________________
મહાવીરદેવ
[ ૧૧ તથાભવ્યત્વાદિ ભાવથી સત્તામાં પ્રધાન હોવાના હેતુથી પણ પુરૂષતમ” તરીકે ખવાય છે. નરક અને નિગદમાં રહેલા પણ તે આત્માઓ, પિતાના સહજ તથાભવ્યત્યાદિના બળે સવદા ઉત્તમ જ ગણાય છે. એવી યોગ્યતાને ધરનારા એ આત્માઓ જ્યારે જ્યારે તથાવિધ સામગ્રીના પરિપાકને પામે છે, ત્યારે ત્યારે તેઓની ઉત્તમતા કાર્ય રૂપે પરિણમ્યા વિના રહેતી નથી. કાર્ય રૂપે પરિણામ પામેલી એ ચોગ્યતાથી શ્રી તીર્થંકરદેવના આત્માઓ પરાર્થવ્યસની, સ્વાથનું ઉપસર્જન કરનારા, ઉચિત ક્રિયાવાળા, દીનભાવથી હીન, સફલ આરે -
મહારાજાએ, સાગરાનન્દસૂરિનું તેમની અનેક ભૂલે તરફ લ દે રતાં આ ભૂલ તરફ પણ લક્ષ્ય દેર્યું હતું અને આ મામ્ પદના અનાદિકાલવાચક અર્થ થાય એમ સૂચવ્યું હતું. આથી સાગરાનન્દસૂરિ ખૂબ છેડાઈ પડ્યા હતા. પિતાની પ્રકૃતિ મુજબ પૂ. આચાર્યદેવને જ નહિ, પણ તેઓશ્રીના વડિલ ગુર્નાદિકેને પણ ભાંડવામાં સાગરાનન્દસૂરિએ કમીના રાખી નહોતી અને આ મામૂનો અનાદિ અર્થ થાય જ નહિ પણ “સમ્યક્ત્વપ્રાપ્તિ પછીથી' એવો જ અર્થ થાય એમ સૂચવ્યું હતું. આની સામે પૂ. આચાર્યદેવે તેવો અર્થ પૂરવાર કરવાનું આહવાન કરતાં, સાગરાનન્દસૂરિ અસત્યનો આશ્રય લઈ છટકી ગયા હતા. પણ આખર તો તેમને કબૂલ કરવું પડયું છે. એ માટે
જૂઓ સાગરાનન્દસરિનું સિદ્ધચક્ર: વ. ૮, અંક. , પૃ. ૪૭.
સાગરાનન્દસૂરિ ત્યાં લખે છે કે–“સહજ તથાભવ્યત્યાદિ ભાવને લીધે સ્થાપિત કરાયેલી ઉત્તમતાની હદ બતાવવા માટે વપરાએલા સિદ્ધાન્તવાક્યમાં માત્રને અનાદિ અર્થ કર્યા સિવાય કોઈ પણ સુજ્ઞ મનુષ્યને ચાલે તેમ નથી.”
આટલું કબૂલ કરવા છતાં પણ, સાગરાનન્દસૂરિએ પોતાની ભૂલ છુપાવવા માટે માત્ર નો તે આદિ સાથે સંબંધ નથી વિગેરે જણાવી, વળી પાછી ભૂલ કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com