________________
મહાવીરદેવ
[ ૩૧ આવી નથી. તે પછી પુષ્યમિત્ર નામના બ્રાહ્મણ તરીકે તે ઉત્પન્ન થયો અને ત્યાં પણ ત્રિદંડી થયો. આ છઠ્ઠો ભવ.
ત્યાંથી મરીને એ સૌધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થયા, એ સાતમો ભવ.
સૌધર્મ દેવલોકમાંથી ચવીને તે અન્યોત (અગ્નિદ્યોત) નામે બ્રાહ્મણ થયો અને પૂર્વની જેમ ત્રિદંડી બન્યો. આ આઠમે ભવ.
અહીંથી મૃત્યુ પામીને તે જીવ ઈશાન દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયે, એ નવમો ભવ.
ત્યાંથી ચ્યવીને તે છવ અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયો અને અહીં પણ ત્રિદંડીપણુને પાયે. આ દશમે ભવ.
અહીંથી મરીને તે જીવ સનકુમાર દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવતા થયે, એ અગીયારમો ભવ
ત્યાંથી આવીને તે જીવ ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયા અને અહીં પણ પરિવ્રાજકપણાને પામ્યો. આ બારમે ભવ.
અહીંથી મૃત્યુ પામીને તે જીવ માહેન્દ્ર દેવલેકમાં દેવતા થશે, એ તેરમે ભવ.
આ પછી પાછો ભગવાન શ્રી મહાવીરદેવને એ છવ સંસારમાં ઘણું ભમે છે. એ ભવની પણ ગણના કરવામાં આવી નથી. તે પછી સ્થાવર નામના બ્રાહ્મણ તરીકેને તે જીવને ભવ ચૌદમા ભવ તરીકે ગણાય છે. અહીં પણ તેને ત્રિદંડી પરિવ્રાજકપણું પ્રાપ્ત થયું હતું.
સ્થાવર તરીકે મૃત્યુ પામીને તે જીવ બ્રહ્મદેવલોકમાં દેવતા થયા, એ પંદરમે ભવ.
ભગવાન શ્રી મહાવીરદેવને આત્મા ત્યાંથી ચવીને વિશ્વભૂતિ તરીકે ઉત્પન્ન થયો. શ્રી મરીચિ તરીકેના ભવ પછી, વિશ્વભૂતિ તરીકેના આ ભવમાં જ તે જીવને જેની પ્રવજ્યાની પ્રાપ્તિ થઈ વિશ્વભૂતિ અદ્દભૂત સામર્થશાલી હતા. વિશ્વનંદી રાજાના યુવરાજના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com