________________
૨૨ ]
ભગવાન શ્રી
શ્રી ભરત, એ શ્રી ઋષભદેવના પુત્ર હતા. ભગવાન શ્રી કષભદવસ્વામિજી દીક્ષિત બની ચૂક્યા હતા. ઉત્કટ સંયમસાધનામાં લીન બનેલા પ્રભુએ એક હજાર વર્ષ પર્યન્ત છદ્મસ્થપણે વિહાર કર્યો. એ એક હજાર વર્ષમાં આવેલા પ્રમાદના કાળને એકત્ર કરતાં માત્ર એક અહોરાત્ર એટલે જ પ્રમાદકાળ થાય. આમ અપ્રમત્ત પણે વિચરતા ભગવાન ફા. વ. ૧૧ ના દિને કેવલજ્ઞાન પામ્યા. પ્રભુના આગમનને જણાવવા માટે શ્રી ભરતે નિયુક્ત કરેલા પુરૂષ, કેવલજ્ઞાનની ઉત્પત્તિના સમાચાર આપવા આવ્યા. વળી એ જ વખતે આયુધશાળામાં ચક્રરત્ન પ્રગટતાં, તેના સમાચાર આપવા માટે અન્ય નેકરે પણ આવ્યા. આમ બન્નેય સમાચાર આપનારા સમકાળે આવતાં, તેમના વૃત્તાન્તને સાંભળીને શ્રી ભરતે વિચાર્યું કે
ચક્રરત્ન તે માત્ર આ લેક સંબંધી તુચ્છ સુખ સંપાદન કરવામાં સાધનભૂત છે અને ભગવંતનું જ્ઞાન તો ઉભય લેકના અનુપમ સુખને સંપાદન કરવામાં કારણભૂત છે.”
આવો વિચાર કરીને શ્રી ભરત ભારે પ્રમાદપૂર્વક પ્રભુના કેવલજ્ઞાનને મહિમા કરવા નીકળ્યા. શ્રી મરીચિ પણ સાથે જ હતા.
શ્રી મરીચિએ શ્રી આદિનાથ ભગવન્તના પ્રથમ સમવસરણની ઋદ્ધિને જોઈ અને ભૂત, ભાવિ તથા વર્તમાન વસ્તુસમૂહમાં સંદેહ રૂપ
૭-સાગરાનન્દસૂરિએ આ શ્રી મરીચિના ભવને અંગે બીજી પણ કેટલીક મિથ્યા પ્રરૂપણ કરેલી છે. પહેલી વાત તો એ છે કે-શ્રી મરીચિ દીક્ષિત થયા ત્યારે શ્રી ભરત ચક્રવર્તિપણાને પામ્યા જ નહોતા. મરીચિ દીક્ષિત બન્યા બાદ જ શ્રી ભરતે છ ખંડની સાધના કરી છે. આમ છતાં સાગરાનન્દસૂરિ પિતાના સિદ્ધચક્રના ત્રીજા વર્ષના સાતમા અંકના ૧૪૮ મા પાને લખે છે કે
“મરીચિ નામવાળા કુંવરને, પોતાના પિતાની ઋદ્ધિને ભોગવટે અવ્યાબાધપણે હોવાથી તે કુંવરને પણ પિતાનું ચક્રવર્તીપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com