Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી
&
Ibllebic
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦ ૦૪૮૪૬
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Shop@@@@@@@@@@@@@@
પ્રભાવના-પુસ્તિકા-શ્રેણિ
ભગવાન શ્રી
Ουφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφ
પૂ.આ.શ્રી વિજયદાનસૂરીશ્વરજી જૈન ગ્રન્થમાલા
ગોપીપુર: સુરત-તરફથી પ્રકાશિત પ્રભાવના-પુસ્તિકા-શ્રેણિ તરફથી
લેખક અને પ્રકાશક ચીમનલાલ નાથાલાલ શાહ [શ્રી લાલભાઈ સાડીના મકાનમાં-પાડાપળઃ રીચીડઃ અમદાવાદ
ઝિળળળળળળળળ0000000000000000000000000
: મૂલ્ય : પ૦૦૦ નકલોના રૂ. ૨૫
૫૦૦ નકલેના રૂા. ૨૫ ગીરપ૦૦ , રૂ ૧૧૫ - ૨૫૦ , રૂ. ૧૪ ૧૦૦૦ છે . ૪૭
૧૦૦ છે રૂા. ૬ શ્રી વીરજન્મકલ્યાણકદિન-ચવ શુ. ૧૩ : વીર સંવત ૨૪૬૬ કા પ્રથમવૃત્તિ ] વિ. સં. ૧૯૯૬ [ નકલ ૧૨૩૨૧ 0િ0000000000000000000 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
લેખકનું નિવેદનઃ
નાનકડી પુસ્તિકાઓ દ્વારા પવિત્ર આદર્શો રજૂ કરવાની પ્રવૃત્તિ જનતામાં આવકારપાત્ર થઈ પડી છે. પ્રભાવના કરવાની ભાવનાવાળા કેટલાકે પુસ્તિકાઓની પ્રભાવના કરવાનો રસ ધરાવે છે. તેઓને પિતાના ધર્મપ્રિય મનને રૂચે તેવી પુસ્તિકાઓ મળી રહે અને વાંચકે સમક્ષ પવિત્ર આદર્શો રજૂ કરી શકાય, ઈત્યાદિ હેતુથી આ . પ્રભાવના-પુસ્તિકા-શ્રેણિ પ્રગટ કરવાની શરૂઆત થઈ. પહેલી પુસ્તિકા તરીકે “કુબેરદત્તા” પ્રગટ કરાઈ અને છ દિવસમાં તે તેની બીજી આવૃત્તિ પ્રગટ કરવાની ફરજ પડી. બન્નેય આવૃત્તિઓ થઈને તેની દશ હજારથી વધુ નકલે વેચાઈ ગઈ. બીજી પુસ્તિકા તરીકે “રાજર્ષિ પ્રસન્નચન્દ્ર” પ્રગટ થતાં, તેની પણ સાત હજારથી વધુ નકલે વેચાઈ ગઈ. ત્રીજી પુસ્તિકા તરીકે “આદર્શ આર્યા” પ્રગટ થઈ અને તેની આઠ હજારથી વધુ નક્કે વેચાઈ ગઈ.
આ રીતિએ આદરપાત્ર બનેલી પ્રભાવના-પુસ્તિકા-શ્રેણિ તરફથી આ ચોથી પુસ્તિકા પ્રગટ કરવામાં આવે છે. આપણા માટે કલ્યાણના એકના એક કારણ રૂપ શાસનના સંસ્થાપક પરમાત્માના જીવનને આ પુસ્તિકામાં અતિશય અહ૫ ખ્યાલ આપવામાં આવ્યું છે. શ્રી તીર્થપતિના જીવનને લખનાર હું કોણ માત્ર ? અનાજ્ઞાનાદિ અનન્ત ગુણેના ધારક પ્રભુનું ચરિત્ર લખવાને મારા જેવો અલ્પજ્ઞ તૈયાર થાય, એ ભક્તિવશતાથી જ સન્તવ્ય ગણાય. ઘણું લખીએ તોય લખવા જેવું ઘણું બાકી રહી જાય, એવું એ તારકાનું વિશિષ્ટ જીવન હેય છે. તેમાંય આ તે ઘણું જ નાના કદની પુસ્તિકા રહી, એટલે થેડી હકીકતે પણ અલ્પ પ્રમાણમાં જ રજૂ થઈ શકે. આમ છતાં, મળેલી લેખનશક્તિની આવાં આલેખન દ્વારા જ સાર્થકતા છે-એવી માન્યતા હાઈને વાંચકે સમક્ષ આ પુસ્તિકા રજૂ કરતાં આનન્દ થાય છે.
આ પુસ્તિકામાં જે કાંઈ થોડી હકીકત અલ્પ પ્રમાણમાં રજૂ કરવામાં આવી છે, તેમાં ક્યાંય લેશ પણ મિથાવાદિતા ન આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
[ ૩
મહાવીરવ જાય, તેની શક્ય એટલી કાળજી રાખવામાં આવી છે. છતાં હું અલ્પજ્ઞ છું, છઘસ્થ છું. આથી જે આમાં લેશ પણ મિથ્યાવાદિતા આવી જવા પામી હોય, તે તે બદલ ત્રિવિધ ક્ષમા યાચું છું.
હવે એક અતિ અગત્યની બાબત જણાવી દઉં. આ પુસ્તિકામાં અનેક સ્થાનોએ નોંધે મૂકીને, સાગરાનન્દસૂરિના તે તે સંબંધી મિથા મન્તવ્યનું ખંડન કરવામાં આવ્યું છે. કેટલાકને એવો ભાસ થશે કે“આ પુસ્તિકા સાગરાનન્દસૂરિનાં મન્તને વિરોધ કરવાના હેતુથી જ લખવામાં આવી છે. વસ્તુતઃ તે એક પ્રાસંગિક કાર્ય તરીકે જ બનેલ છે, છતાં કોઈ તેવા જ હેતુનું આપણુ કરવા ઈચ્છશે તે ય મને વાંધો નથી તે મિથ્યાવાદી બને એ રૂચિકર નહિ હોવા છતાં, મને તો તેવો આરોપ પણ ઈષ્ટ જ છેકારણ કે-છેલ્લાં કેટલાંક વર્ષોથી મારી એ માન્યતા સતતપણે દૃઢ થતી આવી છે કે “સાગરાનન્દસૂરિ, એ વર્તમાન કાલના એક ભયંકર ઉસૂત્ર-પ્રરૂપક છે. જ્યારે જ્યારે પ્રસંગ પ્રાપ્ત થયે, ત્યારે ત્યારે મેં આ વાતની જાહેરાત પણ કરી જ છે. થોડાક જ મહિનાઓ અગાઉની વાત છે. સાગરાનન્દસરિ તરફથી
ધર્મચક્ર” નામનું એક સાપ્તાહિક પ્રગટ કરવાની હિલચાલ થઈ રહી હતી. એ સાપ્તાહિકના સંચાલન માટે પગારથી મારું રોકાણ કરવાની ઈચ્છા હોવાથી, મને કાન્તિલાલની સાથે કહેવડાવવામાં આવ્યું. મેં તેમને કહ્યું કે-“બીજે વધારે પગાર મળે તેમ હોય, તો ય બની શકે ત્યાં સુધી ચાલુ નોકરીને છોડવી નહિ, એવી મારી માન્યતા છે. સિદ્ધચક્ર” કાઢતી વેળાએ પણ મને પૂછવામાં આવતાં ચન્દ્રસાગરજીને મેં કહેલું કે- આપે એ વિષયમાં શ્રી વીરશાસનના સંચાલકની સંમતિ મેળવવી જોઈએ.” તે વખત કરતાં અત્યારે ઘણો ફેર છે. નેકરી ખાતર નહિ, પણ અંગત રીતિએ હું સાગરજીને ભયંકર ઉત્સવપ્રરૂપક માનું છું, એટલે મને નોકરીમાં રાખવાની વાત નિરર્થક છે.” વિગેરે. આ વાત પ્રસંગ પામીને મેં મફતલાલ ઝવેરચંદને કહી. તેમને આશ્ચર્ય થયું. તેમણે કાતિલાલને પૂછી જોયું. પરિણામે તેમના ઉપર એવી અસર થઈ કે-વાત સાચી હતી અને તે ચન્દ્રસાગરજીએ કાન્તિલાલ દ્વારા કહેવડાવેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
૪ ]
ભગવાન શ્રી મારી આ માન્યતા દત હોવા છતાં પણ, સાગરાનન્દસૂરિની પાસે વારંવાર જતા કેટલાકને મેં વાત કરેલી કે-સાગરજી જે તેમનાં જે જે લખાણો વિષે હું પૂછું, તે તે લખાણને શાસ્ત્ર પ્રમાણેથી સાચાં સાબીત કરી આપે, તે હું મારી માન્યતા ફેરવવા તૈયાર છું, જાહેરમાં
માફી માગવા તૈયાર છું અને જે કે-આ પક્ષને શાસ્ત્રાનુસારી વાત : સ્વીકારવામાં વધે નથી જ, છતાં હું કહું છું કે-આ પક્ષ જે ન માને
અને એથી મારે આ નોકરી છોડવી પડે છે તે છોડવાય હું તૈયાર છું. શરત એટલી જ કે–સાગરજીએ મને પિતાના જવાબ લખીને જ આપવા જોઈએ અને શાસ્ત્ર પ્રમાણેના જે જે ભાવાર્થો વાંધા પડતા લાગે, તે તે વિષે કોઈ નિયત કરેલા પંડિત પાસેથી ખૂલાસ મેળવે જોઈએ.” મેં એમ પણ કહેવડાવેલું કે-“કમથી કમ આ એક જીવને ઉદ્ધારવાના હેતુથી પણ સાગરજી જે આ માટે તૈયાર થશે, તે ય એમને ઉપકાર હું કદિ જ નહિ ભૂલું.” અનેકાને કહેલી આ વાત સાગરાનન્દસૂરિજી પાસે પહોંચી કે નહિ, એ જૂદા જ પ્રશ્ન છે. પણ હું તે આ પુસ્તિકામાં તેમનાં મન્તવ્યોને મેં જે ખંડન કર્યું છે, તેને અંગે પણ એ જ વાત આગળ ધરીને જણાવું છું કે-આ પુસ્તિકામાં તેમનાં જે જે મતને મેં ખોટાં તરીકે જણાવેલ છે, તે સર્વને જે તેઓ ઉપરની રીતિએ સત્ય સાબીત કરી આપશે, તો તે જાહેર કરવા સાથે મારા ખર્ચે આ પુસ્તિકાની નકલે ફરી છપાવી, તેને હું બનશે તેટલો વધુ પ્રચાર કરવામાં આનન્દ માનીશ. સત્ય નિર્ણયના હેતુથી, તેમના તરફથી જે પ્રમાણો આપવામાં આવે, તે વિષે મારાં શ્રદ્ધેય સ્થાનેએ પૂછીને હું ખૂલાસા મેળવવા ઈછું, તો તેમાં તેમનાથી વાંધો લઈ શકાશે નહિ? કારણ કે-આ તે સત્યાસત્યના નિર્ણયનો સવાલ છે. વર્તમાનમાં ચાલતી નિયિદિન સંબંધી ચર્ચાને અંગે પણ, હું તેમને ઉન્માર્ગગામી માનતે હેઈ આ રીતિએ કરવાને તૈયાર છું.
આટલાથી વાંચકોને ખાત્રી થશે કે–મેં કઈ જ અયોગ્ય હેતુથી આ પુસ્તિકા લખી નથી. વધુમાં, સાગરાનન્દસૂરિજી મેં જણાવ્યા મુજબ સાબીત કરવા તૈયાર નહિ થાય, તે નિરાગ્રહી અને સમ્યગ્દશ જનતા ઘણી જ
સહેલાઈથી મારા મન્તવ્ય સાથે સમ્મત થઈ શકશે. –શ્રીકાન્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી મહાવીરદેવ
પ્રાસ્તાવિક
પરમાત્મસ્વરૂપના જ્ઞાનને હેતુઃ
ભગવાન શ્રી મહાવીરદેવ એટલે વર્તમાન શાસનના સંસ્થાપક વર્તમાનમાં આપણે જે કાંઈ કલ્યાણ સાધી શકીએ છીએ અગર તો જે કાંઈ કલ્યાણ સાધી શકાય તેમ છે, તે પ્રતાપ એ પરમાત્માને છે. આથી આપણું તે એ પરમ ઉપકારી છે. એ તારક સર્વ જીવોના અભયદાતા અને શુદ્ધ અહિંસક માર્ગના પ્રરૂપક હોઈને, વસ્તુતઃ તે, સંસારવતી કોઈ પણ જીવ એ તારકના ઉપકારથી પર નથી. આવા અનન્ત ઉપકારી પરમાત્માના સ્વરૂપથી સાત બનવું, એ એ તારકેની આજ્ઞાઓ પ્રતિની રૂચિ અને તેની આરાધના–ઉમથને સુવિશુદ્ધ બનાવવાનું પરમ કારણ છે. પરમાત્મ-સ્વરૂપનું ચિતન પરિણામવિશુદ્ધિને સર્જે છે અને પરિણામવિશુદ્ધિ, એ તે સદાચારાદિનું પ્રબલ કારણ છે. પરમાત્મ-સ્વરૂપને જેમ જેમ યથાર્થ ખ્યાલ આવતો જાય છે, તેમ તેમ આત્મા એ તારકે પ્રતિ આકર્ષા જાય છે. એ રીતિએ આત્માને એ તારકે પ્રતિની પૂજ્યતાને ભાવ વૃદ્ધિ પામે છે અને એથી આત્મા એ તારકાની આજ્ઞાઓને અનુસરવાને અતિશય ઉત્સાહ પ્રાપ્ત કરી શકે છે. પરમાત્માના જીવનને જાણવા-માનવા આદિને જે કંઈ પણ વિશિષ્ટ હેતુ હેય, તે તે આ જ છે. પરમાત્માના જીવનને આવા જ હેતુથી લખવું, વાંચવું ય વિચારવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી સ્યાદ્વાદિની વાણી મિથ્યા નહિ?
ભગવાન શ્રી મહાવીરદેવને આપણે ચોવીસમા અગર ચરમ તીર્થપતિ તરીકે પીછાનીએ છીએ. શું અત્યાર સુધીમાં વીસ જ તીર્થપતિએ થયા છે ? ભગવાન શ્રી મહાવીરદેવ ચરમ તીર્થપતિ છે, એટલે શું હવે તીર્થપતિ થવાના જ નથી ?
એક દષ્ટિએ ભગવાન શ્રી મહાવીરદેવ વીસમા અને ચરમ તીર્થપતિ પણ છે : તેમજ બીજી દષ્ટિએ એ અનન્તમા તીર્થપતિ પણ છે અને હજુ અનન્તા તીર્થપતિઓ થવાના હેઈ, એ તારક ચરમ તીર્થપતિ નથી એમ પણ કહી શકાય.
આમાં વિસંવાદ જેવું કાંઈ જ નથી. સ્યાદ્વાદ સિદ્ધાન્તને નહિ સમજેલાઓને જ આમાં વિસંવાદ જેવું લાગે. એક નયને અનુસરતું વચન પણ જે શુદ્ધ સ્વાદાદિનું હોય તો તે મિથ્યા નથી. ચાઠાદિનું વચન સર્વ અપેક્ષાઓના સ્વીકાર પૂર્વક જ વિવક્ષિત વસ્તુનું પ્રતિપાદન કરનારું હોય છે. આથી સ્યાદ્વાદિના કઈ પણ વચનને મિયા કહેવું, એ મૂઢતા છે. આ જ કારણ છે કે–શ્રી જૈન શાસ્ત્રોને મિથ્યા વચનોના સંગ્રહ
અનેક વિષયોની જેમ આ વિષયમાં પણ સાગરાનન્દસૂરિએ પોતાની ઉત્સુત્રભાષિતાનો પરિચય કરાવ્યો છે. સાગરાનન્દસૂરિએ પિતાના સિદ્ધચક્રના બીજા વર્ષના બીજા અંકમાં ૩૧ મા પાને લખ્યું છે કે
તેમણે (શાસ્ત્રકારોએ) જણાવી દીધું છે કે–શાસ્ત્રના તમામ વાકયો મિથ્યાવી છે.”
વસ્તુતઃ શાસ્ત્રકાર-મહાત્માઓએ આવું જણાવ્યું નથી. શાસ્ત્રકાર મહાત્માઓ તે તેમ કહેનારા અજ્ઞાનિઓને નિષેધે જ છે. શ્રી આવશ્યક -અલયગિરિવૃત્તિ–ઉપદ્દઘાતમાં પણ જૂઓ કે
अयमत्र तात्पर्यार्थः-इह यो नयो नयान्तरसापेक्षतया स्यात्पदलाञ्छितं वस्तु प्रतिपद्यते स परमार्थतः परिपूर्ण वस्तु गृह्णातीति प्रमाण एवान्तर्भवति,
यस्तु नयवादान्तरनिरपेक्षतया स्वाभिप्रेतेनैव धर्मेणावधारणपूर्वकं वस्तु परिच्छेShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
મહાવીરદેવ રૂપ માનવાને કઈ જ વિચક્ષણ તૈયાર થતો નથી. સ્યાદ્વાદી જ્યારે ભગવાન શ્રી મહાવીરદેવને ચાવીસમા અગર ચરમ તીર્થપતિ તરીકે વર્ણવો હોય છે, ત્યારે તેણે વર્તમાન અવસર્પિણી ૩૫ કાળચક્રાર્ધની અપેક્ષા પ્રધાન રૂપે સ્વીકારી હોય છે : છતાં તેને ખ્યાલમાં જ હોય છે કે-આવાં તે અનન્તાં કાળચક્રાધે ભૂતકાળમાં થયાં છે અને ભાવિકાળમાં થવાનાં છે. આમ હવાના કારણે, ભગવાન શ્રી મહાવીરદેવને * ગ્રેવીસમા ” અગર “ચરમ તીર્થપતિ તરીકે કહેવા એ સત્ય છે અને “અનન્તમા” તથા “અચરમ’ તીર્થપતિ તરીકે કહેવા એય સત્ય છે. પહેલા કે છેલ્લા કેઈ તીર્થંકર હોય કે?
