________________
૩િ૮ ]
ભગવાન શ્રી ગર્ભસંક્રમણની આ વાતને, અશક્ય માની ભક્તિવિવશતાથી 'ઉપજાવી કાઢેલી તરીકે માનનારાઓએ વર્તમાનમાં થતાં કેટલાંક ઍપરેશનને ખાસ અભ્યાસ કરવા જેવો છે. ગર્ભસંક્રમણ, એ અશક્ય વસ્તુ નથી અને અચિત્ય શકિતના સ્વામી દેવ ધારે તો ઘણું જ કુશળતાથી ગર્ભસંક્રમણ કરી શકે એ સ્વાભાવિક છે. વળી પ્રભુનાં ચરિત્ર લખનારા મહાત્માઓ પ્રભુના પરમ ભક્ત હોવા છતાં, સુવિવેકી અને મૃષાવાદના સર્વથા ત્યાગી હતા, એ ભૂલવા જેવું નથી. ઉપરાન્ત, ગર્ભસંક્રમણને પ્રસંગ એ કઈ એવો પ્રસંગ નથી, કે જેના આધાર માત્રથી જ શ્રી તીર્થંકરદેવની મહત્તાને સ્થાપિત કરવી પડે. આ તો એક વસ્તુ બની માટે જ કહેવાઈ અને લખાઈ. એ ય વિચારવા જેવું છે કે જે વ્યક્તિની વિવશતાથી ખોટું જ લખવું હોત, તે મહાનુભાવ શાસ્ત્રકાર પરમર્ષિઓ પ્રભુએ પૂર્વે બાંધેલા નીચ ગોત્રકર્મને ઉલેખ જ કરત નહિ. એટલે જે શાસ્ત્રકાર મહાત્માઓએ-બકુલમદ અને એથી નીચ ગોત્રકર્મને બાંધી અધમ કુળમાં અવતરવું –એવી પણ વાતને છૂપાવી નથી, તેઓનું કથન તો અત્યન્ત શ્રદ્ધેય જ મનાવું જોઈએ.
અસ્તુ. દેવાનન્દાની કુક્ષિમાં આવ્યાથી ૮૨ મા દિવસે એટલે કે–આસો વદ તેરશે, હરિણગમેલી દેવે ભગવાનને શ્રીમતી ત્રિશલાદેવીની કુક્ષિમાં સ્થાપના ક્ય. તે દિવસની પાછલી રાત્રિએ શ્રીમતી ત્રિશલાદેવીએ ચૌદ સ્વપ્ન જોયાં.
ઉચ્ચ પ્રકારની આત્મિક કિવા દુન્યવી ઋદ્ધિ-સિદ્ધિને પામવાનું પુણ્ય લઈને આવનારા આત્માએ માતાના ગર્ભમાં આવતાંની સાથે
જ, તે તે માતાઓ તે તે આત્માઓની ભાવિ પરિપૂર્ણતાના પ્રમાઅણુનુસાર સ્વપ્ન જુએ છે. શ્રી તીર્થકરદેવની માતાની જેમ ચક્રવર્તી થનારની માતા પણ ચાદ સ્વપ્ન જૂએ છે, પરંતુ શ્રી તીર્થંકરદેવની માતાથી જોવાતાં ચૌદ સ્વપ્ના કરતાં તે હીન કાંતિવાળાં હોય છે. વાસુદેવની માતા સાત, બલદેવની માતા ચાર, પ્રતિવાસુદેવની માતા
ત્રણ અને મહામુનિની અથવા તે માંડલિકની માતા એક સ્વપ્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
એ છે. જાજાએની માર્શમાં આવતા જવાનું