________________
[૪૩] સંભળાવ્યો: “જેને થશે તેને અહીંથી થશે; કંઈ બીજેથી થવાનું છે?”
એમની વાણીમાં બીજી એક એવી ખૂબી હતી કે ગમે તેવી વ્યવહારની વાતને એ પરમાર્થમાં પલટાવતા. એક વખત એમના ચિરંજીવી જશભાઈનાં પત્ની આશ્રમમાં આવેલાં. પ્રસંગોપાત્ત ઘરની વાત નીકળી. પરસ્પર સંસ્કાર સારા પડે અને સમૂહમાં ભક્તિવાચન થઈ શકે
એ લક્ષ્ય બ્રહ્મચારીજીએ પૂછયું : બધું ભેગું છે ને ? તરત વિદમાં ઉત્તર મળે કે ઘેર આવીને અમને વહેંચી આપો. ત્યાં તો એમણે કહ્યું: “બધું સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પહેલેથી વહેંચાયેલું જ છે. હવે દેહ અને આત્મા બેને વિવેક કરવાને છે; આત્માને બધાથી જુદ કરવાનું છે.”
એમની વાણી કરતાં એમના મૌનમાં અધિક સામર્થ્ય હતું; મૌનમાં તો એ બેધમૂતિ સમા લાગતા. તેમને જોતાં જ સંકલ્પ-વિકલ્પ અને કષાયો મંદ પડી જતા; વડલાની છાયા નીચે “ોતુ મને ચાહ્યાનની ઝાંખી થતી. અને અસંગ, પૂર્ણ કામ સ્વરૂપને લક્ષ થતું. તબિયતને કારણે છેલ્લા વર્ષમાં નાસિક ત્રણેક માસ રહેલા ત્યારે એવી તો અસંગદશામાં રહેતા કે એમની પાસે જતાં મૌન જ થઈ જવાતું અને ઘડીભર સઘળું સ્વમવત લાગતું.