ભગવાન શ્રી મહાવીરદેવ આ શ્રી ભરતક્ષેત્રમાં તીર્થપતિ થયા છે. પાંચ ભરત અને પાંચ અરવત ક્ષેત્રમાં કાલ સદા “પરાવર્તમાન' હોય છે, જ્યારે અન્ય ક્ષેત્રોમાં “ અવસ્થિત” કાલ હોય છે. કાળના આ પરાવર્તમાનપણાનાં સૂચક કાલચક્ર છે. એક “અવસર્પિણ” અને એક “ઉત્સર્પિણું’-એ બેનું એક કાળચક્ર બને છે. જે કાળમાં પ્રતિક્ષણે શુભ ભાવો વૃદ્ધિ પામે છે અને અશુભ ભાવો ક્ષીણતા પામે છે, તેને “ઉત્સર્પિણું કાળ” કહેવાય છે. એથી ઉલ્યું, જે કાળમાં પ્રતિક્ષણે અશુભ ભાવો વૃદ્ધિ પામે છે અને શુભ ભાવે ક્ષીણતા પામે છે, તેને “અવસર્પિણી કાળ” કહેવાય છે. આ બનેય કાળચક્રાધે છે છ આરાવાળાં હોય છે. સુષમસુષમા, સુષમા, સુષમદુઃષમા, દુશમસુષમા, દુષમા અને દુઃષમદુઃષમા-એવાં છ આરાઓનાં ગુણસૂચક નામ છે, त्तुमभिप्रेति स नयः, वस्त्वेकदेशपरिग्राहकत्वात् , अत एवोकमन्यत्र-" सव्वे नया मिच्छावाइणो," यत एव च नयवादो मिथ्यावादस्तत एव च जिनप्रवचनतत्त्ववेदिनो मिथ्यावादित्वपरिजिहीर्षया सर्वमपि स्यात्कारपुरस्सरं भाषन्ते, न तु जातुचिदपि स्यात्कारविरहितं, यद्यपि च लोकव्यवहारपथमवतीर्णा न सर्वत्र सर्वदा साक्षात् स्यात्पदं प्रयुञ्जते तथापि तत्राप्रयुक्तोऽपि सामर्थ्यात् स्याच्छब्दो द्रष्टव्यः, प्रयोजकस्य कुशलत्वात् , उक्तं च-“ अप्रयुक्तोऽपि सर्वत्र, स्यात्कारोऽ
र्थात् प्रतीयते। विधौ निषेधेऽन्यत्रापि, कुशलश्चेत् प्रयोजकः ॥१॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
૮ ]
ભગવાન શ્રી અવસર્પિણને પ્રથમ આરે સુષમસુષમા હોઈ અનુક્રમે છઠ્ઠો આરે દુઃષમદુષમા આવે છે. ઉત્સર્પિણનો પ્રથમ આરે દુષમદુષમા હાઈ ચઢતા ક્રમે છઠ્ઠો આરે સુષમસુષમા આવે છે. આથી છ આરાઓ પૈકી સુષમસુષમા અને દુષમદુષમા એ બન્નેય આરાઓ જ્યારે ને ત્યારે સાથે જ આવે છે. એટલે કે-સુષમસુષમાથી સુષમસુષમા અને દુષમદુષમાથી દુઃષમદુષમા સંલગ્ન આવે છે. એ સિવાયના અ રાઓ કાળાનુક્રમે આવે છે. વર્તમાનમાં અવસર્પિણીને “દુષમા' નામને પાંચમે આર ચાલે છે. આ અવસર્પિણને “દુઃષમસુષમા' નામને ચોથો આરો જ્યારે ૭૫ વર્ષ અને ૮ મહિના જેટલે બાકી હતો, ત્યારે ભગવાન શ્રી મહાવીરદેવને આત્મા તીર્થપતિ તરીકેના પિતાના અતિમ ભાવ માટે શ્રીમતી દેવાનંદાની કુક્ષિમાં આવ્યું હતું. એ ચોથા આરામાં એ તારકની પૂર્વે બીજા ૨૨ તીર્થપતિઓ થયા હતા. પ્રથમ તીર્થપતિ ભગવાન શ્રી ઋષભદેવને આત્મા તો ત્રીજા આરાને ૮૯ પક્ષ સહિત એક ત્રુટિતાંગ બાકી હતા, ત્યારે શ્રીમતી મરૂદેવા માતાના ગર્ભમાં આવ્યા હતા. દરેક અવસર્પિણીના ત્રીજા અને ચોથા આરામાં થઈને કુલ ૨૪ તીર્થપતિઓ, ૧૨ ચક્રવર્તિઓ, ૯ વાસુદેવે અને ૯ બલદેવો-એમ ૫૪ પુરૂષોત્તમે થાય છે. એમાં નવ પ્રતિવાસુદેવોને ઉમેરતાં ૬૩ થાય, એમાં ય નવ નારદને ઉમેરતાં ૭ર થાય અને એમાં ય ૧૧ રૂદ્રોને ઉમેરીએ તે ૮૩ થાય. દરેક ઉત્સપિણીમાં પણ આ રતિએ ૨૪ તીર્થકર આદિ પુરૂષોત્તમે થાય છે. પરંતુ અવસર્પિણીમાં જ્યારે પ્રથમ તીર્થપતિ અને પ્રથમ ચક્રવર્તી ત્રીજા આરાના પ્રાન્ત થાય છે તથા બાકીના ૨૩ તીર્થપતિ અને ૧૧ ચક્રવર્તી ચોથા આરામાં થાય છે, ત્યારે ઉત્સર્પિણમાં ત્રીજા આરામાં ૨૩ તીર્થપતિ અને ૧૧ ચક્રવર્તી થાય છે તથા ૨૪મા તીર્થપતિ અને ૧૨ મા ચક્રવર્તી ચોથા આરાના પ્રારંભમાં થાય છે. અવસર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળ બન્ને ય દશ કટાકટિ સ ગરોપમ પ્રમાણ હેય છે, એટલે એક કાળચક્ર વીસ કેટકેટિ સાગરોપમ પ્રમાણ થયું. એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
મહાવીરદેવ
[ ૯
કાળચક્રમાં એટલે કુલ વીસ કેટકટિ સાગરોપમ પ્રમાણુ કાલમાં ૪૮ તીર્થપતિઓ થાય છે. આવાં તો અત્યાર સુધીમાં અનન્તાં કાળચક્રો થઈ ગયાં અને ભવિષ્યમાં અનન્તાં કાળચક્રો થશે એટલે આ શ્રી ભરતક્ષેત્રની અપેક્ષાએ જોઈએ, તે પણ ભગવાન શ્રી મહાવીરદેવ અનન્તમા તીથપતિ હતા. વળી હજુ અનન્તા તીર્થપતિઓ થવાના છે, એટલે એ દષ્ટિએ ભગવાન શ્રી મહાવીર દેવ ચરમ તીર્થપતિ પણ નથી. આ દષ્ટિએ તે કઈ જ તીથપતિ ન તો પ્રથમ છે કે ન તો અન્તિમ છે. પ્રથમ અને અતિમ આદિની ગણના , તે તે કાળચક્રાર્ધની અપેક્ષાએ છે. છતાં આ બન્ને ય ગણુનાઓ પિતાપિતાની અપેક્ષાએ યથાર્થ છે. અનાદિ અનન્ય શ્રી જૈનશાસનઃ
આમ હોવાથી, એ પણ સમજી શકાશે કે શ્રી જૈનશાસનની સર્વ પ્રથમ ઉત્પત્તિ ભગવાન શ્રી ઋષભદેવથી થઈ અને ભગવાન શ્રી મહાવીરદેવના શાસનના અન્ત સાથે શ્રી જૈનશાસનને સર્વથા અન્ત થઈ જશે–એમ કહેવું એય મિથ્યા છે. બેશક, વર્તમાન અવસર્પિણી નામના કાળચક્રાર્ધમાં આ ભરતની અંદર શ્રી જેનશાસનની ઉત્પત્તિ શ્રી ઋષભદેવ ભગવાનથી થઈ અને શ્રી મહાવીર પ્રભુના શાસનના અન્ત સાથે જ આ ભારતમાં આ અવસર્પિણી માટે શ્રી જેનશાસનને અન્ત આવશે, એ બરાબર છેઃ પણ અનન્ત કાળચક્રોની અપેક્ષાએ તે શ્રી જૈનશાસન અનાદિ-અના જ છે. કોઈ પણ અવસર્પિણીમાં કે કોઈ પણ ઉત્સર્પિણીમાં, શ્રી જૈનશાસનને સર્વકાલે સર્વથા અભાવ એ શક્ય નથી અને એથી કંઈ પણ કાળચક્રાર્ધમાં મુક્તિગમનને સર્વકાલે સર્વથા અભાવ એ પણ અસંભવિત જ વસ્તુ છે. શ્રી તીર્થકરોના આત્માએ નરક અને નિગોદમાં હોય તોય
પુરૂષોત્તમ ગણાયઃ આ વ્યવસ્થા ત્યારે જ ઘટે, કે જ્યારે સંસારને અનાદિ-અના અને સંસારવતી છને અનન્તાનન માનવામાં આવે. આ સંસારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
ભગવાન શ્રી ભવ્ય, જાતિભવ્ય અને અભિવ્ય એમ ત્રણ પ્રકારના આત્માઓ છે. ભવ્ય પણ અનન્ત, જાતિભવ્ય પણ અનન્ત અને અભવ્ય પણ અનન્ત. અભામાં મુક્તિગમનની લાયકાત હોતી નથી અને જાતિભવ્યમાં તેવી લાયકાત હોય છે છતાં પોતાની તેવી જ કોઈ ભવિતવ્યતાના
ગે, તેઓ મેક્ષપ્રાપક સામગ્રીને પામી શકતા નથી. હવે રહ્યા માત્ર ભવ્યો. એ ભવ્યમાંથી આજ પર્યન્તમાં અનન્તા આત્માઓ મુક્તિને પામ્યા છે. ભવિષ્યમાં અનન્તા આત્માઓ મુક્તિને પામશે અને તે છતાં અનન્તાનન્ત ભવ્યાત્માઓ આ સંસારમાં વિદ્યમાન હશે. કોઈ કાળ એવો આવશે જ નહિ, કે જે કાળે અનન્તાન્ત ભવ્યાત્માઓ આ સંસારમાં હયાતિ ધરાવતા ન હોય. શ્રી તીર્થંકરદેવના આત્માઓ ભવ્ય કેટિના હોય છે અને મોક્ષને પામેલા શ્રી તીર્થંકરદેવના આત્માએ કે અન્ય મુક્તાત્માઓ એકસરખી અનન્ત-ગુણમય દશાવાળા હોય છે, છતાં પણ આ સંસારમાં તો શ્રી તીર્થંકરદેવના આત્માઓ અને ઈતિર ભવ્યાત્માઓ વચ્ચે અસમાનતા હોય જ છે. એ અસમાનતાનું કારણ તથાભવ્યત્વ આદિ છે. શ્રી તીર્થંકરદેવના આત્માઓનું તથાભવ્યત્વ સર્વ ઈતર ભવ્યાના તથાભવ્યત્વથી વિલક્ષણ–રૂપ હોય છે. આથી જ શ્રી તીર્થકરદેવના આત્માઓ સર્વ કાલે ઈતર ભવ્યાત્માઓ કરતાં પણ ઉત્તમ જ હોય છે. શ્રી તીર્થકરેદેવના આત્માઓ પિતાના સહજ
૨-જૂઓ શ્રી લલિતવિસ્તરામાં
પુષોત્તમેભ્યઃ ” તિ, પુર રાચનાત્ પુરુષ–સરવા ઇવ, તેષાં ૩ત્તમાઃसहजतथाभव्यत्वादिभावतः प्रधानाः पुरुषोत्तमाः, तथा हि___x आकालमेते परार्थव्यसनिन, उपसर्जनीकृतस्वार्था, उचितक्रियावन्तः, अदीनभावाः, सफलारम्भिणः, अदृढानुशयाः, कृतज्ञतापतयः, अनुपहतचित्ता, તેવગુરુ ઘુમનિસ્તથા મીરારીયા તિ, ન સર્વ વ વંવિધા......
x આ મઢમ્ પદને અર્થ કરવામાં પહેલાં સાગરાનન્દસૂરિએ ભૂલ કરેલી. આથી પ્રસંગ પામીને પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
મહાવીરદેવ
[ ૧૧ તથાભવ્યત્વાદિ ભાવથી સત્તામાં પ્રધાન હોવાના હેતુથી પણ પુરૂષતમ” તરીકે ખવાય છે. નરક અને નિગદમાં રહેલા પણ તે આત્માઓ, પિતાના સહજ તથાભવ્યત્યાદિના બળે સવદા ઉત્તમ જ ગણાય છે. એવી યોગ્યતાને ધરનારા એ આત્માઓ જ્યારે જ્યારે તથાવિધ સામગ્રીના પરિપાકને પામે છે, ત્યારે ત્યારે તેઓની ઉત્તમતા કાર્ય રૂપે પરિણમ્યા વિના રહેતી નથી. કાર્ય રૂપે પરિણામ પામેલી એ ચોગ્યતાથી શ્રી તીર્થંકરદેવના આત્માઓ પરાર્થવ્યસની, સ્વાથનું ઉપસર્જન કરનારા, ઉચિત ક્રિયાવાળા, દીનભાવથી હીન, સફલ આરે -
મહારાજાએ, સાગરાનન્દસૂરિનું તેમની અનેક ભૂલે તરફ લ દે રતાં આ ભૂલ તરફ પણ લક્ષ્ય દેર્યું હતું અને આ મામ્ પદના અનાદિકાલવાચક અર્થ થાય એમ સૂચવ્યું હતું. આથી સાગરાનન્દસૂરિ ખૂબ છેડાઈ પડ્યા હતા. પિતાની પ્રકૃતિ મુજબ પૂ. આચાર્યદેવને જ નહિ, પણ તેઓશ્રીના વડિલ ગુર્નાદિકેને પણ ભાંડવામાં સાગરાનન્દસૂરિએ કમીના રાખી નહોતી અને આ મામૂનો અનાદિ અર્થ થાય જ નહિ પણ “સમ્યક્ત્વપ્રાપ્તિ પછીથી' એવો જ અર્થ થાય એમ સૂચવ્યું હતું. આની સામે પૂ. આચાર્યદેવે તેવો અર્થ પૂરવાર કરવાનું આહવાન કરતાં, સાગરાનન્દસૂરિ અસત્યનો આશ્રય લઈ છટકી ગયા હતા. પણ આખર તો તેમને કબૂલ કરવું પડયું છે. એ માટે
જૂઓ સાગરાનન્દસરિનું સિદ્ધચક્ર: વ. ૮, અંક. , પૃ. ૪૭.
સાગરાનન્દસૂરિ ત્યાં લખે છે કે–“સહજ તથાભવ્યત્યાદિ ભાવને લીધે સ્થાપિત કરાયેલી ઉત્તમતાની હદ બતાવવા માટે વપરાએલા સિદ્ધાન્તવાક્યમાં માત્રને અનાદિ અર્થ કર્યા સિવાય કોઈ પણ સુજ્ઞ મનુષ્યને ચાલે તેમ નથી.”
આટલું કબૂલ કરવા છતાં પણ, સાગરાનન્દસૂરિએ પોતાની ભૂલ છુપાવવા માટે માત્ર નો તે આદિ સાથે સંબંધ નથી વિગેરે જણાવી, વળી પાછી ભૂલ કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨ ].
ભગવાન શ્રો
વાળા, અદઢ અનુશયવાળા, કૃતજ્ઞતાના સ્વામી, અનુપહત ચિત્તવાળા, દેવગુરૂનું બહુમાન કરનારા તથા ગંભીર આશયવાળા બને છે. આવી ઉત્તમ દશાને પમાડનારું કારણ અનાદિકાલીન હોવાથી, શ્રી તીર્થકરદેવના આત્માઓને–તેઓ સર્વ કાલ પરાર્થવ્યસની આદિ હોય છે – એ રીતિએ પણ વણવી શકાય છે. આથી, મિથ્યાત્વવાળી અવસ્થામાં તે શ્રી તીર્થકરદેવના આત્માઓ પરાર્થવ્યસની આદિ હોય જ નહિ, એમ કહેવું એ તદ્દન ખોટું છે. મિથ્યાત્વની મન્દતામાં કે સમ્યકત્વની સન્મુખતામાં પરાર્થવ્યસનિતા આદિ ગુણ હોવા એ અસંભવિત નહિ પણ સુસંભવિત છે. ઈતર ભવ્યાત્માઓ,કે જેઓ ઉત્તમ અપુનબંધકપણને પામેલા છે, તેમાં પણ જ્યારે પરેપકારરસિતા, દેવગુરૂબહુમાનશીલતા આદિ ગુણ હવા એ શક્ય છે, ત્યાં એ જીવો કરતાં અતિશય ઉત્તમ એવા તથાભવ્યત્વવાળા શ્રી તીર્થંકરદેવના આત્માઓને તેવી અવસ્થામાં તે તે ગુણોથી હીન જ હેય એમ કહેવા તૈયાર થવું, એ મહામૂર્ખતા સિવાય છે પણ શું ? શ્રી તીર્થંકરદેવનાં ચરિત્રો પણ સૂચવે છે કે-પરોપકારરસિકતા, ઉચિત ક્રિયાશીલતા અને દેવગુરૂબહુમાનિતા આદિથી તેઓ મિથ્યાત્વવાળી દશામાં પણ હીન હતા. નથી. તે તે અવરથામાં તે તે ગુણો સામગ્રીના પ્રમાણમાં જ અલ્પાધિક હોય તે સ્વાભાવિક છે, પણ એ તે નિશ્ચિત જ છે કે-તેઓ. અનાદિકાલીન ઉત્તમતાને ધરનારા હોય છે અને એ ઉત્તમતા જ્યારે જ્યારે જેટલી જેટલી સામગ્રીને પરિપાક પ્રાપ્ત થાય, ત્યારે ત્યારે પરાર્થવ્યસનિતા આદિને તે તે પ્રમાણમાં કાર્ય રૂપે પમાડે છે. એકની રસુતિ-અનન્તની આશાતનાઃ
ભગવાન શ્રી મહાવીરદેવને આત્મા પણ આવી જ અનાદિકાલીન ઉત્તમતાને ધરનારો હતા. એ જ કારણ છે કે-એ તારકને આત્મા. પ્રથમ સમ્યકત્વ પાપે તે પૂર્વે પણ પરોપકારિતા, દેવગુરૂ બહુમાનિતા અને ઉચિતક્રિયાશીલતા આદિ ગુણોને ધરનારે હતો. મિથ્યાત્વવાળી દશામાં શ્રી તીર્થંકરદેવના આત્માઓ તેવી ઉત્તમતાને પામે એ જે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
નવાળી હતા'એકર પાતક બની સ્વભાવ
મહાવીરદેવ
[ ૧૩ અશન્ય હેત, તે ભગવાન શ્રી મહાવીર દેવને આત્મા પણ તેવી ઉત્તમતાને પામી શકત જ નહિ પરંતુ શાસ્ત્રકાર–પરમર્ષિએ ફરમાવે છે કે-દરેક શ્રી તીર્થંકરદેવને આત્મા સહજ તથાભવ્યત્વાદિ ભાવથી સર્વ કાલને માટે પુરૂષોત્તમ હોય છે. આમ છતાં–અન્ય શ્રી તીર્થંકરદેવના આત્મા બધિલાભ પૂર્વે પરાર્થવ્યસનવાળા નહિ હતા–એવું સૂચવવા સાથે-“ભગવાન મહાવીર મહારાજ તો સમ્યકત્વ પામવા પહેલાં પણ પરાર્થના વ્યસનવાળા હતા’-એમ લખવું, એ તે અનન્તા શ્રી તીર્થંકરદેવાની આશાતના આદિનું મહા ભયંકર પાતક આચરવા જેવું જ ગણાય. કઈ પણ તીર્થપતિની મહત્તા, અન્ય તીર્થપતિઓની સ્વભાવસિદ્ધ મહત્તાને અપલાપ થાય—એવી રીતિએ ગાવી, એ વસ્તુતઃ પ્રભુસ્તુતિ નથી, પણ પ્રભુસ્તુતિના નામે જ અનન્તા શ્રી તીર્થંકરદેવેની ઘોર આશાતના કરવા જેવું છે.
