________________
૧૨ ].
ભગવાન શ્રો
વાળા, અદઢ અનુશયવાળા, કૃતજ્ઞતાના સ્વામી, અનુપહત ચિત્તવાળા, દેવગુરૂનું બહુમાન કરનારા તથા ગંભીર આશયવાળા બને છે. આવી ઉત્તમ દશાને પમાડનારું કારણ અનાદિકાલીન હોવાથી, શ્રી તીર્થકરદેવના આત્માઓને–તેઓ સર્વ કાલ પરાર્થવ્યસની આદિ હોય છે – એ રીતિએ પણ વણવી શકાય છે. આથી, મિથ્યાત્વવાળી અવસ્થામાં તે શ્રી તીર્થકરદેવના આત્માઓ પરાર્થવ્યસની આદિ હોય જ નહિ, એમ કહેવું એ તદ્દન ખોટું છે. મિથ્યાત્વની મન્દતામાં કે સમ્યકત્વની સન્મુખતામાં પરાર્થવ્યસનિતા આદિ ગુણ હોવા એ અસંભવિત નહિ પણ સુસંભવિત છે. ઈતર ભવ્યાત્માઓ,કે જેઓ ઉત્તમ અપુનબંધકપણને પામેલા છે, તેમાં પણ જ્યારે પરેપકારરસિતા, દેવગુરૂબહુમાનશીલતા આદિ ગુણ હવા એ શક્ય છે, ત્યાં એ જીવો કરતાં અતિશય ઉત્તમ એવા તથાભવ્યત્વવાળા શ્રી તીર્થંકરદેવના આત્માઓને તેવી અવસ્થામાં તે તે ગુણોથી હીન જ હેય એમ કહેવા તૈયાર થવું, એ મહામૂર્ખતા સિવાય છે પણ શું ? શ્રી તીર્થંકરદેવનાં ચરિત્રો પણ સૂચવે છે કે-પરોપકારરસિકતા, ઉચિત ક્રિયાશીલતા અને દેવગુરૂબહુમાનિતા આદિથી તેઓ મિથ્યાત્વવાળી દશામાં પણ હીન હતા. નથી. તે તે અવરથામાં તે તે ગુણો સામગ્રીના પ્રમાણમાં જ અલ્પાધિક હોય તે સ્વાભાવિક છે, પણ એ તે નિશ્ચિત જ છે કે-તેઓ. અનાદિકાલીન ઉત્તમતાને ધરનારા હોય છે અને એ ઉત્તમતા જ્યારે જ્યારે જેટલી જેટલી સામગ્રીને પરિપાક પ્રાપ્ત થાય, ત્યારે ત્યારે પરાર્થવ્યસનિતા આદિને તે તે પ્રમાણમાં કાર્ય રૂપે પમાડે છે. એકની રસુતિ-અનન્તની આશાતનાઃ
ભગવાન શ્રી મહાવીરદેવને આત્મા પણ આવી જ અનાદિકાલીન ઉત્તમતાને ધરનારો હતા. એ જ કારણ છે કે-એ તારકને આત્મા. પ્રથમ સમ્યકત્વ પાપે તે પૂર્વે પણ પરોપકારિતા, દેવગુરૂ બહુમાનિતા અને ઉચિતક્રિયાશીલતા આદિ ગુણોને ધરનારે હતો. મિથ્યાત્વવાળી દશામાં શ્રી તીર્થંકરદેવના આત્માઓ તેવી ઉત્તમતાને પામે એ જે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com