________________
નવાળી હતા'એકર પાતક બની સ્વભાવ
મહાવીરદેવ
[ ૧૩ અશન્ય હેત, તે ભગવાન શ્રી મહાવીર દેવને આત્મા પણ તેવી ઉત્તમતાને પામી શકત જ નહિ પરંતુ શાસ્ત્રકાર–પરમર્ષિએ ફરમાવે છે કે-દરેક શ્રી તીર્થંકરદેવને આત્મા સહજ તથાભવ્યત્વાદિ ભાવથી સર્વ કાલને માટે પુરૂષોત્તમ હોય છે. આમ છતાં–અન્ય શ્રી તીર્થંકરદેવના આત્મા બધિલાભ પૂર્વે પરાર્થવ્યસનવાળા નહિ હતા–એવું સૂચવવા સાથે-“ભગવાન મહાવીર મહારાજ તો સમ્યકત્વ પામવા પહેલાં પણ પરાર્થના વ્યસનવાળા હતા’-એમ લખવું, એ તે અનન્તા શ્રી તીર્થંકરદેવાની આશાતના આદિનું મહા ભયંકર પાતક આચરવા જેવું જ ગણાય. કઈ પણ તીર્થપતિની મહત્તા, અન્ય તીર્થપતિઓની સ્વભાવસિદ્ધ મહત્તાને અપલાપ થાય—એવી રીતિએ ગાવી, એ વસ્તુતઃ પ્રભુસ્તુતિ નથી, પણ પ્રભુસ્તુતિના નામે જ અનન્તા શ્રી તીર્થંકરદેવેની ઘોર આશાતના કરવા જેવું છે.
શ્રી નયસાર' તરીકે પ્રથમ ભવ શ્રી તીર્થકરેદેવના ભવોની ગણના ધિલાભની પ્રાપ્તિવાળા ભવથી થાય છે. એથી જ ભગવાન શ્રી મહાવીરદેવના ચરિત્રની શરૂઆત શ્રી નયસાર તરીકેના એ તારકના ભવથી કરવામાં આવે છે શ્રી નયસારને જન્મ પૃથ્વીપ્રતિષ્ઠાન નામના ગામમાં થયો હતો. પશ્ચિમ મહાવિદેહના અલંકાર સમા મહાવપ્ર નામના વિજયમાં વિપુલ સમૃદ્ધિવાળી જયંતી નામની નગરી હતી. ત્યાં રાજા શત્રુમર્દનનું રાજ્ય જ્યારે પ્રવર્તતું હતું, ત્યારે પૃથ્વીપ્રતિષ્ઠાન નામનું તે ગ મ પણ તેના તાબામાં હતું શત્રુમર્દન રાજાએ શ્રી નયસારને તે ગામના ચિન્તક બનાવ્યા હતા. શ્રી નવસાર વિશિષ્ટ આચારાના પાલનમાં તત્પર, ધર્મશાસ્ત્રના શ્રવણથી હેયોપાદેયના જ્ઞાતા, ગાશ્મીર્યાદિ ગુણસમૂહના આવાસ રૂપ, સરલ સ્વભાવના, વિનયશીલ પ્રિયંવદ અને પરોપકારપરાયણ હતા.
-એ તા. ૨૨-૧૦-૩૪નું સાગરાનન્દસરિનું સિદ્ધચક વર્ષ
જે અંક ૧ લો : પૃ. ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com