શ્રી નયસાર' તરીકે પ્રથમ ભવ શ્રી તીર્થકરેદેવના ભવોની ગણના ધિલાભની પ્રાપ્તિવાળા ભવથી થાય છે. એથી જ ભગવાન શ્રી મહાવીરદેવના ચરિત્રની શરૂઆત શ્રી નયસાર તરીકેના એ તારકના ભવથી કરવામાં આવે છે શ્રી નયસારને જન્મ પૃથ્વીપ્રતિષ્ઠાન નામના ગામમાં થયો હતો. પશ્ચિમ મહાવિદેહના અલંકાર સમા મહાવપ્ર નામના વિજયમાં વિપુલ સમૃદ્ધિવાળી જયંતી નામની નગરી હતી. ત્યાં રાજા શત્રુમર્દનનું રાજ્ય જ્યારે પ્રવર્તતું હતું, ત્યારે પૃથ્વીપ્રતિષ્ઠાન નામનું તે ગ મ પણ તેના તાબામાં હતું શત્રુમર્દન રાજાએ શ્રી નયસારને તે ગામના ચિન્તક બનાવ્યા હતા. શ્રી નવસાર વિશિષ્ટ આચારાના પાલનમાં તત્પર, ધર્મશાસ્ત્રના શ્રવણથી હેયોપાદેયના જ્ઞાતા, ગાશ્મીર્યાદિ ગુણસમૂહના આવાસ રૂપ, સરલ સ્વભાવના, વિનયશીલ પ્રિયંવદ અને પરોપકારપરાયણ હતા.
-એ તા. ૨૨-૧૦-૩૪નું સાગરાનન્દસરિનું સિદ્ધચક વર્ષ
જે અંક ૧ લો : પૃ. ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪]
ભગવાન શ્રી ' જે કે- તેમને તથા પ્રકારની સાધુસેવાને રોગ મળ્યો નહિ હતો,
છતાં પણ તે શ્રી નયસાર અકરણય કરવા માટે આળસુ, અન્યને પીડા પમાડવાથી વિમુખ, ગુણ મેળવવામાં પ્રયત્નશીલ અને પરાયાં છિદ્રો જેવા માટે ચક્ષુ વિનાના હતા.
આવી ઉત્તમતાને ધરનારા પણ શ્રી નયસારને તેમના વડિલે એકદા વિનયગુણ પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપ્યો. ગુરૂજનના એ ઉપદેશને શ્રી નયસારે ઝીલ્યો. શ્રી નયસારની એકેએક પ્રવૃત્તિ વિનયમય . બની ગઈ. એનું પ્રત્યક્ષ પરિણામ એ આવ્યું કે-શ્રી નયસાર શગુમર્દન રાજાના અસાધારણ વિશ્વાસનું સ્થાન બની ગયા.
એક વાર શત્રુમર્દન રાજાને પ્રાસાદ તથા રથ બનાવવા માટે ઉત્તમ કાષ્ઠોની જરૂર જણાઈ. રાજાને લાગ્યું કે-નયસાર પૂરતી કાળજીથી જરૂરી ઉત્તમ કાષ્ઠને તકલીફ વેઠીને પણ લઈ આવશે. આથી રાજાએ શ્રી નયસારને બોલાવીને, ઘણાં ગાડાં તથા સંખ્યાબંધ સેવકેની સાથે મહા અટવીમાં જઈઉત્તમ અને મજબૂત કાઠે લઈ આવવાની આજ્ઞા ફરમાવી.
વિનયશીલ નયસાર પિતાના સ્વામિની આજ્ઞાને માથે ચઢાવી, આવશ્યક સામગ્રીથી સજજ બની, વિશિષ્ટ ભાતા સાથે મહા અટવીમાં પહોંચ્યા. એ મહા અટવી હિંસક પશુઓથી પરિપૂર્ણ હતી. શસ્ત્રધારી પણ એકાકી જેમાં ન ફરી શકે, એવી એ ભયંકર હતી. અહીં આવીને શ્રી નયસારે પોતાની સાથે આણેલ માણસમાંથી તેને લાયક એવા માણસને સરલ, લાંબા, વિશાલ, સુન્દર અને ગોળ અંધવાળાં વૃક્ષોને કાપવા માટે નિયુક્ત કર્યા. બીજા નેકરોએ રસાઈ આદિની તૈયારી કરી.
આમ કરતાં મધ્યાન્હ સમય થવા આવ્યો. ભજનવેળા થયેલી જાણી શ્રી નયસાર જમવા માટે તૈયાર થયા અને તે જ વખતે તેમના સેવકોએ વિચિત્ર રસપ્રધાન રઈ લાવીને તેમની પાસે હાજર કરી. મધ્યાન્હ થઈ જવાથી શ્રી નયસાર ક્ષુધા અને તૃષાથી આતુર બની ગયા હતા, છતાં વિચાર કરે છે કે અત્યારે અહીં કોઈ અતિથિ
આવી જાય તે કેવું સરસ થાય ? તે તે તેમને ભેજન આપીને જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
મહાવીરવ
[ ૧૫ હું ભજન કરું.” આ વિચાર આવતાની સાથે જ, શ્રી નયસાર થોડુંક ચાલીને દિશાઓનું અવલોકન કરવા લાગ્યા.
શ્રી નયસારની એ ભાવના ફળી. તપસ્વી મુનિવરને તે દિશા તરફ આવતા શ્રી નયસારે જોયા. એ મુનિવરનું શરીર પસીનાથી રેબઝેબ થઈ ગયું હતું. તેમને અતિશય થાક લાગ્યો હતો. ભૂખ અને તરસથી તેઓ આકુળ-વ્યાકુલ બની ગયા હતા. કપાતાં વૃક્ષોના પતનથી થતા કડકડાટ અવાજને સાંભળી, આટલામાં કઈ સાથે આવાસ કર્યો લાગે છે, એમ માનીને જ તેઓ આ તરફ આવી રહ્યા હતા. | મુનિવરોને જોતાં જ શ્રી નયસાર અત્યન્ત હર્ષાવેશમાં આવી ગયા અને તરત જ તેમની સામે ગયા. મુનિવરોની દશા જોઈને શ્રી નયસારનું હૈયું કરૂણરસથી ઓતપ્રોત બની ગયું. શ્રી નયસારે પૂછયું:
“આવા નિર્જન અને ભયંકર પ્રદેશમાં આપના જેવા પૂજ્યને કેમ વિચરવું પડ્યું ?'
“હે ભદ્ર! અમે નીકળ્યા હતા તે સાર્થની સાથે, પણ રસ્તે એક ગામમાં અમે ભિક્ષા માટે ગયા. ત્યાં ભિક્ષા મળી નહિ અને બીજી તરફ સાર્થ પણ ચાલ્યો ગયો. અમે સાર્થની શોધમાં નીકળ્યા, રસ્તા ભૂલ્યા અને અહીં આ મહા અટવીમાં આવી પહોંચ્યા.”
મુનિવરેના શ્રીમુખે આટલે ખૂલાસે સાંભળતાં તે શ્રી નયસાર લાલ-પીળા થઈ ગયા. તેમનાથી બેલાઈ ગયું
કેટલી નિર્દયતા ? કેવો વિશ્વાસઘાત ? પાપને ડર જ નહિ ? નરકે જવાની જ અભિલાષા ? જે આવું જ કરવું હતું, તો તે પાપાત્માઓએ આ મહાનુભાવ સાધુઓને સાથે આવવાની પહેલેથી જ ના પાડવી હતી. વિખૂટા પડેલા આ મુનિવરોને સિંહાદિકને ઉપદ્રવ થયે હેત તે શું થાત ?'
પિતાને કેપ વ્યક્ત કરીને શ્રી નયસારે મુનિવરને પ્રાર્થના કરી કે-“ખેર, એવા પાપિઓની વાતથી સર્યું. મારા પુયે જ આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬ |.
ભગવાન શ્રી મારા અતિથિ થયા છે. કૃપા કરીને આપ મારા આવાસે પધારે.”
શ્રી નયસારની આ વિનંતિથી પ્રત્યક્ષ ધર્મનિધાન સમા, ધીર અને યુગપ્રમાણ ભૂમિમાં દષ્ટિને સ્થાપન કરતા મુનિવરે શ્રી નયસારના આવાસમાં પધાર્યા. પુણ્યસંગે ઉત્પન્ન થયેલ સ્નેહને લીધે વૃદ્ધિ પામેલ તીવ્ર શ્રદ્ધાથી શ્રી નયસારે તે મુનિવરને વિધિપૂર્વક આહારપાણીથી પ્રતિલ.ભા. મુનિવરેએ પણ ખૂબ થાકેલા આદિ હોવા છતાં, પિતાના ઉત્તમ આચાર મુજબની ક્રિયા કર્યા પછી જ આહારપાણ વાપર્યો.
શ્રી નયસારના હૈયામાં તો હર્ષ સમાતું નથી. આ ઉત્તમ કોટિના અતિથિની ભક્તિનો લાભ મળવાથી શ્રી નયસાર પિતાને કૃતાર્થ માને છે. પ્રશસ્ત આનન્દસરમાં ઝીલતા શ્રી નયસાર ભજન કરીને તરત જ તે મુનિવરેની પાસે આવે છે. નમસ્કાર પૂર્વક વિનતિ કરે છે કે“ભગવન્! મારી સાથે પધારે. હું આપને નગરને માર્ગ બતાવું.”
મુનિવર શ્રી નયસારની સાથે ચાલ્યા. શ્રી નયસાર હજુ બેધિને પામ્યા નથી, છતાં કેટલી ઉત્તમતા ધરાવે છે ? પુરૂષોત્તમપણુના સૂચક પરાર્થવ્યસનિતા આદિ ગુણોને અહીં સાક્ષાત્કાર થઈ રહ્યો છે. પરેપકાર, ઉચિત ક્રિયા અને દેવ-ગુરૂનું બહુમાન અ દિ ગુણે સામગ્રીના પ્રમાણમાં કાર્યરૂપે પ્રગટયા વિના રહે જ નહિ, એવું આમાંથી પણ સૂચન મળે છે. શ્રી નયસારની કાર્યવાહી જેઈને તે મુનિવરે માં જે એક મુનિવર ધર્મકથા-લધિસંપન્ન હતા, તેમને લાગ્યું કે “આને ધમ પમાડવાનો આ સરસ યોગ છે. અવશ્ય આ સદ્દધર્મમાં જોવા લાયક છે.” આથી તેમણે શ્રી નિત્યસાર પાસે પોતાની ધર્મોપદેશ દેવાની ઈચ્છા વ્યક્ત કરી. શ્રી નવસારે કહ્યું
ભગવન! આપ આવી આશંકા કેમ લાવે છે? આપની આના શિર સાટે પણ સ્વીકારવાને હું તૈયાર છું.” | મુનિવરે શ્રી નયસારને મિથ્યાત્વની ભયંકરતા અને સમ્યકત્વની
સુન્દરતા સમજાવીને, સમ્યક્ત્વને આદરપૂર્વક સ્વીકાર કરવાનું કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
મહાવીરદેવ
[ ૧૭ શ્રી નયસારને એમ થઈ ગયું કે-ગુરૂમહારાજની કેટલી અસીમ કૃપા છે? મારા જેવા નાલાયકને તે આવો ઉપદેશ હોય ?” આથી શ્રી નયસારે ભક્તિભર હૈયે પોતાનું લલાટ નમાવી, હાથ જોડીને કહ્યું કે
ભગવાન ! સાક્ષાત પશુ સમાન, અત્યન્ત અયોગ્ય, બુદ્ધિહીન અને નિરંતર પાપકર્મમાં આસક્ત એવા પણ મને આપ આ ઉપદેશ કેમ આપે છે ?”
“ભદ્ર! તું એમ ન બેલ! અત્યારે કેટલાંક પ્રત્યક્ષ લક્ષણેથી તારામાં સંપૂર્ણ યોગ્યતા છે એમ જણાઈ આવે છે. નહિ તે આવી ભયંકર અટવીમાં અમે તારા જોવામાં ક્યાંથી આવીએ ? અને કદાચ જેવામાં આવીએ તોય તમે અમને જેવાથી જે પ્રમોદ થયો તે ક્યાંથી થાય ? એ પછીથી પણ પોતાના માટે આવેલ ભોજનનું અમને દાન દેવાની તને બુદ્ધિ થઈ તે કેમ થાય ? પુણ્યહીના દૃષ્ટિપથમાં તો અમારા જેવા અતિથિઓ આવેય નહિ અને તેમને આવો ભક્તિભાવ પણ કદી જ ઉત્પન્ન થાય નહિ. આવા પ્રકારની સામગ્રી તે ભારે પુણ્યના પ્રભાવે મેક્ષલક્ષ્મીને ઈચછનારા મનુષ્યોને જ નિશ્ચયથી ઘટી શકે. આર્યક્ષેત્ર, કકરહિત ઉત્તમ કુલ અને મનુષ્યજન્મ તેમજ અનુપમ રૂપ, રોગરહિત શરીર, સંપૂર્ણ આયુષ્ય, સમસ્ત કળાઓમાં કુશળતા અને સાધુઓને ગ–આ બધી જ સામગ્રી તને પુણ્યના પ્રકર્ષથી પ્રાપ્ત થઈ છે. અનુપમ મોક્ષસુખ રૂ૫ ફળ આપવાને આ સમર્થ છે, માટે પૂર્વે નહિ પમાએલા એવા શ્રી જિનકથિત ધર્મને તું સ્વીકાર કર!”
મુનિવરના શ્રીમુખેથી આ વિગેરે સાંભળતાં, શ્રી નયસારમાં તીવ્ર સંવેગ ઉત્પન્ન થયા. આંખમાં આનન્દનાં આંસુઓ ઉભરાયાં. વસુધાતલને મસ્તક સ્પર્શે એ રીતિએ નમસ્કાર કરતાં શ્રી નયસારે કહ્યું કે
હે ભગવન! આપ તે સમસ્ત પ્રાણિઓને તારવાને તત્પર એવા નિષ્કારણુવત્સલ છે. હવે ભવવિરક્ત થયેલા મારામાં આપ સમ્યક્ત્વનું આરોપણ કરે !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮ ]
ભગવાન શ્રી ગુરૂમહારાજાએ પણ શ્રી જિનકથિત નીતિથી યોગ્યતા ગુણ અને ચિત્તને ઉત્સાહ પ્રમુખ પ્રધાન શુકને જોઈને સમત્વનું આરોપણ કર્યું. પછી કહ્યું કે-“ભદ્ર! શંકાદિ દેથી રહિતપણે તારે આનું પાલન કરવું : કારણ કે–આ સમ્યક્ત્વ નિર્વાણલક્ષ્મીનું કારણ છે. તું ધન્ય છે કે–સેંકડે દુઃખેથી રૌદ્ર એવા આ ભવસમુદ્રને તરવા માટે નાવ સમાન શ્રી જિનધર્મને તું પાપે. અનન્ત જીવોએ આનું સદા પાલન કરતાં આના પ્રભાવથી દુઃખોને જલાંજલિ દીધી છે. આથી હે ભદ્ર! સ્વભાવે ક્ષણભંગુર એવા સંસારના સુખ નિમિત્તે કઈ વાર પણ તું આ ધર્મમાં પ્રમાદ કરીશ નહિ.”
શ્રી નયસાર તે આ સાંભળતાં વધુ હર્ષ પામ્યા. એમને લાગ્યું કે-“ગુરૂમહારાજે મારા ઉપર અનુપમ ઉપકાર કર્યો. આથી તેમણે ગુરૂમહારાજને પિતાના ધન, રત્ન અને ભવન આદિનો સ્વીકાર કરવાની પ્રાર્થના કરી. શ્રી નયસારે એમ પણ કહ્યું કે–“એટલું આપવાથી પણ શું? આ મારે જીવ પણ આપને આધીન છે.' - ૪ શ્રી તીર્થંકરદેવના પ્રથમ સમ્યકત્વને પણ વરબોધિ કહેવાય છે. સાગરાનન્દસૂરિ જો કે-અત્યારે એનો ઈનકાર કરી અનેક લોચા ઉભા કરે છે, પરંતુ પિતાના સિદ્ધચક્રના ત્રીજા વર્ષના પહેલા અંકના બીજા પાને તેમણે જ લખ્યું છે કે
જે કે સામાન્ય રીતે બીજા તીર્થકર નહિ થવાવાળા જીવોના સમ્યકત્વ કરતાં તીર્થકર થવાવાળા જીવોનું સમ્યકત્વ શ્રેષ્ઠ ગણાય જ છે, પણ ઉપર જણાવેલી અપેક્ષાએ પણ તે નયસારના ભવના સમ્યક્ત્વને શ્રેષ્ઠ સમ્યક્ત્વ ગણું વરાધિ તરીકે ગણાય...”
