________________
મહાવીરદેવ
[ ૩૩
હતી, તેની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયે. તે બાળકના પૃષ્ઠ ઉપર ત્રણ કરંડક હોવાથી તેનું ત્રિપૃષ્ઠ એવું નામ રાખવામાં આવ્યું. અહીં તે દક્ષિણ ભરતાને સાધી વાસુદેવ બળે. આ અઢારમો ભવ.
- ભગવાન શ્રી મહાવીરદેવને છવ ત્રિપૃષ્ઠ તરીકેના મૃત્યુને પામી તમસ્તમા નામની સાતમી નરકમાં ઉત્પન્ન થયો, એ એગણુ સમો ભવ
ત્યાંથી ઉદ્દવર્તન પામી ભગવાન શ્રી મહાવીરદેવને તે જીવ એક ગિરિગુફામાં સિંહ થયે, એ વીસમે ભવ.
ત્યાંથી મૃત્યુ પામી ભગવાન શ્રી મહાવીરદેવને તે જીવ એથી નરકે ગયો, એ એકવીસમો ભવ.
આ પછી ભગવાન શ્રી મહાવીરદેવને તે છવ વિવિધ તિચ યોનિઓમાં ભમ્યો અને એમ કરતાં ક્ષયોપશમ ભાવના યોગે મનુષ્યપણું પામી તેણે છટ્ઠ અક્રમાદિ તપશ્ચર્યા દ્વારા શુભ કર્મ ઉપામ્યું, આ બાવીસમો ભવ.
ભગવાન શ્રી મહાવીરદેવના એ જીવને ત્રેવીસમે ભવ પ્રિય મિત્ર નામના ચક્રવત તરીકેનો છે. આ ભવમાં તો તેઓ ત્રીજી વાર જેની દીક્ષાને પણ પામ્યા અને ઉત્કૃષ્ટ તપશ્ચર્યાદિ દ્વારા તેમણે સુન્દર આરાધના પણ કરી.
અહીંથી કાલધર્મ પામીને ભગવાન શ્રી મહાવીરદેવને એ જીવ મહાશુક્ર દેવલોકમાં સર્વાર્થ નામના વિમાનને વિષે દેવતા થા, એ ચાવીસમો ભવ.
શ્રી “નન્દન તરીકે ૨૫ મા ભવમાં ત્યાંથી અવીને તે જીવ છત્રા નામની નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામની રાણુની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયા. ‘નન્દન” એવું તેમનું નામ રાખવામાં આવ્યું. આ પચીસમા ભવના આયુષ્યને જ્યારે પચીસમે ભાગ બાકી હતો, ત્યારે શ્રી નન્દન રાજાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com