________________
૩૪ ]
ભગવાન શ્રી
ભાગવતી પ્રવજ્યાને સ્વીકાર કર્યો. પણ ત્યારથી આરંભીને મૃત્યુ પર્યન્ત તેમણે મા ખમણના પારણે માસખમણની તીવ્ર તપશ્ચર્યા કરી છે. શ્રી તીર્થંકરદેવના આત્માઓ અતિમથી ત્રીજે ભવે અવશ્યમેવ શ્રી તીર્થંકર-નામકર્મને ઉપાર્જે છે. ભગવાન શ્રી મહાવીરદેવના આત્માને પણ આ અતિમથી ત્રીજે ભવ હતો, એટલે એ તારકના આત્માએ પણ આ ભવમાં વીસ સ્થાનકોની ભાવથી આરાધના કરવા દ્વારા શ્રી તીર્થકર –નામકર્મને ઉપાર્યું. તે એવી રીતિએ કે–
(૧) સર્વ જગજજીવોના નિષ્કારણુ બધુ સમાન, કષાયને છતનારા અને મોક્ષમાર્ગના સાર્થવાહ એવા શ્રી જિનેશ્વરદેવની શ્રી નન્દન મુનિવર યથાર્થ વાણીથી સ્તુતિ કરતા.
(૨) જન્મ–જરા-મરણાદિના ભયથી રહિત અને અનન્ત, અક્ષય તથા અચલ એવા મોક્ષસુખને પ્રાપ્ત થયેલા શ્રી સિદ્ધ આત્માઓને નમસ્કાર કરતા.
(૩) જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ મહાભારને ઉપાડવામાં સમર્થ એવા ચતુવિધ શ્રીસંઘને એક શરણ રૂપ માનતા.
(૪) કરૂણાના નિધાન, પંચવિધ આચારોના પાલનમાં ધીર અને સમસ્ત પ્રાણિઓ પ્રત્યે અનુગ્રહ કરતા ગુરૂની સમ્યક્ પ્રકારે પ્રશંસા કરતા.
(૫) સધર્મમાં શિથિલ બનેલા પ્રાણિઓને ધર્મમાં સ્થિર બનાવતા તથા પર્યાય આદિથી વૃદ્ધ એવા સાધુ મહાત્માઓની લાધા કરતા.
(૬) સ્વ-પર સમયની ગાઢ શંકાને પણ દૂર કરવામાં સમર્થ એવા બહુશ્રુતપ્રવર શ્રમણની શુશ્રષા કરતા.
(૭) માસખમણ આદિ તપવિધાનમાં તત્પર એવા તપસ્વિની વિશ્રામણું કરતા.
(૮) શ્રી સર્વજ્ઞ ભગવંતે નિશ્ચિતાર્થ કરેલ મૃતને વિષે નિરન્તર * લીન બનીને તેના અર્થના ચિન્તવનમાં તત્પર રહેતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com