________________
૩૬ ]
ભગવાન શ્રી
વળી શ્રી નન્દન મુનિવરે પિતાના જીવિતના અન્ત ભાગમાં પણ અનુપમ આરાધના કરી છે. પ્રાન્ત સમયે એ મહાત્માએ પોતાના દુશ્ચરિત્રને આલોચી, પાંચ મહાવતેને ઉચ્ચરી, સર્વ પ્રાણિઓને ખમાવી, માસિક સંલેખના ધારણ કરી અને પંચ નમસ્ક રને ધ્યાનમાં તેઓ તલિન બન્યા. આથી તેઓ, ભવ્યાત્માઓ જેની નિરંતર પ્રાર્થના કરે છે, તે સમાધિમરણને પામ્યા. ખરેખર, આવા મહાત્માઓનું તો મરણ પણ ઉત્સવભૂત જ ગણાય.
આ શ્રી નન્દન મુનિવર કાલધર્મ પામીને પ્રાણુત દેવલોકને વિષે પુષ્પાવતંસક નામના વિમાનમાં દેવતા થયા. એ ભગવાન શ્રી મહાવીરદેવના આત્માને છવીસમે ભવ છે.
૮-સાગરાનન્દસૂરિના સિદ્ધચક્રમાં મહાપુરૂષની સ્વતિથિ ઉજવવાને પણ વિરોધ કરવામાં આવ્યો છે. જુઓ સિદ્ધચક્ર વર્ષ ૪ થું અંક ૧૪ મે, ટાઈટલનું ત્રીજું પાનું. તેમાં લખ્યું છે કે
“ગુરૂના મરણ દિવસની જયંતી મનાવે છે, તેઓ ગુરૂના મરણ દિવસને શું ઉત્સવરૂપ માને છે કે મનાવે છે?”
જ્યારે પરમ ઉપકારી શ્રી ઉમાસ્વાતિ વાચક ફરમાવે છે કે" सश्चिततपोधनानां, नित्यं व्रतनियमसंयमरतानाम् । ઉત્સવમૂત મળે, માનપરાધવૃત્તનામ્ II ? ”
આ પાઠ જાહેર થયા પછી સાગરાનન્દસૂરિએ પિતાના સિહચક્રના ચોથા વર્ષના ૧૯-૨૦ અંકમાં ૪૫૧ મા પાને લખ્યું છે કે
“મરનાર મહાત્માને મરણઉત્સવ હેય, પણ ભક્તોને નહિ.”
આય જુદું છે કારણ કે તપાધનને જેમણે સંચય કર્યો છે, નિત્ય વ્રત–નિયમ-સંયમમાં જેઓ રત છે અને જેઓ અપરાધ વૃત્તિવાળા છે, તેઓના મરણને હું ઉત્સવ રૂ૫ માનું છું—એમ શ્રી
વાચક મહાત્માએ સ્પષ્ટ ફરમાવ્યું છે. તેઓશ્રીએ પિતાના મરણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com