“યં ગ્ય "પદને અંગે શ્રી લલિતવિસ્તરામાં જણાવેલું છે કે
" स्वयंसंबुद्धेभ्यः " तथाभव्यत्वादिसामग्रीपरिपाकतः प्रथमसम्बोधेऽपि स्वयोग्यताप्राधान्यात् त्रलोक्याधिपत्यकारणाचिन्त्यप्रभावतीर्थकरनामकर्मयोगे चापरोपदेशेन स्वयं आत्मनैव सम्यग्वरबोधिप्राप्त्या बुद्धा मिथ्यात्वनिद्रापगमसम्बोधेन વહંદુતા................
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
મહાવીરદેવ
[ ૧૯ ગુરૂમહારાજ કહે છે કે-“તમે આવું કહ્યું તે સારું જ કર્યું. ખરેખર, સફદાયક ગુરૂને ઉપકાર એ અનુપમ છે કે–ઘણુ ભવે સુધી હજારે કે ક્રોડે ઉપકાર કરવામાં આવે, તોય તેને બદલે વળી શકે નહિ. પરંતુ તમે આ ધર્મકર્મમાં નિરન્તર ઉદ્યમ કરનારા બને, એથી પરમાર્થથી તે તમે અમને સઘળું જ આપી ચૂક્યા છે.”
માર્ગમાં વૃક્ષની નીચે બેસીને આ પ્રકારને ઉપદેશ આપ્યા પછીથી, મુનિવરેએ શ્રી નયસારને કહ્યું કે-“હે ભદ્ર! હવે અમને આગળ જવાની અનુજ્ઞા આપો !”
આ સાંભળતાં ગુરૂદર્શનના વિરહની અસહ્ય પીડા શ્રી નયસારે અનુભવીઃ પણ બીજો ઉપાય નહિ હતો, એટલે દૂર સુધી શ્રી નયસાર મુનિવરોની સાથે ગયા અને માર્ગ દેખાડી પાછા ફર્યા.
વધિમેવોf તીર્થકરાતીર્થયોર્વોચ્ચ ઈવ..... भगवद्बोधिलाभो हि परम्परया भगवद्भावनिवर्तनस्वभावो......
વળી પ્રથમ સમ્યક્ત્વની વાત છે જેમાં તેને અંગે પંજીકાકાર મહાત્મા પણ સ્પષ્ટ ફરમાવે છે કે
વવોઝિટ્યુિન્ ! ”
આ વિગેરે વસ્તુઓ યથાર્થ રૂપે વિવેકપૂર્વક વિચારવામાં આવે તો, શ્રી તીર્થંકરદેશના પ્રથમ સમ્યક્ત્વને પણ વરબાધિ તરીકે માનવામાં અડચણ લાગે તેમ નથી. સાગરાનન્દસૂરિ તો દુરાગ્રહથી ભાનભૂલાપણું બતાવી રહ્યા છે. બાકી શ્રી લલિતવિસ્તરાની છપાએલી પ્રતમાં તેમણે જ નોંધ કરેલી છે કે
" अत्रापि स्वयोग्यताप्रकर्षवशादेव तेषां तथाविधसर्वोत्तमबोधिलामे भवतीति प्रथमसम्बोधोऽपि तेषां स्वहेतुजः सर्वप्रथमसम्बोधोत्तमो भवतीति ।"
અત્રે એ વાત પણ યાદ રાખવી જોઈએ કે શ્રી તીર્થંકરદેવના આત્માઓને બેધિલાભ અન્યના ઉપદેશ યોગ થયો હોય તે પણ, તેમાં તે તારકના આત્માની યોગ્યતાની જ પ્રધાનતા ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૦ ]
ભગવાન શ્રી
પાછા ફરતાં માર્ગમાં પણ શ્રી નયસાર ગુરૂવચનને ભાવતા હતા અને ભવભયને ચિતવતા હતા.
આ રીતિએ પોતાના આવાસે પાછા ફરીને શ્રી નયસારે રાજાની આજ્ઞા મુજબનું પોતાનું કાર્ય પતાવી લીધું. સારા કાષ્ઠનાં ગાડાં ભરીને તાકરવર્ગ સાથે શ્રી નયસાર પેાતાના સ્થાને આવ્યા અને તે કાષ્ઠા રાજાને મેાકલી આપ્યાં.
કરતા
હવે તે। શ્રી નયસારના જીવનમાં અજબ જેવા પા આવી ગયા હતા. ત્યારથી તે પ્રતિદિન શ્રી જિનધર્મના અભ્યાસ હતા અને જીવ, અજીવ આદિ નવ તત્ત્વાને ચિન્તવતા હતા. જીવ ધ્યાનું પાલન, મુનિજનેાની ભક્તિ અને સાર્મિકાનું બહુમાન કર– વામાં શ્રી નયસાર કુશલ બન્યા હતા. અત્યન્ત આદરપૂર્વક શ્રી જિનશાસનને મહિમા વધારવાના કર્તવ્યને પણ તેએ ચૂકયા નથી.
શ્રી નયસારનું મૃત્યુ પણ સમાધિમય હતું. તેએ અન્તિમ આરાધનાથી વંચિત નહાતા રહ્યા. શ્રી અહિન્ત આદિ પાંચના નમસ્કારનું સ્મરણ કરતાં કરતાં જ શ્રી નયસાર કાર્ય તથાપ્રકારના કારણને પામી મૃત્યુને પામ્યા હતા.૫
૫–શ્રી નયસારના સંબંધમાં આટલી બધી, અરે–આનાથીય વધુ વિગતા પ્રાપ્ત થતી હાવા છતાં પણુ, સાગરાનન્દસૂરિએ તેમના સિદ્ચક્રના ત્રીજા વર્ષના પહેલા અંકના પાંચમા પાને લખ્યું છે –
“ જો કે નયસારની જિંદગીના બીજા વૃત્તાંતા કાઈ પણ શાસ્ત્રમાં ઉલ્લેખિત થએલા જોવામાં આવતા નથી, છતાં તલાટીપણામાં બાળવાના લાકડાં માટે જંગલમાં મધ્યાહ્ન વખતે નિવાસ કરવાનું કહેલું એકજ વર્ણન ચેાખાની ભરેલી હાંલ્હીમાંથી બે દાણા ચાંપવાથી જેમ આખી હાંલ્લીની સ્થિતિ માલમ પડે તેમ આ એક ખાળવાનાં લાકડાં જેવી ચીજને માટે આપેલું વર્ણન તેમની સ્વાભાવિક જિંદગીને ચિતાર આપવા માટે બસ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
મહાવીરદેવ
[[ ૨૧ શ્રી “મરીચિ તરીકેના ત્રીજા ભવમાં
સમાધિ-મરણને પામેલા શ્રી નયસારને જીવ ત્યાંથી સૌધર્મ દેવલોકમાં ગયો. ત્યાંનું પલ્યોપમ પ્રમાણ આયુષ્ય ભેગવીને, ભગવાન શ્રી મહાવીરદેવને એ છવ શ્રી ભરત રાજાની વામાદેવી નામની ભાર્યાની કુક્ષિમાં આવ્યો. એ આગમન શ્રેષ્ઠ સ્વપ્નથી સૂચિત હતું. શુભ મુહૂર્ત એમને જન્મ થયો. ‘ઉત્તમ તેજને વિસ્તારનાર તે પુત્રપણે જન્મતાં, તેમનું “મરીચિ' એવું નામ સ્થાપવામાં આવ્યું.
સાગરાનન્દસૂરિનું આ લખાણ ભારોભાર અસત્યથી ભરેલું છે, કોઈ પણ શાસ્ત્રના વૃત્તાન્તને અનુકૂળ નથી જ, છતાં ખૂબી તે એ પણ છે કે તેઓ-કઈ પણ શાસ્ત્રમાં...નથી'-આવું લખવાની ધૃષ્ટતા કરી શક્યા છે. આ તેમના મિથ્યાભિમાનને જ પ્રતાપ છે. મિથ્યાત્વને કારણે ઉદય તેમને પીડી રહ્યો હોય, તેમ તેમણે શ્રી નયસારને અંગે સંખ્યાબંધ જુઠ્ઠી બાબતે તથા શાસ્ત્રવિરૂદ્ધ કલ્પનાઓ આલેખી છે.
૬-આને અંગે પણ સાગરાનન્દસૂરિએ મહત્ત્વની ભૂલ કરી છે. સાગરાનન્દસૂરિ તેમના સિદ્ધચક્રના વ. ૩, અં. ૭, પૃ. ૧૪૭ માં લખે છે કે
જે કે અનુષ્ણ છતાં પ્રકાશ કરવારૂપ કાર્ય ઉદ્યોત નામકર્મને લીધે હોય છે અને તે નામકર્મ કેવળ સૂર્યના વિમાનપણે પરિણમેલા માત્ર પૃથ્વીકાયિક જીવોને જ હોય છે.”
વસ્તુતઃ સૂર્યના વિમાનપણે પરિણમેલા પૃથ્વીકાયિક જીવોને જ આપ નામકર્મ હોય છે, જ્યારે ઉદ્યોત નામકર્મ તે યતિના વૈક્રિય શરીર આદિ અનેકને હોઈ શકે છે. જૂઓ પ્રથમ કર્મગ્રન્ય–ગાથા ૪૫ અને ૪૬. " रविबिंबे उ जिअंगं, तावजुअं आयवाउ न उ जलणे ।
जमुसिणफासस्स तहिं, लोहिअवण्णस्स उदउत्ति॥४५॥" " अणुसिणपयासरूवं, जिअंगमुजोअए इहुज्जोआ ।
जयिदेवुत्तरविक्किय-जोइसखजोअमाइव्व ॥ ४६॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૨ ]
ભગવાન શ્રી
શ્રી ભરત, એ શ્રી ઋષભદેવના પુત્ર હતા. ભગવાન શ્રી કષભદવસ્વામિજી દીક્ષિત બની ચૂક્યા હતા. ઉત્કટ સંયમસાધનામાં લીન બનેલા પ્રભુએ એક હજાર વર્ષ પર્યન્ત છદ્મસ્થપણે વિહાર કર્યો. એ એક હજાર વર્ષમાં આવેલા પ્રમાદના કાળને એકત્ર કરતાં માત્ર એક અહોરાત્ર એટલે જ પ્રમાદકાળ થાય. આમ અપ્રમત્ત પણે વિચરતા ભગવાન ફા. વ. ૧૧ ના દિને કેવલજ્ઞાન પામ્યા. પ્રભુના આગમનને જણાવવા માટે શ્રી ભરતે નિયુક્ત કરેલા પુરૂષ, કેવલજ્ઞાનની ઉત્પત્તિના સમાચાર આપવા આવ્યા. વળી એ જ વખતે આયુધશાળામાં ચક્રરત્ન પ્રગટતાં, તેના સમાચાર આપવા માટે અન્ય નેકરે પણ આવ્યા. આમ બન્નેય સમાચાર આપનારા સમકાળે આવતાં, તેમના વૃત્તાન્તને સાંભળીને શ્રી ભરતે વિચાર્યું કે
ચક્રરત્ન તે માત્ર આ લેક સંબંધી તુચ્છ સુખ સંપાદન કરવામાં સાધનભૂત છે અને ભગવંતનું જ્ઞાન તો ઉભય લેકના અનુપમ સુખને સંપાદન કરવામાં કારણભૂત છે.”
આવો વિચાર કરીને શ્રી ભરત ભારે પ્રમાદપૂર્વક પ્રભુના કેવલજ્ઞાનને મહિમા કરવા નીકળ્યા. શ્રી મરીચિ પણ સાથે જ હતા.
શ્રી મરીચિએ શ્રી આદિનાથ ભગવન્તના પ્રથમ સમવસરણની ઋદ્ધિને જોઈ અને ભૂત, ભાવિ તથા વર્તમાન વસ્તુસમૂહમાં સંદેહ રૂપ
૭-સાગરાનન્દસૂરિએ આ શ્રી મરીચિના ભવને અંગે બીજી પણ કેટલીક મિથ્યા પ્રરૂપણ કરેલી છે. પહેલી વાત તો એ છે કે-શ્રી મરીચિ દીક્ષિત થયા ત્યારે શ્રી ભરત ચક્રવર્તિપણાને પામ્યા જ નહોતા. મરીચિ દીક્ષિત બન્યા બાદ જ શ્રી ભરતે છ ખંડની સાધના કરી છે. આમ છતાં સાગરાનન્દસૂરિ પિતાના સિદ્ધચક્રના ત્રીજા વર્ષના સાતમા અંકના ૧૪૮ મા પાને લખે છે કે
“મરીચિ નામવાળા કુંવરને, પોતાના પિતાની ઋદ્ધિને ભોગવટે અવ્યાબાધપણે હોવાથી તે કુંવરને પણ પિતાનું ચક્રવર્તીપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
મહાવીરદેવ
[ ૨૩ અગ્નિને શાન્ત કરનાર અમૃતધારા સમી પ્રભુની ધર્મદેશના સાંભળી : એથી શ્રી મરીચિને જીવિતની ચંચલતા સમજાઈ: કમલાક્ષીઓનાં સંયોગસુખને તેઓ વિકાસ પામેલ મોટી વિષલતા સમાન માનતા થયા ? હોવાથી ચક્રવર્તીદિના ભોક્તા કહેવામાં અડચણ જણાતી નથી. શાસ્ત્રમાં સંભળાય છે કે સગર ચક્રવતીના ભગીરથ વિગેરે પુત્રોએ ચક્રવર્તીના દંડ, રત્નાદિને ઉપયોગ યથેચ્છ૫ણે કરેલ છે, તે જ પ્રમાણે ભરત ચક્રવર્તીના મરીચિ વિગેરે પુત્રો પણ સેનાની રત્ન, જેમ અશ્વરત્ન વિગેરેનો ઉપયોગ કરે છે તેવી રીતે યથેચ્છપણે ઉપયોગ કરનારે હેઈ મરીચિકુમાર ચક્રવતઋદ્ધિને યથાર્થ ભોક્તા ગણાય તેમાં આશ્ચર્ય નથી.”
આ ઉપરથી વાંચકે સમજી શકશે કે-જ્યાં ચક્રવતી તરીકેની દ્ધિ પ્રગટી નથી, ત્યાં તેમના પુત્રને તે ઋદ્ધિને ભેગવટે હોવાનું પ્રરૂપવું–એ સાગરાન્દસૂરિને કેવળ મિથ્યાવાદ જ છે.
- હવે બીજી વાત એ છે કે-એ જ ફકરામાં સાગરાનન્દસૂરિ આગળ લખતાં જણાવે છે –
એ હિસાબે ચૌદ રત્ન, નવ નિધાન અને છ ખંડની ઋદ્ધિને બેગ લઈ શકનાર એ મરીચિકુમાર......”
આવું લખી મારતાં સાગરાનન્દસૂરિ એટલું પણ ભૂલી જાય છે કે-ચાદ રત્નમાં એક સ્ત્રી રન પણ ગણાય છે અને તેય માતા રૂ૫ હાઈ પુત્રના ભગવટાની કલ્પના કરવી, એ કેટલે કારમે સ્વચછન્દ છે?
હવે આ પ્રસંગને લગતી સાગરાનન્દસૂરિએ લખેલી ત્રીજી મિથા વાત પણ જોઈએ. પિતાના સિદ્ધચક્રના બીજા વર્ષના એકવીસમા અંકના ૪૯૨ મા પાના ઉપર સાગરાનન્દસૂરિ લખે છે કે –
“ભગવાન મહાવીરને ભવ જે મરીચિ, તેમાં જે દીક્ષિત થએલા છે, પ્રતિબોધ પામેલા છે, તે સંસારની અસારતાના જ્ઞાનથી નહિ, ત્યાગના સુન્દરપણને લીધે નહિ, પણ શ્રી ઋષભદેવજીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૪ ]
ભગવાન શ્રી
અને સ્નેહ-સંબંધની ક્ષણભંગુરતા પણ જાણી શક્યા : આવી રીતિએ સદ્દધર્મના પરિણામ અત્યન્ત વૃદ્ધિ પામતાં શ્રી મરીચિએ પિતાના પિતામહ પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી.
ભગવન્તના આ પ્રથમ સમવસરણમાં બીજી પણ દીક્ષાઓ આદિ થયેલ છે, પણ તેવી તે ઘણી ય વાતો આમાં લીધી નથી.
હવે શ્રી મરીચિમુનિ, સમ્યફપ્રકારે શ્રમણુધર્મને આદરતા પ્રભુની સાથે વિહરવા લાગ્યા. દશ પ્રકારની આવશ્યક સામાચારી પાળતાં, સિદ્ધાન્તમાં દર્શાવેલ સંયમકરણમાં પરાયણ બનીને, સંસારની અસારતાને ભાવતાં અને અઢાર પ્રકારના બ્રહ્મચર્યને આચરતાં શ્રી મરીચિમુનિએ ઘણાં વર્ષો વ્યતીત કર્યા. તીર્થંકરપણાની ઋહિ દેખીને જ, ઋદ્ધિની અપેક્ષાએ જે ત્યાગી થનારે છે, એના ત્યાગને દ્રવ્યત્યાગ કહે કે નહિ ?”
