________________
ભગવાન શ્રી મહાવીરદેવ
પ્રાસ્તાવિક
પરમાત્મસ્વરૂપના જ્ઞાનને હેતુઃ
ભગવાન શ્રી મહાવીરદેવ એટલે વર્તમાન શાસનના સંસ્થાપક વર્તમાનમાં આપણે જે કાંઈ કલ્યાણ સાધી શકીએ છીએ અગર તો જે કાંઈ કલ્યાણ સાધી શકાય તેમ છે, તે પ્રતાપ એ પરમાત્માને છે. આથી આપણું તે એ પરમ ઉપકારી છે. એ તારક સર્વ જીવોના અભયદાતા અને શુદ્ધ અહિંસક માર્ગના પ્રરૂપક હોઈને, વસ્તુતઃ તે, સંસારવતી કોઈ પણ જીવ એ તારકના ઉપકારથી પર નથી. આવા અનન્ત ઉપકારી પરમાત્માના સ્વરૂપથી સાત બનવું, એ એ તારકેની આજ્ઞાઓ પ્રતિની રૂચિ અને તેની આરાધના–ઉમથને સુવિશુદ્ધ બનાવવાનું પરમ કારણ છે. પરમાત્મ-સ્વરૂપનું ચિતન પરિણામવિશુદ્ધિને સર્જે છે અને પરિણામવિશુદ્ધિ, એ તે સદાચારાદિનું પ્રબલ કારણ છે. પરમાત્મ-સ્વરૂપને જેમ જેમ યથાર્થ ખ્યાલ આવતો જાય છે, તેમ તેમ આત્મા એ તારકે પ્રતિ આકર્ષા જાય છે. એ રીતિએ આત્માને એ તારકે પ્રતિની પૂજ્યતાને ભાવ વૃદ્ધિ પામે છે અને એથી આત્મા એ તારકાની આજ્ઞાઓને અનુસરવાને અતિશય ઉત્સાહ પ્રાપ્ત કરી શકે છે. પરમાત્માના જીવનને જાણવા-માનવા આદિને જે કંઈ પણ વિશિષ્ટ હેતુ હેય, તે તે આ જ છે. પરમાત્માના જીવનને આવા જ હેતુથી લખવું, વાંચવું ય વિચારવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com