવામાં એ એટલા તો તલ્લીન થઈ જતા કે કેટલીક વખત પિરિયડને અંતે થતા ઘંટના કેરા તેમને સંભળાતા નહીં. બીજા શિક્ષકને બહાર બારીએ ઊભેલા જોઈ ચાલતા થાય. વિદ્યાથીઓની ટે સુધારવાની પદ્ધતિ પણ તેમની તે જુદી જ. છાત્રોને