સાગરાનન્દસૂરિનું આ પણ એક ભયંકર જુઠાણું જ છે. શ્રી મરીચિના ત્યાગને અંગે પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી ત્રિષષ્ઠિશલાકાપુરૂષચરિત્રના દશમા પર્વના પહેલા સર્ગમાં સાફ સાફ ફરમાવે છે કે – “મમા મોઘેર, ચિમી = નામા धम चाकर्ण्य सम्यक्त्व-लब्धधीर्वतमाददे ॥ २९ ॥”
પરમ ઉપકારી શ્રી ગુણચન્દ્ર ગણિવર પણ પિતાના રચેલા પ્રાકૃત મહાવીરચરિત્રમાં ફરમાવે છે કે –
अन्नया य सो मिरिई कुमारो भगवओ आइतित्थगरस्स असोगपुप्फबुट्टिपमुहं च पाडिहेरविभूई चउचिदेवनिकाएण कीरमाणि दट्टण तीआणागयपडुप्पण्णवत्थुसत्यवित्थरगयसंदेहसंदोदहणपसमणेक्कपीऊसद्धाराणुगारिणिं धम्मदेसणं निसामिऊण य करिकलहकन्नतालतरलमवलोईऊण जिवियं उब्वेलिरमहलविसघेलरीसरित्थं निच्छिऊण कुवलयच्छिसंजोगसमुन्भवसुहं अचंडतडिदंडभंगुरं जाणिऊण पणइजणपेमप्पबंधं परूढगाढसद्धम्मपरिणामो महाविभूइए पियामहस्स पासे पव्वइओत्ति । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
[ ૨૫
મહાવીરદેવ
એકદા ઉનાળામાં અગ્નિની જવાલા સમાન વિકરાળ સૂર્યનાં કિરણ તપતાં, દઢ ચારિત્રાવરણીય કર્મને દેષથી શ્રી મરીચિમુનિનું હદય મલિન બન્યું. ગરમ પવન, પસીને અને નહિ નહાવાના યોગે પણ પ્રસરતો મલ સહવો તેમને અતિશય આકરું લાગે. મેહપિશાચે શ્રી મરીચિ મુનિને પરાસ્ત ક્ય.
આમ સંયમમાં શિથિલ થયેલા શ્રી મરીચિમુનિએ “શું કરવું?– એ વિષે બહુ બહુ વિચાર કર્યા. ઘેર પાછા જવું, એ એમને સલામત લાગ્યું નહિ. “ઘેર પાછા જવું એ તો મારા માટે સર્વથા અયુક્ત છે”—એમ એમને લાગ્યું. સંયમપાલન અશક્ય બન્યું અને ઘેર જવું નહિ એવો નિર્ણય કર્યો, એટલે તેઓ કઈ અનુકૂળ ઉપાય શોધવા લાગ્યા.
આખર તેમણે ત્રિદંડી વેષ ક. પિતે મન, વચન અને કાયાના ત્રિદંડથી જીતાએલા હેઈને, તેના ચિન્હ રૂપ ત્રિદંડ રાખવાને નિર્ણય કર્યો. એ જ રીતિએ જુદી જુદી દષ્ટિએ માથે શિખા રાખવાને, સુવર્ણમુદ્રિકા રાખવાને, ચન્દનાદિક રાખવાને, છત્ર તથા rઉપાનહ રાખવાન, રંગેલાં વસ્ત્ર રાખવાનું અને પરિમીત જલથી સ્નાન કરવાને નિર્ણય કર્યો.
આ બધી કલ્પના શ્રી મરીચિમુનિએ પિતાની અસંયમશીલતાને આંખ સામે રાખીને જ કરી છે. સંયમ પ્રત્યે તેમના હૈયામાં લેશ પણુ દુર્ભાવ પ્રગટયો નથી. પ્રભુમાર્ગ પ્રત્યેને તેમને અવિહડ રાગ કાયમ જ છે. “આ યતિધર્મ અત્યન્ત અપ્રમત્ત અને મહા સત્વશાલીને જ આદરવા યોગ્ય છે અને હું તે દુર્દાન્ત ગર્દભ સમાન છું.”—એવી તેમની માન્યતામાં પરિવર્તન આવ્યું નથી.
આ જ કારણે પિતાની કલ્પના મુજબને ત્રિદંડી વેષ ધરવા છતાં પણ તેઓ પ્રભુની સાથે ફરતા હતા અને સૂત્રાર્થના જાણુ તથા તપદેશ આપવાને સમર્થ હોવાથી, જે કોઈ તેમને ધર્મ પૂછવા આવતા, તેમને તેઓ શ્રી જિનાજ્ઞાનુસારી જ ઉપદેશ આપતા હતા. મુનિઓના
આચારનું પણ તેઓ યથાર્થ વર્ણન કરતા હતા અને-“જે અખંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૬ ].
ભગવાન શ્રી મેક્ષસુખને તમે વાંછતા હે, તે તમે શ્રી જિનપ્રણત યતિધર્મને બરાબર આચરે.”—એમ ફરમાવતા હતા.
તેમના મુખેથી ઉત્તમ યતિધર્મના આચારોને સાંભળતાં, લેકે એમ પણ પૂછતા હતા કે-જે એવા પ્રકારને ચારિત્રધર્મ છે, તે તમે છત્ર પ્રમુખ ઉપકરણો શા માટે રાખો છે ? શિરચાદિકને બરાબર કેમ આચરતા નથી?”
એ વખતે મરીચિ કહેતા કે મારી બુદ્ધિ સંસારને વશ છે. મોહ રૂપ મહામલે મને જીતી લીધો છે. ઉછુંખલ કષાય રૂ૫ દુર્જનેથી હું ખલિત થયો છું. દુર્દાન્ત ઈન્દ્રિયો રૂપ ચોરેએ મારું પ્રશમધન લુંટી લીધું છે. દુર્ગતિ રૂ૫ રાક્ષસી મને સાદર જઈ રહી છે. આથી તમે મારા ગુણદોષનું અવલોકન કરવાનું રહેવા દ્યો અને નીચ માણસે લાવેલા મહામણિની જેમ મારાથી કહેવાએલા મુનિધર્મને સ્વીકાર કરી કૃતાર્થ થાઓ !”
આ સુન્દર ખૂલાસે નિર્દષ્ણપણે કરે, એ શુદ્ધ સમ્યકત્વ વિના શક્ય નથી. આ રીતિના મરીચિના ઉપદેશથી પ્રતિબોધ પામીને અનેક આત્માઓ શ્રમણદીક્ષા સ્વીકારવાને તત્પર બની મરીચિની પાસે આવતા. મરીચિ પણ તેમને શિષ્યભાવે ઉપસ્થિત થએલા જાણીને, પ્રભુની પાસે મોકલી આપતા.
એક વાર સમવસરણમાં વિરાજમાન શ્રી ઋષભદેવ ભગવાનને શ્રી ભરત ચક્રવર્તિએ પૂછ્યું કે-“હે ભગવન ! આ પર્ષદામાં એવો કેાઈ ભવ્યજન છે, કે જે આ ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં તીર્થકર થનાર હેય?”
એ વખતે કુલિંગયુક્ત મરીચિને બતાવતાં ભગવાને કહ્યું કે“આ તારો પુત્ર મરીચિ આ ચોવીસીમાં ચરમ તીર્થપતિ થશે. વળી
એ તે પહેલાં ભરતાર્ધનો સ્વામી ત્રિપૃષ્ટ નામે વાસુદેવ થશે અને - મહાવિદેહમાં પ્રિય મિત્ર નામે ચક્રવર્તી પણ થશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
મહાવીરદેવ
[ ૨૭ શ્રી ભરત ચક્રવતી આ સાંભળીને અત્યન્ત હર્ષ પામ્યા. તેમને થયું કે મરીચિનો આત્મા કાઈ અનુપમ કેટિને છે. આમ તો મરીચિમુનિએ યતિધર્મને ત્યાગ કરેલ અને કુલિંગ સ્વીકારેલું, એટલે પરમ શ્રાવક શ્રી ભરત ચક્રવતી તેમને વન્દન કરતા નહિ પણ તેમને ભાવિ તીર્થંકર જાણીને વન્દન કરવાનું મન થઈ ગયું.
પ્રભુની અનુજ્ઞા લઈને શ્રી ભરત ચક્રવર્તી ત્યાં આવ્યા, કે જ્યાં મરીચિ પરિવ્રાજક બેઠા હતા. ત્રણ પ્રદક્ષિણ દઈને શ્રી ભરત ચક્રવર્તિએ તેમને વન્દન કર્યું, પ્રભુએ કહેલી હકીકત જણાવી અને તેમના અહેભાગ્યની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. સાથે ખૂલાસો કરી દેવાને પણ એ પરમ વિવેકી શ્રી ભરત ચક્રવર્તી ચૂક્યા નહિ. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે-“હું કાંઈ તમારા આ પરિવ્રાજકપણને નમતો નથી હું તે તમે ભવિષ્યમાં તીર્થકર થવાના છે, એથી જ તમને વંદન કરું છું.'
આ પ્રસંગે મરીચિમાં ભારે કુલમદ ઉત્પન્ન કરી દીધો. પોતે સંયમથી પતિત થયેલા છે અને સંયમથી પતિત થવાના યોગે જીવને કેવા અનર્થોના ભંગ થવું પડે છે એ જાણે છે. આ સ્થિતિમાં જ્યારે એમ નિશ્ચિતપણે માલુમ પડે કે-“ભવિષ્યમાં વાસુદેવ પણ થઈશ, ચક્રવર્તી પણ થઈશ અને અન્ત તીર્થકર પણ થઈશ.”—ત્યારે હર્ષાતિરેક થવો એ સ્વાભાવિક છે. “મારા પિતામહ પ્રથમ તીર્થપતિ છે, મારા પિતા પ્રથમ ચક્રવર્તી છે અને હું પહેલે વાસુદેવ થઈશ ? આવું ઉત્તમ કુલ કેનું હોઈ શકે?”—આ વિચાર આવવો એય સ્વાભાવિક છે. આમ છતાં, આવો કુલમદ પણ આત્માને હાનિ જ પહોંચાડનાર છે. મરીચિ તો ત્રિપદી વગાડીને નાચવું તથા ભુજાસ્ફોટ કરો આદિ પણ અભિમાનથી કરી ચૂક્યા છે. વિવેકને તજ, લજાને વિસારી, ઉન્માદને આધીન બન્યા વિના આવો હર્ષાતિરેક અને આવો કુલમદ આવે એ શક્ય નથી. આ કુલમદના પ્રતાપે મરીચિએ દઢ. નીચ ગોત્રકર્મ બાંધી લીધું.
આ પછી કેટલાક કાળે ભગવાન શ્રી ઋષભદેવસ્વામિ નિર્વાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
ભગવાન શ્રી પામ્યા. તે પછી પણ મરીચિ તો ભગવાનના સાધુઓની સાથે જ વિચરતા. પોતાની પાસે જે કોઈ ધર્મ સાંભળવાને આવતા, તેમને મરીચિ શ્રી જિનકથિત ધર્મને જ ઉપદેશ આપતા અને પ્રતિબોધ પામીને જે કોઈ દીક્ષા લેવાને તૈયાર થતા, તેમને તેઓ ભગવતના સાધુઓની પાસે જ મોકલી આપતા. પોતે કેઈને પણ શિષ્ય બનાવતા નહિ.
હવે એવું બન્યું કે-એક વાર મરીચિ બીમાર થયા. બીમારી પણ કારમી હતી. પોતાને માટે જરૂરી અન્ન-પાન લાવવાની શક્તિ રહી નહિ, શરીરસંસ્કાર આચરવાને ય તે અસમર્થ બની ગયા અને બોલવાની તાકાત પણ ગુમાવી બેઠા. મરીચિના ઉપદેશથી પ્રતિબંધ પામી દીક્ષિત બનેલા પણ અનેક સાધુઓ ત્યાં વિદ્યમાન છે, પરંતુ સંયતથી અસંયતની સેવા આદિ ન થઈ શકે–એવી માન્યતાના કારણે, નથી તે કઈ તેમના વ્યાધિનિવારણ માટે પ્રયત્ન કરતા કે નથી તે કેઈ તેમના વ્યાધિની હકીકત પૂછતા.
આ વખતે મરીચિને ક્ષણભર એમ થઈ જાય છે કે-આ સાધુઓ કેવા નિર્દય છે? કેવા સ્વાર્થી છે ? લેકવ્યવહારથી કેટલા વિમુખ છે? હું તમને ઉપકારી છું, ચિરકાલનો પરિચિત પણ છું અને એક જ ગુરૂના હાથે અમે દીક્ષિત થયેલા છીએ તથા સમાન ધર્મમાં પ્રતિબદ્ધ પણ છીએ. આમ છતાં, તેઓ મારા તરફ સ્નિગ્ધદષ્ટિએ જેવા માત્રની પણ તસ્દી લેતા નથી !”
આ વિચાર આવ્યો તે ખરો, પણ તે મરીચિના વિવેકશીલ અન્તઃકરણમાં સ્થિરતા પામી શક્યો નહિ. મરીચિએ તરત જ વિચાર્યું કે-“મારે આવું ખરાબ ચિન્તન કરવું એ યોગ્ય નથી. આ મહાનુભવ મુનિવરો પોતાના શરીર પ્રત્યે પણ નિર્મમ છે અને એથી તેઓ જ્યાં પિતાના શરીરની પણ પરિચર્યા કરતા નથી, ત્યાં વળી મારા જેવા ભ્રષ્ટની પરિચય તે કરે જ શાના?”
આ રીતિએ, પોતાના અન્તરમાં પ્રગટેલા સાધુઓ પ્રત્યેના દુર્ભાવને તે મરીચિએ દૂર કર્યો, પણ તે જ વખતે મરીચિના અન્તShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૩ શાખા
પ્રગટેલા સચિન અને
Page #30
--------------------------------------------------------------------------
________________
મહાવીરદેવ
[ ૨૯ રમાં એવી અભિલાષાએ જડ નાખી કે-હું સાજો થાઉં તે મારે એક શિષ્ય બનાવું, કે જેથી તે મારી સેવા કરે.”
વ્યાધિમુક્ત બન્યા પછી પોતાનો એક શિષ્ય બનાવવાની મરીચિની અભિલાષા હતી અને ભવિતવ્યતાના ગે એ પ્રસંગ પણ બની ગયા. એ પ્રસંગે ભગવાન શ્રી મહાવીરદેવના આ આત્માને કોડાકોડી સાગરોપમ પ્રમાણ સંસાર વધારી દીધે.
એક વાર મરીચિની ધર્મદેશનામાં કપિલ નામને રાજપુત્ર આવ્યો. ખૂબી એ હતી કે–હજુ પણ મરીચિ શ્રી જિનકથિત ધર્મને જ ઉપદેશ આપતા હતા. એ મુજબ મરીચિએ કપિલને પણ પાંચે ય ઈન્દ્રિયોના નિગ્રહથી શુદ્ધ અને મહાવ્રતના પાલનયુક્ત સાધુધર્મ કહી સંભળાવ્યું.
એ સાંભળી કપિલે કહ્યું કે-“તમે બાહ્ય વેષથી વિલક્ષણ દેખાઓ છો અને તમારું કથન જૂદા પ્રકારનું છે, તે આમાં સાચું શું?”
મરીચિએ કહ્યું કે-“મેં તે તને સાધુધર્મ સંભળાવ્યા. એ યક્ત સાધુધર્મને પાળવાની શક્તિના અભાવે, પ્રબલ પાપકર્મના ઉદયથી મેં આ દુર્ગતિગમનના કારણભૂત કલ્પિત કુવેશને સ્વીકાર કર્યો છે : માટે તું શંકા કર્યા વિના શુદ્ધ શ્રમણધર્મને જ સ્વીકાર કર!”
મરીચિએ આટલું સ્પષ્ટ કહેવા છતાં પણ, દુર્ભાગી કપિલ મરીચિને પૂછે છે કે-એ સાચું, પણ તમારી પાસે ય કોઈ નિર્જરાનું સ્થાન છે કે નહિ ?”
જે મરીચિએ અત્યાર સુધી, સંયમને પરિત્યાગ કરવા છતાં પણ, શુદ્ધ માર્ગદેશકતા જાળવી હતી અને સ્પષ્ટ શબ્દોમાં પિતાની પાપમય પામરતા જાહેર કરી હતી, તે મરીચિ અહી ભૂલ્યા. પોતે સ્વીકારેલા માર્ગમાં નિર્જરાનું કોઈ જ સ્થાન નહિ હોવા છતાં પણ, તેવું કહેવાને તેઓ ઉત્સાહિત બની શક્યા નહિ. તેમણે કહ્યું કે
“કપિલ ! નિર્જરાનું સ્થાન તો શ્રમણધર્મમાં છે અને અહીં પણ કિંચિત છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૦ ]
ભગવાન શ્રી આ મિથ્યા ઉપદેશે તેમને કોડાકોડી સાગરોપમ પ્રમાણુ સંસાર વધારી મૂક્યો. ખરેખર, સિદ્ધાન્તથી વિપરીત પ્રરૂપણું કરવાના યોગે આત્માને જેટલી હાનિ થાય છે, તેટલી હાનિ તે સિવાયના દુશ્ચરિત્રથી પણ થતી નથી. ઉસૂત્રપ્રરૂપકમાં સમ્યગ્દર્શન હોતું નથી, છતાં તેના બાહ્યાચારે સયમાનુસારી હોય એ અશક્ય નથી. એવા સંયમાનુસારી બાહ્યાચારમાં પ્રવીણ પણ આત્મા, ઉસૂત્રભાષિતાના પાપથી ભયંકર ભવાટવીમાં અતિશયપણે ભમનારે બને છે? એના એ બાહ્યચારિત્રની તેવી કિંમત જ નથી. ચારિત્રભ્રષ્ટ થવું એ અતિશય નિત્વ છે, ચારિત્રભ્રષ્ટ બનવું એ અતિશય પાપમયતા પામવા જેવું છે, છતાં એ નિર્વિવાદ છે કે-બાહ્યથી ચારિત્રાચારે પાળવા છતાં ઉસૂત્રપ્રરૂપણ કરવી, એ એનાથી ય વધુ પાપમયતા પામવા જેવું છે.
હવે મરીચિએ જ્યારે જોયું કે-“આ કપિલ યતિધર્મને આદર કરતો નથી અને મારે પણ એકાદ સેવકની જરૂર તો છેજ.”—ત્યારે તેને પણ પરિવ્રાજક બનાવ્યો. કપિલ પણ મરીચિની ઉપાસનામાં રત રહેવા લાગ્યો. પિતાનું ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયે મરીચિ, પિતાના દુષ્કર્મને આલોચા અને પ્રતિક્રમ્યા વિના મૃત્યુ પામીને, બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા.
પાંચથી ચોવીસ ભો
આ રીતિએ ભગવાન શ્રી મહાવીરદેવના જે સત્તાવીસ ભવ ગણાય છે, તેમાંના ચાર ભા થયા. ૧-શ્રી નયસારને, ૨–સૌધર્મ દેવકને, ૩-શ્રી મરીચિને અને ૪-બ્રહ્મદેવલેકને.
હવે પાંચમો ભવઃ બ્રહ્મદેવલેકમાંથી અવીને ભગવાન શ્રી મહાવીરદેવને તે જીવ એંશી લાખ પૂર્વના આયુષ્યવાળા કૌશિક નામે બ્રાહ્મણ તરીકે ઉત્પન્ન થયો. અહીં તે અનન્ત ત્રિદંડી થઈને મૃત્યુ પામ્યો.
આ પછી તે ઘણું ભવમાં ભો, કે જેની ગણના કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
મહાવીરદેવ
[ ૩૧ આવી નથી. તે પછી પુષ્યમિત્ર નામના બ્રાહ્મણ તરીકે તે ઉત્પન્ન થયો અને ત્યાં પણ ત્રિદંડી થયો. આ છઠ્ઠો ભવ.
ત્યાંથી મરીને એ સૌધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થયા, એ સાતમો ભવ.
સૌધર્મ દેવલોકમાંથી ચવીને તે અન્યોત (અગ્નિદ્યોત) નામે બ્રાહ્મણ થયો અને પૂર્વની જેમ ત્રિદંડી બન્યો. આ આઠમે ભવ.
અહીંથી મૃત્યુ પામીને તે જીવ ઈશાન દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયે, એ નવમો ભવ.
ત્યાંથી ચ્યવીને તે છવ અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયો અને અહીં પણ ત્રિદંડીપણુને પાયે. આ દશમે ભવ.
અહીંથી મરીને તે જીવ સનકુમાર દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવતા થયે, એ અગીયારમો ભવ
ત્યાંથી આવીને તે જીવ ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયા અને અહીં પણ પરિવ્રાજકપણાને પામ્યો. આ બારમે ભવ.
અહીંથી મૃત્યુ પામીને તે જીવ માહેન્દ્ર દેવલેકમાં દેવતા થશે, એ તેરમે ભવ.
આ પછી પાછો ભગવાન શ્રી મહાવીરદેવને એ છવ સંસારમાં ઘણું ભમે છે. એ ભવની પણ ગણના કરવામાં આવી નથી. તે પછી સ્થાવર નામના બ્રાહ્મણ તરીકેને તે જીવને ભવ ચૌદમા ભવ તરીકે ગણાય છે. અહીં પણ તેને ત્રિદંડી પરિવ્રાજકપણું પ્રાપ્ત થયું હતું.
સ્થાવર તરીકે મૃત્યુ પામીને તે જીવ બ્રહ્મદેવલોકમાં દેવતા થયા, એ પંદરમે ભવ.
ભગવાન શ્રી મહાવીરદેવને આત્મા ત્યાંથી ચવીને વિશ્વભૂતિ તરીકે ઉત્પન્ન થયો. શ્રી મરીચિ તરીકેના ભવ પછી, વિશ્વભૂતિ તરીકેના આ ભવમાં જ તે જીવને જેની પ્રવજ્યાની પ્રાપ્તિ થઈ વિશ્વભૂતિ અદ્દભૂત સામર્થશાલી હતા. વિશ્વનંદી રાજાના યુવરાજના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૨ ].
ભગવાન શ્રી એ પુત્ર હતા, પણ રાણુના આગ્રહથી રાજાને વિશ્વભૂતિ સાથે કપટ રમવું પડ્યું. આ કપટની જ્યારે વિશ્વભૂતિને ખબર પડી, ત્યારે પહેલાં તો તેઓ ખૂબ કપાકુલ બની ગયા, પણ તાતની લજજા અને કુળને કલંક લાગવાને ભય આદિ વિચારથી તેમણે પિતાના કોપના વેગને શાન્ત કર્યો. પછી તે તેઓ સંવેગને પામ્યા અને સંસારની અસારતાને નિશ્ચય કરીને શ્રી સંભૂતિસૂરિ મહારાજાની પાસે જઈ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. તેમને દીક્ષિત બનેલા સાંભળી, તેમના પિતા અને પિતાના લઘુબધુ વિશાખાભૂતિ સાથે વિશ્વનંદી રાજા ત્યાં આવ્યું. તેણે રાજ્યનો સ્વીકાર કરવાની પ્રાર્થના કરી, પણ શ્રી વિશ્વભૂતિ મુનિવરે તેને સ્વીકાર કર્યો નહિ. શ્રી વિશ્વભૂતિ મુનિવર ગુરૂકુળવાસને સેવતાં મહા તપસ્વી અને સૂત્રાર્થના જ્ઞાતા બન્યા. તપથી અતિ કુશ બનેલા અને શ્રી જિનાગમના પરમાર્થને સારી રીતિએ પામેલા તેમને, ગુરૂએ એકાકી વિહરવાની આજ્ઞા આપી. એક વાર તેઓ માસખમણને પારણે ભિક્ષા માટે મથુરાનગરીમાં પેઠા. વિશ્વભૂતિ રાજાને પુત્ર વિશાખાનંદી પણ ત્યાં આવેલ. અચાનક કોઈ એક નવપ્રસૂતા ગાયની સાથે અથડાવાથી શ્રી વિશ્વભૂતિ મુનિવર પડી ગયા, એટલે વિશાખાનંદીએ તેમની પૂર્વના બલને યાદ આપતી મશ્કરી કરી. આથી કોપાયમાન થયેલા તેમણે પેલી ગાયને શીંગડાવતી પકડીને આકાશમાં ભમાવી. આટલેથી જ નહિ અટકતાં, કેપને આધીન બનેલા તેમણે નિયાણું કર્યું કે-“મારી આ ઉગ્ર તપશ્ચર્યાના પ્રભાવથી હું ભવાંતરમાં ઘણું પરાક્રમવાળો થઈને આ વિશાખાનંદીને મૃત્યુ પમાડનાર થાઉં !” અહીં પણ પાપની આલોચના કર્યા વગર જ તેમનું મૃત્યુ થયું. આ સેલમો ભવ.
અહીંથી મૃત્યુ પામીને ભગવાન શ્રી મહાવીરદેવને એ જીવ મહાશુક્ર નામે દેવલેકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયે, એ સત્તર ભવ.
ત્યાંથી આવીને એ જીવ પિતનપુરમાં રિપપ્રતિશત્રુ રાજાને ત્યાં, તેની મૃગાવતી નામની પુત્રી, કે જેણીને તેણે પિતાની પત્ની બનાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
મહાવીરદેવ
[ ૩૩
હતી, તેની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયે. તે બાળકના પૃષ્ઠ ઉપર ત્રણ કરંડક હોવાથી તેનું ત્રિપૃષ્ઠ એવું નામ રાખવામાં આવ્યું. અહીં તે દક્ષિણ ભરતાને સાધી વાસુદેવ બળે. આ અઢારમો ભવ.
- ભગવાન શ્રી મહાવીરદેવને છવ ત્રિપૃષ્ઠ તરીકેના મૃત્યુને પામી તમસ્તમા નામની સાતમી નરકમાં ઉત્પન્ન થયો, એ એગણુ સમો ભવ
ત્યાંથી ઉદ્દવર્તન પામી ભગવાન શ્રી મહાવીરદેવને તે જીવ એક ગિરિગુફામાં સિંહ થયે, એ વીસમે ભવ.
ત્યાંથી મૃત્યુ પામી ભગવાન શ્રી મહાવીરદેવને તે જીવ એથી નરકે ગયો, એ એકવીસમો ભવ.
આ પછી ભગવાન શ્રી મહાવીરદેવને તે છવ વિવિધ તિચ યોનિઓમાં ભમ્યો અને એમ કરતાં ક્ષયોપશમ ભાવના યોગે મનુષ્યપણું પામી તેણે છટ્ઠ અક્રમાદિ તપશ્ચર્યા દ્વારા શુભ કર્મ ઉપામ્યું, આ બાવીસમો ભવ.
ભગવાન શ્રી મહાવીરદેવના એ જીવને ત્રેવીસમે ભવ પ્રિય મિત્ર નામના ચક્રવત તરીકેનો છે. આ ભવમાં તો તેઓ ત્રીજી વાર જેની દીક્ષાને પણ પામ્યા અને ઉત્કૃષ્ટ તપશ્ચર્યાદિ દ્વારા તેમણે સુન્દર આરાધના પણ કરી.
અહીંથી કાલધર્મ પામીને ભગવાન શ્રી મહાવીરદેવને એ જીવ મહાશુક્ર દેવલોકમાં સર્વાર્થ નામના વિમાનને વિષે દેવતા થા, એ ચાવીસમો ભવ.
શ્રી “નન્દન તરીકે ૨૫ મા ભવમાં ત્યાંથી અવીને તે જીવ છત્રા નામની નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામની રાણુની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયા. ‘નન્દન” એવું તેમનું નામ રાખવામાં આવ્યું. આ પચીસમા ભવના આયુષ્યને જ્યારે પચીસમે ભાગ બાકી હતો, ત્યારે શ્રી નન્દન રાજાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૪ ]
ભગવાન શ્રી
ભાગવતી પ્રવજ્યાને સ્વીકાર કર્યો. પણ ત્યારથી આરંભીને મૃત્યુ પર્યન્ત તેમણે મા ખમણના પારણે માસખમણની તીવ્ર તપશ્ચર્યા કરી છે. શ્રી તીર્થંકરદેવના આત્માઓ અતિમથી ત્રીજે ભવે અવશ્યમેવ શ્રી તીર્થંકર-નામકર્મને ઉપાર્જે છે. ભગવાન શ્રી મહાવીરદેવના આત્માને પણ આ અતિમથી ત્રીજે ભવ હતો, એટલે એ તારકના આત્માએ પણ આ ભવમાં વીસ સ્થાનકોની ભાવથી આરાધના કરવા દ્વારા શ્રી તીર્થકર –નામકર્મને ઉપાર્યું. તે એવી રીતિએ કે–
(૧) સર્વ જગજજીવોના નિષ્કારણુ બધુ સમાન, કષાયને છતનારા અને મોક્ષમાર્ગના સાર્થવાહ એવા શ્રી જિનેશ્વરદેવની શ્રી નન્દન મુનિવર યથાર્થ વાણીથી સ્તુતિ કરતા.
(૨) જન્મ–જરા-મરણાદિના ભયથી રહિત અને અનન્ત, અક્ષય તથા અચલ એવા મોક્ષસુખને પ્રાપ્ત થયેલા શ્રી સિદ્ધ આત્માઓને નમસ્કાર કરતા.
(૩) જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ મહાભારને ઉપાડવામાં સમર્થ એવા ચતુવિધ શ્રીસંઘને એક શરણ રૂપ માનતા.
(૪) કરૂણાના નિધાન, પંચવિધ આચારોના પાલનમાં ધીર અને સમસ્ત પ્રાણિઓ પ્રત્યે અનુગ્રહ કરતા ગુરૂની સમ્યક્ પ્રકારે પ્રશંસા કરતા.
(૫) સધર્મમાં શિથિલ બનેલા પ્રાણિઓને ધર્મમાં સ્થિર બનાવતા તથા પર્યાય આદિથી વૃદ્ધ એવા સાધુ મહાત્માઓની લાધા કરતા.
(૬) સ્વ-પર સમયની ગાઢ શંકાને પણ દૂર કરવામાં સમર્થ એવા બહુશ્રુતપ્રવર શ્રમણની શુશ્રષા કરતા.
(૭) માસખમણ આદિ તપવિધાનમાં તત્પર એવા તપસ્વિની વિશ્રામણું કરતા.
(૮) શ્રી સર્વજ્ઞ ભગવંતે નિશ્ચિતાર્થ કરેલ મૃતને વિષે નિરન્તર * લીન બનીને તેના અર્થના ચિન્તવનમાં તત્પર રહેતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
મહાવીરદેવ
[ ૩૫ (૯) તત્ત્વાર્થની સદ્દતણાપ્રધાન સમ્યકત્વ રૂપ પ્રવર વસ્તુમાં પ્રયત્નપૂર્વક શંકાદિ દોષોને પરિહરતા.
(૧૦) જ્ઞાનાદિકના ઉપચાર પ્રમુખ અનેક પ્રકારના વિનયમાં નિપુણ બુદ્ધિવડે અતિચારને તજતા.
(૧૧) પ્રતિલેખના, પ્રમાર્જના પ્રમુખ વિવિધ આવશ્યક-વિધિ ધર્મમાં પરાયણ રહી, પ્રતિદિન અતિક્રમ થકી આત્માને બચાવતા.
(૧૨) શીલમાં પિંડ, ઉદ્દગમ પ્રકૃતિ દેષોને ટાળી પાંચ મહાવ્રત આદિના પાલનમાં લાગેલ માલિન્યને શોધતા.
(૧૩) પ્રતિસમયે સંવેગાદિ ભાવના ભાવવામાં પરાયણ રહી, પોતાના દેહ પ્રત્યેની પણ મમત્વબુદ્ધિ ન આવી જાય તેની કાળજી રાખતા.
(૧૪) બાહ્યાભ્યન્તર ઘેર તપ કર્મને આચરતાં પિતાની શક્તિને ગોપવતા નહતા.
(૧૫) ધર્મોપકારકારી સાધુઓને વસ્ત્ર, કમ્બલ પ્રમુખ ઉપકરણે આપતા અને ક્રોધાદિકને સદા ત્યાગ કરતા.
(૧૬) આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, સ્થવિર, પ્રવર, સાધર્મિક, ગણ, ગ્લાન તથા સંધના વૈયાવૃત્યમાં પ્રવર્તતા.
(૧૭) તે આચાર્યાદિ કોઈ તેવા પ્રકારની રોગાદિક સંબંધી આપત્તિ આવતાં ખિન્ન થતા, તે તે મહાત્માઓને ઔષધદાનાદિક વડે સમાધિભાવને પમાડતા.
(૧૮) અક્ષર, પદ, ગાથા અને શ્લેક કે જે સર્વદા અપૂર્વ મૃત છે, તેને સૂત્રાર્થના જાણ છતાં પણ મૃતાનુરાગથી અભ્યાસ કરતા. ' (૧૯) શ્રતની ભક્તિ, તેનું બહુમાન, તેમાં બતાવેલ અર્થોનું સમ્યફ ચિન્તન અને વિધિપૂર્વકનું તેનું ગ્રહણ-એ વિગેરેને યથાર્થપણે પ્રકાશતા.
(૨૦) ભવ્યાત્માઓને ધર્મ કહેવા આદિથી પ્રતિદિવસ પ્રવચનની પરમ ઉન્નતિને કરતા અને શુદ્ધચિત્તથી વેતામ્બર માર્ગને આરાધતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
ભગવાન શ્રી
વળી શ્રી નન્દન મુનિવરે પિતાના જીવિતના અન્ત ભાગમાં પણ અનુપમ આરાધના કરી છે. પ્રાન્ત સમયે એ મહાત્માએ પોતાના દુશ્ચરિત્રને આલોચી, પાંચ મહાવતેને ઉચ્ચરી, સર્વ પ્રાણિઓને ખમાવી, માસિક સંલેખના ધારણ કરી અને પંચ નમસ્ક રને ધ્યાનમાં તેઓ તલિન બન્યા. આથી તેઓ, ભવ્યાત્માઓ જેની નિરંતર પ્રાર્થના કરે છે, તે સમાધિમરણને પામ્યા. ખરેખર, આવા મહાત્માઓનું તો મરણ પણ ઉત્સવભૂત જ ગણાય.
આ શ્રી નન્દન મુનિવર કાલધર્મ પામીને પ્રાણુત દેવલોકને વિષે પુષ્પાવતંસક નામના વિમાનમાં દેવતા થયા. એ ભગવાન શ્રી મહાવીરદેવના આત્માને છવીસમે ભવ છે.
૮-સાગરાનન્દસૂરિના સિદ્ધચક્રમાં મહાપુરૂષની સ્વતિથિ ઉજવવાને પણ વિરોધ કરવામાં આવ્યો છે. જુઓ સિદ્ધચક્ર વર્ષ ૪ થું અંક ૧૪ મે, ટાઈટલનું ત્રીજું પાનું. તેમાં લખ્યું છે કે
“ગુરૂના મરણ દિવસની જયંતી મનાવે છે, તેઓ ગુરૂના મરણ દિવસને શું ઉત્સવરૂપ માને છે કે મનાવે છે?”
જ્યારે પરમ ઉપકારી શ્રી ઉમાસ્વાતિ વાચક ફરમાવે છે કે" सश्चिततपोधनानां, नित्यं व्रतनियमसंयमरतानाम् । ઉત્સવમૂત મળે, માનપરાધવૃત્તનામ્ II ? ”
આ પાઠ જાહેર થયા પછી સાગરાનન્દસૂરિએ પિતાના સિહચક્રના ચોથા વર્ષના ૧૯-૨૦ અંકમાં ૪૫૧ મા પાને લખ્યું છે કે
“મરનાર મહાત્માને મરણઉત્સવ હેય, પણ ભક્તોને નહિ.”
આય જુદું છે કારણ કે તપાધનને જેમણે સંચય કર્યો છે, નિત્ય વ્રત–નિયમ-સંયમમાં જેઓ રત છે અને જેઓ અપરાધ વૃત્તિવાળા છે, તેઓના મરણને હું ઉત્સવ રૂ૫ માનું છું—એમ શ્રી
વાચક મહાત્માએ સ્પષ્ટ ફરમાવ્યું છે. તેઓશ્રીએ પિતાના મરણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
મહાવીરદેવ
[ ૩૭
શ્રી તીર્થપતિ તરીકેનો અન્તિમ ભાવ પ્રાણુત દેવલોકને વિષે આયુષ્યકર્મ પૂર્ણ થતાં, ભગવાન શ્રી મહાવીરદેવને જીવ ત્યાંથી ચવીને દેવાનંદા નામની બ્રાહ્મણની કુક્ષિમાં પુત્રપણે આવ્યો. અહીં પ્રભુને ગર્ભમાં આવ્યાને ૮૧ દિવસે વ્યતીત થઈ ગયા. આ પછી, સૌધર્મ દેવલોકના સ્વામી ઈન્દ્ર અવધિજ્ઞાનથી એ વાત જાણું. મરીચિના ભવમાં કરેલા કુલમદથી બાંધેલા નીચ ગોત્રકર્મને જ એ પ્રભાવ હતું કે-તીર્થકર થવાવાળા ભવમાં પણ પ્રભુ બ્રાહ્મણકુળમાં આવ્યા. ઈન્દ્ર વિચારે છે કે-કર્મવશે હીનકુળમાં અવતર્યા હોય તેવા પણ શ્રી તીર્થંકરદેવના જીવને તે તારકને જન્મ થયા પહેલાં જ ઉત્તમ કુળમાં સંક્રમાવવા એ અમારે આચાર છે. આથી તે પિતાના હરિણગમેષી નામના સેનાપતિને આજ્ઞા ફરમાવે છે કે
દેવાનંદાના ગર્ભને ત્રિશલાદેવીના ઉદરમાં અને ત્રિશલાદેવીના ગર્ભને દેવાનંદાના ઉદરમાં સંક્રમાવી સ્થાપન કરે!” તરત જ ઈન્દ્રની એ આજ્ઞાને અમલ થઈ જાય છે.
