________________
' [૩ર) સ્મૃતિ આત્મસિદ્ધિની ધારી સદ્ગુરુ સદા ઉપકારી રે, જ્યાં જ્યાં જે જે એગ્ય જણ તે આતમહિતકારી રે.
શાંત સુરાત્રિ આત્મહિતમાં ધર્માત્મા જન ગાળે રે, તે કળિકાળ નડે નહિ તેને બ્રહ્મ અપૂરવ ભાળે છે. થોડા સમય બાદ જાણે એ અનુભવજ્ઞાનની દઢતાનું ઘાતક ન હોય તેવું “સ્વ-પર-વિચાર–પ્રેરક “વિવેકબાવની નામનું કાવ્ય “મોક્ષમાર્ગ પ્રકાશ” ઉપરથી લખ્યું. ત્યારબાદ “જ્ઞાનસાર અને “જ્ઞાનમંજરીને અનુવાદ કર્યો. પણ તેથી - કંઈ મન માન્યું નહીં. એક કાવ્યમાં એ લખે છે –
નથી નાથ જગમાં સાર કંઈ, સાર સગુરુ-પ્યાર છે.”
શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા વ્યાસજી સંબંધી લખે છે : “આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા; કારણકે હરિરસ અખંડપણે ગાયો નહોતો.' તેવી અલૌકિક ઘટના જાણે આ મહાપુરુષના જીવનમાં ન બની હોય તેમ તેમણે એ આનંદસંપન્નતા માટે જાણે પ્રજ્ઞાબેધ લખવો શરૂ કર્યો. એમાં એક શાંતરસમાં પરિણમેલો એ હરિરસ વિવિધ પ્રકારે ગાયો છે. તેમાં ય વળી પરમકૃપાળુદેવની અનેકાનેક દશાઓની આપણને એ ઝાંખી કરાવે છે, જેથી એક એવી રોમાંચક પ્રતીતિ થાય છે કે જે રસ જગતનું જીવન છે, તે રસને અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે.