________________
[4]
વિચાયું, જ્ઞાન અને સંસ્કારસત્રસમા વિદ્યાર્થી જીવનની એક પળ પણ વ્ય કેમ જવા દેવાય ? સમય અમૂલ્ય છે એ જાણે હૈયે વસી ગયેલું.
ઈન્ટર આર્ટ્સ પસાર કર્યા બાદ પેટલાદ બેંડિંગના જૂના મિત્રાને મળ્યા. વિદ્યાનગરની જનપદ વિદ્યાપીઠ (Rural Uni.) સ્થાપવાની ધગશ ધરાવતા શ્રી ભીખાભાઈ એમાં મુખ્ય હતા. સ્વાયત્ત વિદ્યાપીઠનાં સ્વમ તે એ ત્યારથી જ સેવતા; અને એટલેા ભાવિ જીવનની સંગીન તૈયારીની વિચારણા તે વખતે કરી લીધી. પેટલાદ ડિંગમાંથી જનસેવાની, દેશદ્વારની ભાવના પ્રગટેલી તેને કાયદાની કલમે નહીં (ત્યારે તા વકીલાત શાહી ગૌરવ પામેલી) પણ શિક્ષણુદ્વારા સક્રિય અને સફલ બનાવવાની ઉમેદ હોવાથી ઊંચા પ્રકારનુ શિક્ષણ મેળવી દેશભરમાં સ્વાતંત્ર્યનું ખમીર રેડતા શિક્ષણના કેળવણીના પ્રચાર કરવાનું વિચાર્યું. શિક્ષણમાં સર્વત્ર અંગ્રેજીનું મહત્ત્વ હાવાથી બામ્બે પ્રેસિડન્સી'માં ખ્યાતનામ પ્રાફ઼ેસર સ્કૉટ પાસેથી ઉચ્ચ કક્ષાનું અંગ્રેજી જ્ઞાન મેળવવા મુંબઈની વિલ્સન કોલેજમાં જોડાવાનું નક્કી કર્યું. ઘણી મુશ્કેલીઆ અને ભારે ખર્ચ વેઠીને શ્રી ભીખાભાઈ સાથે તે એ વ મુંબઈ ભણી ઈ. સ. ૧૯૧૪માં B. A. થયા. B. A.માં અંગ્રેજી સાહિત્ય મુખ્ય વિષય રાખી તેના ઉપર એવા તા સારો કાબૂ મેળવ્યા કે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં પણ તેમના