ઉત્સવભૂત જણાવવા માટે આ ફરમાવ્યું નથી, પણ તેવાએના મરને પિતે ઉત્સવભૂત માને છે એમ જણાવવા માટે જ આ ફરમાવ્યું છે.
વળી આ જુકો બચાવ કરતાં પહેલાં, સિદ્ધચક્રના ૪ થા વર્ષના ૧૪ મા અંકના ટાઈટલના ત્રીજા પાને
ભગવાન જંબુસ્વામી પછીના આચાર્યો તે કાલધર્મ પામે એટલે શિષ્યોને માત્ર વિયોગની જ સ્થિતિ ઉભી થાય અને ગુરૂને અવિરતિ અપચ્ચકખાણી થઈ મોક્ષમાર્ગની મુખ્ય આરાધનાથી વ્યુત થવું પડે.”
–આવી દલીલ કરવામાં આવી છે. જે આમ ભાવિની સ્થિતિ કલ્પે, તે મરનાર મહાત્મા પિતાના મરણને ય ઉત્સવરૂપ કેમ માની શકે? વસ્તુતઃ મરણની ઉત્સવભૂતતાને હેતુ પણ તેમને સમજાયું નથીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૩િ૮ ]
ભગવાન શ્રી ગર્ભસંક્રમણની આ વાતને, અશક્ય માની ભક્તિવિવશતાથી 'ઉપજાવી કાઢેલી તરીકે માનનારાઓએ વર્તમાનમાં થતાં કેટલાંક ઍપરેશનને ખાસ અભ્યાસ કરવા જેવો છે. ગર્ભસંક્રમણ, એ અશક્ય વસ્તુ નથી અને અચિત્ય શકિતના સ્વામી દેવ ધારે તો ઘણું જ કુશળતાથી ગર્ભસંક્રમણ કરી શકે એ સ્વાભાવિક છે. વળી પ્રભુનાં ચરિત્ર લખનારા મહાત્માઓ પ્રભુના પરમ ભક્ત હોવા છતાં, સુવિવેકી અને મૃષાવાદના સર્વથા ત્યાગી હતા, એ ભૂલવા જેવું નથી. ઉપરાન્ત, ગર્ભસંક્રમણને પ્રસંગ એ કઈ એવો પ્રસંગ નથી, કે જેના આધાર માત્રથી જ શ્રી તીર્થંકરદેવની મહત્તાને સ્થાપિત કરવી પડે. આ તો એક વસ્તુ બની માટે જ કહેવાઈ અને લખાઈ. એ ય વિચારવા જેવું છે કે જે વ્યક્તિની વિવશતાથી ખોટું જ લખવું હોત, તે મહાનુભાવ શાસ્ત્રકાર પરમર્ષિઓ પ્રભુએ પૂર્વે બાંધેલા નીચ ગોત્રકર્મને ઉલેખ જ કરત નહિ. એટલે જે શાસ્ત્રકાર મહાત્માઓએ-બકુલમદ અને એથી નીચ ગોત્રકર્મને બાંધી અધમ કુળમાં અવતરવું –એવી પણ વાતને છૂપાવી નથી, તેઓનું કથન તો અત્યન્ત શ્રદ્ધેય જ મનાવું જોઈએ.
અસ્તુ. દેવાનન્દાની કુક્ષિમાં આવ્યાથી ૮૨ મા દિવસે એટલે કે–આસો વદ તેરશે, હરિણગમેલી દેવે ભગવાનને શ્રીમતી ત્રિશલાદેવીની કુક્ષિમાં સ્થાપના ક્ય. તે દિવસની પાછલી રાત્રિએ શ્રીમતી ત્રિશલાદેવીએ ચૌદ સ્વપ્ન જોયાં.
ઉચ્ચ પ્રકારની આત્મિક કિવા દુન્યવી ઋદ્ધિ-સિદ્ધિને પામવાનું પુણ્ય લઈને આવનારા આત્માએ માતાના ગર્ભમાં આવતાંની સાથે
જ, તે તે માતાઓ તે તે આત્માઓની ભાવિ પરિપૂર્ણતાના પ્રમાઅણુનુસાર સ્વપ્ન જુએ છે. શ્રી તીર્થકરદેવની માતાની જેમ ચક્રવર્તી થનારની માતા પણ ચાદ સ્વપ્ન જૂએ છે, પરંતુ શ્રી તીર્થંકરદેવની માતાથી જોવાતાં ચૌદ સ્વપ્ના કરતાં તે હીન કાંતિવાળાં હોય છે. વાસુદેવની માતા સાત, બલદેવની માતા ચાર, પ્રતિવાસુદેવની માતા
ત્રણ અને મહામુનિની અથવા તે માંડલિકની માતા એક સ્વપ્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
એ છે. જાજાએની માર્શમાં આવતા જવાનું
Page #40
--------------------------------------------------------------------------
________________
મહાવીરદેવ
[ ૩૯ જૂએ છે. આ સ્વપ્ન ઉપરથી તેના પરમાર્થના જ્ઞાતાઓ ગર્ભમાં રહેલા પણ આત્માના ભાવિને કહી શકે છે.
ચૌદ સ્વપ્નને પિતાના મુખમાં પ્રવેશ કરતાં જોઈને, શ્રીમતી ત્રિશલાદેવી પરમ આનન્દને પામ્યાં અને પિતાના સ્વામી શ્રી સિદ્ધાર્થ રાજાની પાસે જઈ તે હકીક્ત જણાવી. શ્રી સિદ્ધાર્થ રાજાએ ભાગ્યવાન પુત્ર ગર્ભમાં આવ્યાની કલ્પના કરી. પ્રભાતે અષ્ટાંગ નિમિત્તના પરમાર્થવેત્તાઓને બેલાવીને પૂછતાં, તેમણે પણ કહ્યું કે-“તમને ધર્મચક્રવર્તી પુત્રની પ્રાપ્તિ થશે.”
આ પછી તે ઈન્દ્રની આજ્ઞા પામેલા તિર્થંભક દેવતાઓ શ્રી સિદ્ધાર્થ રાજાના ભવનમાં વિવિધ મહાનિધાન ભરવા લાગ્યા. તેમજ મહા પુણ્યવાન આત્માના પુણ્યપ્રભાવે, અત્યાર સુધી જે રાજાઓ બાહુબલના ગર્વથી શ્રી સિદ્ધાર્થ રાજાને નમતા નહોતા, તેઓ પણ શરણે આવવા લાગ્યા. શ્રી સિદ્ધાર્થ અને શ્રીમતી ત્રિશલા-- દેવી એમ જ માનતાં કે-આ સઘળો જ પ્રભાવ ગર્ભમાં આવેલા પુણ્યાત્માના પુણ્યને છે.” આથી તેઓ વારંવાર તે વિષે ગોષ્ઠિ કરતાં અને અનેકવિધ મનોરથ સેવતાં. એક વાર તે તેમણે નક્કી કર્યું. કે-“જ્યારથી આ ગર્ભ ઉત્પન્ન થયો છે, ત્યારથી આપણે સર્વ પ્રકારના વૈભવમાં વૃદ્ધિને પામ્યાં છીએ, આથી જ્યારે આને જન્મ થશે. ત્યારે આપણે આનું વર્ધમાન” એવું ગુણનિષ્પન્ન નામ સ્થાપન કરીશું.”
હવે અહીં જ્યારે આ રીતિએ દિન-પ્રતિદિન આનન્દની વૃદ્ધિ. થઈ રહી છે, ત્યારે દેવાનન્દાની અતિશય દુર્દશા થઈ રહી છે. ભગવાન જ્યારે તેણુના ઉદરમાં આવ્યા, ત્યારે તેણુએ પણ ચૌદ સ્વમ. જોયાં હતાં, પરંતુ ૮૨ મા દિવસે ગર્ભસંક્રમણ થતાં તેણીએ પિતાના વદન કમળમાંથી ચૌદ મહાસ્વપ્નોને પ્રતિનિવૃત્ત થતાં જોયાં. આ જોતાંની સાથે જ તે પામી ગઈ કે મારા ગર્ભનું હરણ થયું.” અને એથી. તેણીના અન્તરમાં ભારે શોક વ્યાપી ગયો. તેણી આક્રન્દ કરતી.
છાતી ફૂટવા લાગી અને પિતાના દુર્ભાગ્યને નિન્દવા લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૦ ]
ભગવાન શ્રી શ્રી તીર્થંકરદેવના આત્માઓ ગર્ભાવસ્થામાં પણ મતિ, મૃત અને અવધિ એ ત્રણ નિર્મલ જ્ઞાનેએ સહિત જ હેય છે. એ મુજબ ત્રણ જ્ઞાનના સ્વામી ભગવાન શ્રી મહાવીરદેવે, ગર્ભમાં રહે રહે પણ અવધિજ્ઞાનથી, દેવાનન્દાના એ દુઃખને જાણ્યું. આ જાતિનું સંક્રમણ થવાનું છે એય ભગવાન જાણતા હતા અને સંક્રમણ થયું એય ભગવાનથી અજાણ્યું નહોતું. આથી દેવાનન્દાની અવસ્થા જાણવાને પ્રેરાવું એ સ્વાભાવિક જ છે.
અવધિજ્ઞાનથી દેવાનન્દાની દુઃખમય દશાને જોઈને ભગવાન વિચારે છે કે-“અહ, મારા નિમિતિ આ દેવાનન્દા વાણીથી વર્ણવ્યું વર્ણવી શકાય નહિ એવા દુઃખને પામી !
આ રીતિએ દેવાનન્દાના દુઃખનો વિચાર કરતાં ભગવાનને શ્રીમતી ત્રિશલાદેવીના દુઃખનો વિચાર આવ્યો. દેવાનન્દાનું દુઃખ નિવારવાને તે કોઈ ઉપાય જ નહિ હતો, પણ હવે આ માતાને દુઃખ ન થાય એમ વર્તવાને ભગવાને નિર્ણય કર્યો. “મારી અંગચલન રૂપ ચેષ્ટાથી આ ત્રિશલા દુઃખને ન પામે એમ વિચારી ભગવાન નિશ્ચલ બન્યા.
માતાની અનુકમ્પાથી પ્રેરાઈને ભગવાને તે પોતાના અંગસ્કુરણને અટકાવ્યું, પણ એનું પરિણામ વિપરીત આવ્યું. જેના ભલાને માટે એ કરવામાં આવ્યું હતું, તેના જ બૂરાને માટે એ થયું. પિતાના ગર્ભની નિષ્પન્દતાને જાણીને શ્રીમતી ત્રિશલાદેવીને એમ થઈ ગયું કે “મારે ગર્ભ કાં તો ગળી ગયો અને કાં તો હરાઈ ગયે. આથી તેણી ગાઢતર દુઃખસમૂહને પામી. શ્રી સિદ્ધાર્થ રાજાને ખબર પડતાં તેમના શકને પણ પાર રહ્યો નહિ. સર્વત્ર શોકમય વાતાવરણ પ્રસરી ગયું. મૃદંગના ધ્વનિ અને સંગીતના નિર્ધાના સ્થાને શોકમય સ્વરે સંભળાવા લાગ્યા.
પિતાના જ્ઞાનથી ભગવાન આ સ્થિતિને પણ જાણી શક્યા અને માતાના સુખાર્થ તરત જ પિતાના અંગને ખુરાવ્યું. એની સાથે જ
શ્રી સિદ્ધાર્થ રાજાના ભવનમાં આનન્દમય વાતાવરણ પુનઃ પ્રસરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
[ ૪૧.
મહાવીરદવ ગયું. હવે એ જ વખતે ભગવાન વિચાર કરે છે કે-“હજુ તે હું ગર્ભમાં છું. છતાં પણ માતા-પિતાને મારા ઉપર ગાઢ સ્નેહ છે, તા. પછી મારો જન્મ થયા બાદ પરિચયથી મારા ગુણગ્રામને જાણતાં તો આમને સ્નેહ અતિશય ગાઢ બની જશે !'
આ વિચાર આવતાંની સાથે જ,પોતે માતા-પિતાના જીવતાં દીક્ષા લેશે, તો અતિશય સ્નેહવાળાં પિતાનાં માતા-પિતાની કથી અવસ્થા થશે ?”_એને ભગવાન વિચાર કરે છે અને નિર્ણય કરે છે કે-ખરેખર, હું જે આમના જીવતાં દીક્ષા ગ્રહણ કરું તે તે આ જીવી શકે જ નહિ. સ્નેહના વિશે આર્તધ્યાનવાળાં બનીને મૃત્યુ જ પામે.”
ભગવાન આ નિર્ણય કરી શકે. એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ. કારણકે તેઓ ત્રણ નિર્મલ કરિનાં ને ધરનારા છે.
આવો નિર્ણય થયા બાદ, તેવા અનુચિતને અટકાવવાને માટે ભગવાન પ્રયત્ન ન કરે, એ શક્ય જ નથી. માતાની અનુકમ્મા નિમિત્તે જે ભગવાન ગર્ભમાં પણ અંગને સંકોચે, તે ભગવાન પોતાના નિમિત્તે મા-પિતાનું અસમાધિમય મૃત્યુ કેમ જ થવા દે? ખરેખર, તેમ નહિ થવા દેવાને માટે જ ત્રણ જ્ઞાનવાળા ભગવાને પોતાનું ચારિત્રમેહનીય કર્મ કેવા પ્રકારનું છે, એ તપાસ્યુંકારણ કે–તેના ઉદય વિના કોઈ પણ આત્મા અવિરતિવાળી દશામાં રહી શકે જ નહિ. ભગવાને જોયું કે મારું ચારિત્રમોહનીય કર્મ સોપક્રમ છે અને એથી તેને ટકાવી રાખવું હોય તે પ્રયત્ન વિશેષની આવશ્યકતા છે.” આ માટે જ ભગવાન શ્રી મહાવી દેવે એ અભિગ્રહ ગ્રહણ કર્યો કે માતા પિતાના જીવતાં હું દીક્ષા લઈશ નહિ.”
૯-આ આગ્રહના સંબંધમાં પણ સાગરાનન્દસૂરિએ તદ્દન ખોટી અને અતિશય હીન કટિની બાબતો લખી દીધી છે. પોતાના સિદ્ધચક્રના તા. ૧૭-૧૨-'૩૩ના અંકમાં ૧૪૨ મા પાને તે લખે છે કે
“ મૂવ શાસ્ત્રકાર ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી, મહારાજજી, ટીકાકાર ભગવાન શ્રીજિનેશ્વરસૂરીશ્વરજી, અને તેજ વૃત્તિના સંશોધક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૪ર ]
ભગવાન શ્રી ખરેખર, માતા-પિતાના ચિત્તસંતાપના નિરાસને માટે, મહાપુરૂષોની સ્થિતિની સિદ્ધિને માટે અને ઈષ્ટ એવા મેક્ષના ઉપાયભૂત પ્રવજ્યાની નિષ્પત્તિ અર્થે જ ભગવાન શ્રી મહાવીરદેવે આ અભિગ્રહ ગ્રહણ કર્યો છે. તેવા પ્રકારના સંયોગોમાં આમ કરવું, એ જ એ તારકની વિવેકશીલતા આદિને છાજતી વસ્તુ છે.
આ અભિગ્રહને આગળ કરીને જેઓ-માતા-પિતા જીવતાં હોય ત્યાં સુધી તેમની સંમતિ વિના દીક્ષા લેવાય જ નહિ”—એવું કહે છે, તેઓ પણ મિથ્યાવાદી જ છે. શ્રી ઋષભદેવ ભગવાને દીક્ષા લીધી ને શ્રીમતી મરૂદેવા માતા રડતાં રડતાં અધતાને પામ્યાંઃ શ્રી નેમનાથ ભગવાને રથ પાછો ફેરવ્યો અને દીક્ષાની તૈયારી કરી, ત્યારે શ્રીમતી રાજુલદેવી ધ્રુસ્કે ધ્રુસ્કે બેફાટ રડતાં હતાં અને ભગવન્તનાં નવાંગી વૃત્તિકાર ભગવાન શ્રીઅભયદેવ સૂરીશ્વરજી કૃત “પિત્રુદેગ નિરાસાષ્ટકમાં જણાવે છે કે મેહના ઉદયથી એ અભિગ્રહ કરેલ છે;”
ખરેખર, શાસ્ત્રકાર મહાત્માઓના નામે આવાં ગપ્પાં તો સાગ રાનન્દસૂરિ જેવા જ મારી શકે. સાગરાનન્દસૂરિ જેને “પિતૃગ નિરાસાષ્ટક’ કહે છે, તે “પુણ્યાનુબધિ-પુણ્યપ્રધાન-ફલાષ્ટક” માં તો એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે–ભગવાને ગ્રહણ કરેલ અભિગ્રહ, એ પણ એ તારકની મેક્ષસાધક એવી એક ઉચિત ક્રિયા જ હતી. આવી ઉચિત ક્રિયા વિવેકપુરસ્સરની જ હેઈ, તે ક્રિયાને મોહના ઉદયથી થયેલી કહેવી એ સરાસર મૂર્ખતા છે. જેઓ માટે શક્ય હોય, તેઓ એ અષ્ટકનું મનન કરવા કૃપા કરે. ચારિત્રમોહનીય વિશેષના ઉદયને ગ્રેહાવસ્થાનના કારણ તરીકે જણાવેલ છે, પણું
અભિગ્રહના કારણ તરીકે નહિ જ ! અભિગ્રહના કારણ તરીકે તે ત્રણ વસ્તુ જ ફરમાવી છેઃ ૧-પિત્રુદ્ધગનિરાસ માટે, ૨-મહાપુરૂષોની સ્થિતિની સિદ્ધિ માટે અને ૩-ઈષ્ટકાર્યની સમૃદ્ધિ અર્થે. આ સિવાય અભિગ્રહને અંગે સાગરાનન્દસૂરિએ બીજા પણ લોચા વાવ્યા છે, જે લંબાણના ભયે અત્રે જણાવ્યા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
મહાવીરદેવ
[૪૩. માતા-પિતાને ય કમ દુઃખ થયું નહોતું. ત્યાં પરિણામ અસુન્દર નહિ હતું, માટે એ તારકેએ તે દુઃખને અટકાવવા માટે પોતાની પ્રવ્રયાને અટકાવી નહિ. આપણે તે માતા-પિતાના ભાવિને જાણતા જ નથી, એટલે દીક્ષાર્થિઓ આજ્ઞાવિહિતપણે તેમના ચિત્તસત્તાપને દૂર કરવાને. પ્રયત્ન કરવો જોઈએ અને એમ કરતાં જે તેઓની અનુમતિ ન જ મળે, તો તેમનો અવશ્યમેવ ત્યાગ કરવો જોઈએ. એ ત્યાગ કરનારને તેમના ચિત્તસત્તાપથી દોષ લાગતો નથી.
