________________
૨૪ ]
ભગવાન શ્રી
અને સ્નેહ-સંબંધની ક્ષણભંગુરતા પણ જાણી શક્યા : આવી રીતિએ સદ્દધર્મના પરિણામ અત્યન્ત વૃદ્ધિ પામતાં શ્રી મરીચિએ પિતાના પિતામહ પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી.
ભગવન્તના આ પ્રથમ સમવસરણમાં બીજી પણ દીક્ષાઓ આદિ થયેલ છે, પણ તેવી તે ઘણી ય વાતો આમાં લીધી નથી.
હવે શ્રી મરીચિમુનિ, સમ્યફપ્રકારે શ્રમણુધર્મને આદરતા પ્રભુની સાથે વિહરવા લાગ્યા. દશ પ્રકારની આવશ્યક સામાચારી પાળતાં, સિદ્ધાન્તમાં દર્શાવેલ સંયમકરણમાં પરાયણ બનીને, સંસારની અસારતાને ભાવતાં અને અઢાર પ્રકારના બ્રહ્મચર્યને આચરતાં શ્રી મરીચિમુનિએ ઘણાં વર્ષો વ્યતીત કર્યા. તીર્થંકરપણાની ઋહિ દેખીને જ, ઋદ્ધિની અપેક્ષાએ જે ત્યાગી થનારે છે, એના ત્યાગને દ્રવ્યત્યાગ કહે કે નહિ ?”
સાગરાનન્દસૂરિનું આ પણ એક ભયંકર જુઠાણું જ છે. શ્રી મરીચિના ત્યાગને અંગે પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી ત્રિષષ્ઠિશલાકાપુરૂષચરિત્રના દશમા પર્વના પહેલા સર્ગમાં સાફ સાફ ફરમાવે છે કે – “મમા મોઘેર, ચિમી = નામા धम चाकर्ण्य सम्यक्त्व-लब्धधीर्वतमाददे ॥ २९ ॥”
પરમ ઉપકારી શ્રી ગુણચન્દ્ર ગણિવર પણ પિતાના રચેલા પ્રાકૃત મહાવીરચરિત્રમાં ફરમાવે છે કે –
अन्नया य सो मिरिई कुमारो भगवओ आइतित्थगरस्स असोगपुप्फबुट्टिपमुहं च पाडिहेरविभूई चउचिदेवनिकाएण कीरमाणि दट्टण तीआणागयपडुप्पण्णवत्थुसत्यवित्थरगयसंदेहसंदोदहणपसमणेक्कपीऊसद्धाराणुगारिणिं धम्मदेसणं निसामिऊण य करिकलहकन्नतालतरलमवलोईऊण जिवियं उब्वेलिरमहलविसघेलरीसरित्थं निच्छिऊण कुवलयच्छिसंजोगसमुन्भवसुहं अचंडतडिदंडभंगुरं जाणिऊण पणइजणपेमप्पबंधं परूढगाढसद्धम्मपरिणामो महाविभूइए पियामहस्स पासे पव्वइओत्ति । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com