________________
૩૦ ]
ભગવાન શ્રી આ મિથ્યા ઉપદેશે તેમને કોડાકોડી સાગરોપમ પ્રમાણુ સંસાર વધારી મૂક્યો. ખરેખર, સિદ્ધાન્તથી વિપરીત પ્રરૂપણું કરવાના યોગે આત્માને જેટલી હાનિ થાય છે, તેટલી હાનિ તે સિવાયના દુશ્ચરિત્રથી પણ થતી નથી. ઉસૂત્રપ્રરૂપકમાં સમ્યગ્દર્શન હોતું નથી, છતાં તેના બાહ્યાચારે સયમાનુસારી હોય એ અશક્ય નથી. એવા સંયમાનુસારી બાહ્યાચારમાં પ્રવીણ પણ આત્મા, ઉસૂત્રભાષિતાના પાપથી ભયંકર ભવાટવીમાં અતિશયપણે ભમનારે બને છે? એના એ બાહ્યચારિત્રની તેવી કિંમત જ નથી. ચારિત્રભ્રષ્ટ થવું એ અતિશય નિત્વ છે, ચારિત્રભ્રષ્ટ બનવું એ અતિશય પાપમયતા પામવા જેવું છે, છતાં એ નિર્વિવાદ છે કે-બાહ્યથી ચારિત્રાચારે પાળવા છતાં ઉસૂત્રપ્રરૂપણ કરવી, એ એનાથી ય વધુ પાપમયતા પામવા જેવું છે.
હવે મરીચિએ જ્યારે જોયું કે-“આ કપિલ યતિધર્મને આદર કરતો નથી અને મારે પણ એકાદ સેવકની જરૂર તો છેજ.”—ત્યારે તેને પણ પરિવ્રાજક બનાવ્યો. કપિલ પણ મરીચિની ઉપાસનામાં રત રહેવા લાગ્યો. પિતાનું ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયે મરીચિ, પિતાના દુષ્કર્મને આલોચા અને પ્રતિક્રમ્યા વિના મૃત્યુ પામીને, બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા.
પાંચથી ચોવીસ ભો
આ રીતિએ ભગવાન શ્રી મહાવીરદેવના જે સત્તાવીસ ભવ ગણાય છે, તેમાંના ચાર ભા થયા. ૧-શ્રી નયસારને, ૨–સૌધર્મ દેવકને, ૩-શ્રી મરીચિને અને ૪-બ્રહ્મદેવલેકને.
હવે પાંચમો ભવઃ બ્રહ્મદેવલેકમાંથી અવીને ભગવાન શ્રી મહાવીરદેવને તે જીવ એંશી લાખ પૂર્વના આયુષ્યવાળા કૌશિક નામે બ્રાહ્મણ તરીકે ઉત્પન્ન થયો. અહીં તે અનન્ત ત્રિદંડી થઈને મૃત્યુ પામ્યો.
આ પછી તે ઘણું ભવમાં ભો, કે જેની ગણના કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com