________________
મહાવીરદેવ
[ ૩૫ (૯) તત્ત્વાર્થની સદ્દતણાપ્રધાન સમ્યકત્વ રૂપ પ્રવર વસ્તુમાં પ્રયત્નપૂર્વક શંકાદિ દોષોને પરિહરતા.
(૧૦) જ્ઞાનાદિકના ઉપચાર પ્રમુખ અનેક પ્રકારના વિનયમાં નિપુણ બુદ્ધિવડે અતિચારને તજતા.
(૧૧) પ્રતિલેખના, પ્રમાર્જના પ્રમુખ વિવિધ આવશ્યક-વિધિ ધર્મમાં પરાયણ રહી, પ્રતિદિન અતિક્રમ થકી આત્માને બચાવતા.
(૧૨) શીલમાં પિંડ, ઉદ્દગમ પ્રકૃતિ દેષોને ટાળી પાંચ મહાવ્રત આદિના પાલનમાં લાગેલ માલિન્યને શોધતા.
(૧૩) પ્રતિસમયે સંવેગાદિ ભાવના ભાવવામાં પરાયણ રહી, પોતાના દેહ પ્રત્યેની પણ મમત્વબુદ્ધિ ન આવી જાય તેની કાળજી રાખતા.
(૧૪) બાહ્યાભ્યન્તર ઘેર તપ કર્મને આચરતાં પિતાની શક્તિને ગોપવતા નહતા.
(૧૫) ધર્મોપકારકારી સાધુઓને વસ્ત્ર, કમ્બલ પ્રમુખ ઉપકરણે આપતા અને ક્રોધાદિકને સદા ત્યાગ કરતા.
(૧૬) આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, સ્થવિર, પ્રવર, સાધર્મિક, ગણ, ગ્લાન તથા સંધના વૈયાવૃત્યમાં પ્રવર્તતા.
(૧૭) તે આચાર્યાદિ કોઈ તેવા પ્રકારની રોગાદિક સંબંધી આપત્તિ આવતાં ખિન્ન થતા, તે તે મહાત્માઓને ઔષધદાનાદિક વડે સમાધિભાવને પમાડતા.
(૧૮) અક્ષર, પદ, ગાથા અને શ્લેક કે જે સર્વદા અપૂર્વ મૃત છે, તેને સૂત્રાર્થના જાણ છતાં પણ મૃતાનુરાગથી અભ્યાસ કરતા. ' (૧૯) શ્રતની ભક્તિ, તેનું બહુમાન, તેમાં બતાવેલ અર્થોનું સમ્યફ ચિન્તન અને વિધિપૂર્વકનું તેનું ગ્રહણ-એ વિગેરેને યથાર્થપણે પ્રકાશતા.
(૨૦) ભવ્યાત્માઓને ધર્મ કહેવા આદિથી પ્રતિદિવસ પ્રવચનની પરમ ઉન્નતિને કરતા અને શુદ્ધચિત્તથી વેતામ્બર માર્ગને આરાધતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com