- ભગવાન શ્રી મહાવીરદેવના આ પ્રસંગને અંગે પણ માતાપિતાના ઉદ્દેગને નિરાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ એવો આદર્શ પૂરો પાડયો હોવાનું વર્ણન મળે છે. આવાં વર્ણને જ્યાં જ્યાં આવે, ત્યાં ત્યાં તે વસ્તુનું આજ્ઞાવિહિતપણું હોય છે તે જ આવે છે, એમ સમજવું જોઈએ. આજ્ઞાવિપરીત એવી કઈ પણ વસ્તુને માટે આવું વર્ણન આવે જ નહિ. આજ્ઞાવિહિત વસ્તુના આદરમાં ઉત્સાહિત બનાવવાને માટે કહેવાએલી આવી વાતોને, ભગવાનનું અનુકરણ કરવાના ચાળા કરવાના ઉપયોગમાં લેવી, એ હિતાવહ નથી. શ્રી જૈનશાસનને. કાયદે છે કે ગુરૂ વિનાના કેવલજ્ઞાની પણ કોઈને શિષ્ય બનાવી શકે નહિ. જેણે ગુરૂ કર્યા નથી તેને ગુરૂ બનવાનો અધિકાર જ નથી. આ કાયદે શ્રી તીર્થંકરદેવ માટે નથી. એ તારકે તો કઈ જ ગુરૂને નહિ સ્વીકારવા છતાં, અનેકને શિષ્ય બનાવે છે. એ સિવાયના જે કોઈ એમ કરે તે વિરાધક જ છે. આવી તે શ્રી તીર્થંકરદેવના આત્માએની અનેકવિધ વિશિષ્ટતાઓ છે. આમ હાઈને, સામાન્ય રીતિએ તે એમ જ કહેવાય કે-૧ભગવાને કહ્યું તે કરવાનું પણ કર્યું તેનહિ.”
૧૦-સાગરાનન્દસૂરિએ આ વાતનો પણ વિરોધ કર્યો છે. સિહચક્રના તા. ૨૭ : ૧૧ : '૩૨ના અંકમાં ૯૨ મા પાને અને તા. ૨૨ : ૭:૩૩ ના અંકમાં ૪૬૩ મા પાને સાગરાનન્દસૂરિ લખે છે કે
“સાધારણ બોધ માત્રથી ફાવે તેમ બેલી નાખનારાઓએ તીર્થકરેએ કર્યું તે ન કરવાનું કહેવા દિશા ફેરવવી જ રહે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૪ ].
ભગવાન શ્રી આપણે માટે તે શી જિનેશ્વદેવની આજ્ઞા એ જ સર્વસ્વ છે. શ્રી જિનેશ્વરદેએ આપણે માટે જે જાતિની આજ્ઞા ફરમાવી, તે જાતિની આજ્ઞા મુજબ તે તારકે વર્યા હોય કે ન પણ વર્યા હોય, પરંતુ આપણે તો તે મુજબ વર્તવાને જ ઉદ્યમશીલ બન્યા રહેવું જોઈએ.
અસ્તુ. દેવાનન્દા અને શ્રીમતી ત્રિશલાદેવી –બનેયના ઉદરમાં થઈને પ્રભુ કુલ નવ મહિના અને સાડા સાત દિવસ ગર્ભમાં રહ્યા. આ પછી એટલે ચૈત્ર સુદ તેરશે પ્રભુને જન્મ થયો. પ્રભુના જન્મ સમયની વાત શી કરવી ? નારકાને પણ એ સમય આનન્દપ્રદ નિવડે છે. ત્રણ જગતના ગુરૂ ભગવાનના જન્મનું સૂતીકર્મ કરતાં દિકુમારિકાએ પોતાને અહોભાગ્ય માને છે. ઈન્દ્રો પણ એ તારકની ભક્તિ કરવામાં કમીના રાખતા નથી. ભગવાન શ્રી મહાવીરદેવને જન્મ થતાં શ્રી સિદ્ધાર્થ રાજાએ પણ ભવ્ય મહોત્સવ ઉજવ્યો અને સર્વત્ર આનન્દઆનન્દ વ્યાપી રહ્યો.
ક્રમે કરી ભગવાન યૌવનને પામ્યા. સમરવીર નામના રાજાએ પિતાની કન્યા “યદાને શ્રી વર્ધમાનકુમાર માટે સ્વીકારવાનું શ્રી
તીર્થકર દેવનું જીવન બીજા જીવોને માટે જરૂર અનુકરણ કરવા લાયક છે જ, એમાં જરા પણ શંકા નથી.”
હવે સાગરાનન્દસૂરિ જેમને “શ્રી તપગચ્છસૌધસ્તપમ મહેપાધ્યાય' કહે છે, તે શ્રી ધર્મસાગરજી શું કહે છે, તે જુઓ –
ટ્ટ પ્રવચને તીર્થોપવેશ: મા મતિ, પુનસ્તત્કાર્ચ, વેષ? अन्येषां-तीयकृद्व्यतिरिक्तानां, तीर्थकृतां तु तत्कृत्यमेव प्रमाणम् x x x દિ તીર્થ તીયસ્થાનુરિ ચાલ્ા” વિગેરે વિગેરે.
પૂ. ન્યાયાચાર્ય ન્યાયવિશ રદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી ગણિવર પણ ફરમાવે છે કે
___“ तथा भव्येनापि धर्माधिकारिणा भगवदुक्त एव मार्गों यथाशक्त्याऽऽચરળીયડ, ન તુ તારિત્રમ વરણીયમ ” વિગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
મહાવીરદેવ
[ ૫ સિદ્ધાર્થ રાજાને કહેવડાવ્યું. શ્રી સિદ્ધાર્થ રાજા તે કહેણનો એકદમ સ્વીકાર કરી શકતા નથી. તેઓ કહે છે કે-“અમને તો એને વિવાહત્સવ જેવાની તીવ્ર ઈચ્છા છે, પણ એ જન્મથી જ વિરાગી હેઈ તેની પાસે અમે તેના લગ્નની વાત પણ કરી શકતાં નથી. આમ છતાં તમારે આગ્રહ છે તે હું જઈશ.”
શ્રી સિદ્ધાર્થ રાજાએ આ વિષે શ્રીમતી ત્રિશલાદેવીને વાત કરી અને મિત્રો દ્વારા કહેવડાવવાનો નિર્ણય કર્યો. મિત્રોએ આવીને શ્રી વર્ધમાનકુમારની સાથે લગ્નની વાત કરવા માંડી, પણ પરમ વિરાગી ભગવાને તેને સ્પષ્ટ ઈનકાર કર્યો. મિત્રએ જેમ જેમ આગ્રહ કરવા માંડ્યો, તેમ તેમ શ્રી વર્ધમાનકુમારે વધુ ને વધુ પ્રબલ પ્રતિકાર કર્યો.
આમ મિત્રોની સાથે વાતચીત ચાલે છે, ત્યાં તે શ્રીમતી ત્રિશલાદેવી જાતે જ ત્યાં પધાર્યા. માતા પધારતાંની સાથે જ શ્રી વર્ધમાનકુમાર ઉભા થઈ ગયા, તેમને નમસ્કાર કરીને આસન ઉપર બેસાડ્યાં અને કહ્યું કે–“આપને અહીં કેમ આવવું પડયું ? આપ અહીં પધાર્યા તેથી મને તો આનન્દ જ થયો, પણ આપે જે મને બોલાવ્યો હેત, તે આપની આજ્ઞાને માથે ચઢાવી તરત જ હું ત્યાં આવત.'
શ્રીમતી ત્રિશલાદેવી અતિશય આર્કતાભરી માગણી કરે છે. “તમે અમારા ઉપર અનુકંપા કરે અને પરણે’-એમ પણ કહે છે.
માતાનાં આજીજીભર્યા વચન સાંભળી ભગવાન વિચારે છે કે“શું કરવું ?” ભેગની ઈછા લેશ પણ નથી અને માતાના આગ્રહને પાર નથી. આખર પિતે જૂએ છે કે–ભોગફલ કર્મ બાકી છે અને માતાપિતાને આનંદ ઉપજે તેમ છે.”—એટલે શ્રી વર્ધમાનકુમાર યશોદાની સાથે પરણવાની હા પાડે છે.
ખરેખર, શ્રી તીર્થંકરદેવના જે આત્માઓ પરણે છે અને ભોગે ભોગવે છે, તેમાં કર્મનિર્જરાને જ હેતુ હોય છે. પિતાનાં તેવા પ્રકારનાં કર્મોને જે તે સ્ત્રીના પરિગ્રહથી જ નિર્જરે એવાં જૂએ છે, તો જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી તે તારકે લગ્નાદિ કરે છે. પાણિગ્રહણ કરેલી સ્ત્રીઓની સાથે તે આત્માએ જ્યારે ભેગ ભોગવતા હોય છે, ત્યારે તેઓ જાણે કે નીચ પણ ઉપાય દ્વારા શત્રને જીતવા જેવી ક્રિયા કરતા હોય છે. બહારથી રાગ દર્શાવતા એવા પણ તે તારકનું અન્ત:કરણ શુદ્ધ જ હોય છે.
આ રીતિએ શ્રી વર્ધમાનકુમારનું લગ્ન થયું. એના ફલસ્વરૂપ તેઓ એક પુત્રિના પિતા બન્યા, કે જેનું નામ પ્રિયદર્શના રખાયું હતું.
શ્રી વર્ધમાનકુમાર ૨૮ વર્ષના થતાં, તેમનાં માતા-પિતાએ અનશન આદરી સમાધિમરણને વધાવી લીધું. આ રીતિએ પિતાના અભિગ્રહનો કાલ પૂર્ણ થતાં ભગવાને દીક્ષિત બનવાનો વિચાર કર્યો. ભગવાને પિતાના વડિલ ભાઈ નન્દિવર્ધનને વાત કરી. નદિવર્ધન તે ભગવાનને જ પિતાનું રાજય આપવા ઈચ્છતા હતા, પણ ભગવાનને આગ્રહ કરવા છતાં ય ભગવાને જ્યારે તેનો અસ્વીકાર કર્યો, ત્યારે જ મંત્રિઓના આગ્રહથી તેમણે રાજ્ય સ્વીકાર્યું હતું. આથી દીક્ષાની વાત સાંભળતાં જ તેઓ અતિશય દુઃખને પામ્યા. ગદ્દગદિત વાણીએ તેઓ બોલ્યા કે-“હજુ તે માતા–પિતાના વિયોગનું દુઃખ તાજું છે, ત્યાં આ વાત ? ઘાના ચીરા ઉપર મીઠું ભભરાવવા જેવી આ વાત બોલશે જ નહિ.”
અહીં પણ ભગવાનને ઔચિત્ય આદરવાની આવશ્યકતા જણાઈ
૧૧-સાગરાનન્દસૂરિએ આ વાત સામે પણ વિરોધ કરાવ્યો છે, પણ તે અયોગ્ય જ છે. જૂઓ“ ખ્રિસ્થાનિ, ત્રાજળિ નાના
तदा विवाहमप्यंगी-कुर्वते ते यथाविधि ॥१॥ " सह पाणिगृहीतीभि-विषयानपि भुंजते ।
क्षेप्तुं कर्माणि यन्नीचो-पायेनापि रिपुं जयेत् ॥२॥ " बहीरागं दर्शयंतोऽप्यंतः शुद्धाः प्रवालवत् ।
प्राप्तेऽपि चक्रभृद्राज्ये, न व्यासका भवंति ते ॥३॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
મહાવીરવ
[ ૪૭ અવધિજ્ઞાનથી ભગવાને જોયું કે “જે હું આ અવસરે જ દીક્ષા લઉં તે તે ઘણુઓ નષ્ટચિત્ત અને પ્રાણુરહિત થઈ જાય.”
આવી સ્થિતિને ઉત્પન્ન થતી અટકાવી શકાય અને પિતાની ધારણને સફલ બનાવી શકાય, એ માટે ભગવાને ઉપાય છે . નન્દિવર્ધન આદિ સ્વજનોને ભગવાન પૂછે છે કે જ્યારે તમે મને અત્યારે દીક્ષા લેવાની ના કહે છે, તો એ કહે કે હજુ મારે તમારે શોક દૂર થાય એ માટે કેટલો કાળ સંસારમાં રહેવું?” સ્વજનેએ બે વર્ષની માગણી કરી. ભગવાને તેને શરતી સ્વીકાર કર્યો.
એ પછી એક વર્ષે ભગવાને વાર્ષિક દાન દેવાનું શરૂ કર્યું. એમ બે વર્ષ થઈ જતાં ભગવાન દીક્ષા લેવાને તૈયાર થયા. નન્દિવર્ધનને દુઃખ તે ઘણું થયું, પણ વચનબદ્ધ થયેલ હેઈ બોલાય તેમ હતું નહિ.
માગશર વદ દશમે દીક્ષિત બનતાંની સાથે જ ભગવાન ચોથા મન:પર્યવ જ્ઞાનના પણ સ્વામી બન્યા. બાર વર્ષ ને સાડા છ માસના દીક્ષા પછીના છાસ્થ કાલમાં પ્રભુએ જે તપશ્ચર્યા કરી છે, જે અપ્રમત્તતા જાળવી છે અને જે ઉપસર્ગો સહ્યા છે, તે વચનાતીત છે. સાડા બાર વર્ષથીય વધુ કાળમાં પ્રમાદકાળ માત્ર અન્તર્મુહૂર્ત, એ સામાન્ય વાત નથી. તપમાં પણ ભગવાને બે છમાસી તપ કર્યો, કે જેમાંને એક પાંચ દિવસ ન્યૂન હતા. વળી બે ત્રણમાસી, બે અઢી માસી અને છ બેમાસી તપ કર્યો. આ ઉપરાન્ત બે દેઢમાસીને, બાર માસક્ષપણને અને તેર પક્ષક્ષપણને તપ કર્યો. બે દિવસની ભદ્ર પ્રતિમા, ચાર દિવસની મહાભદ્ર પ્રતિમા અને દશ દિવસની સર્વ
ભદ્ર પ્રતિમા ભગવાને આરાધી. ૧૨ અક્રમ અને ર૨૯ છઠ્ઠ પણ કર્યા. આ સઘળા જ તપશ્ચરણમાં ભગવાને પાણીને ઉપયોગ પણ કર્યો નથી. અપ્રીતિવાળા સ્થળે વાસ કરવો નહિ, સદા પ્રતિમાઓ રહેવું, ગૃહસ્થને વિનય કરવો નહિ, મૌન ધારણ કરવું અને હાથમાં લઈને જ ભોજન કરવું-આવા પાંચ અભિગ્રહને ગ્રહણ કરીને
ક્ષમાનિધિ ભગવાન આર્ય તથા અનાર્ય પણ દેશમાં વિચર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
છે અને જે
માત્ર અ
જેમને
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૮ ]
ભગવાન શ્રી આ રીતિએ તપશ્ચર્યાને કરતા, ઉપસર્ગોને જીતતા અને અપ્રમત્તપણે સંયમમય જીવન જીવતા ભગવાન જ્યારે જુવાલિકા નદીના ઉત્તર તટે પધાર્યા, ત્યારે શાલરૂની નીચે છઠ્ઠને તપ કરીને ઉત્કટિક આસને રહી આતાપના કરવા લાગ્યા. ત્યાં જ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઇને, એ તારકે વીતરાગતા અને તે પછી કેવલજ્ઞાન પણ વૈશાખ શુદ દશમે વિજય મુહૂર્ત પ્રાપ્ત કર્યું. ત્યાં જ દેવતાઓએ રચેલા સમવસરણમાં વિરાજી પ્રભુએ પ્રથમ દેશના દીધી. આ પછી ત્યાંથી વિહાર કરીને પ્રભુ “અપાપા” નગરી નજદિકના મહાસેનવન નામના ઉદ્યાનમાં પધાર્યા અને ત્યાં પ્રભુએ તીર્થની સ્થાપના કરી. એ તારકે કલ્યાણના એકના એક માર્ગને પ્રકાશિત કર્યો. આજે પણ આપણે એજ માર્ગને અનુસરી આપણું કલ્યાણ સાધી શકીએ છીએ. કેવલજ્ઞાન પામ્યા પછી ૨૯ વર્ષ અને પા મહિના સુધી મુક્તિમાર્ગને પ્રકાશિત કરીને ભગવાન આસો વદ અમાવાસ્યાની રાત્રિએ નિર્વાણ પામ્યા. ભાવદીપક બુઝાવાથી રાજાઓએ દ્રવ્યદીપક પ્રગટાવ્યા અને ત્યારથી તે દિવસ દીવાળી’ તરીકે વ્યવહારમાં આવ્યું.
આ પુસ્તિકા આખી કે તેને કેઈ પણ ભાગ છાપતાં કે છપાવતાં પૂર્વ લેખકની લેખિત સંમતિ અવશ્ય મેળવવો.
Printed at The · Vir-Vijya' Printing Press,
by Keshavalal Sankalchanit Shah Ratan Pole : Sagar 8 Khadaki : AhmedabadShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________ alebbi Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com