________________
[ ૪૧.
મહાવીરદવ ગયું. હવે એ જ વખતે ભગવાન વિચાર કરે છે કે-“હજુ તે હું ગર્ભમાં છું. છતાં પણ માતા-પિતાને મારા ઉપર ગાઢ સ્નેહ છે, તા. પછી મારો જન્મ થયા બાદ પરિચયથી મારા ગુણગ્રામને જાણતાં તો આમને સ્નેહ અતિશય ગાઢ બની જશે !'
આ વિચાર આવતાંની સાથે જ,પોતે માતા-પિતાના જીવતાં દીક્ષા લેશે, તો અતિશય સ્નેહવાળાં પિતાનાં માતા-પિતાની કથી અવસ્થા થશે ?”_એને ભગવાન વિચાર કરે છે અને નિર્ણય કરે છે કે-ખરેખર, હું જે આમના જીવતાં દીક્ષા ગ્રહણ કરું તે તે આ જીવી શકે જ નહિ. સ્નેહના વિશે આર્તધ્યાનવાળાં બનીને મૃત્યુ જ પામે.”
ભગવાન આ નિર્ણય કરી શકે. એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ. કારણકે તેઓ ત્રણ નિર્મલ કરિનાં ને ધરનારા છે.
આવો નિર્ણય થયા બાદ, તેવા અનુચિતને અટકાવવાને માટે ભગવાન પ્રયત્ન ન કરે, એ શક્ય જ નથી. માતાની અનુકમ્મા નિમિત્તે જે ભગવાન ગર્ભમાં પણ અંગને સંકોચે, તે ભગવાન પોતાના નિમિત્તે મા-પિતાનું અસમાધિમય મૃત્યુ કેમ જ થવા દે? ખરેખર, તેમ નહિ થવા દેવાને માટે જ ત્રણ જ્ઞાનવાળા ભગવાને પોતાનું ચારિત્રમેહનીય કર્મ કેવા પ્રકારનું છે, એ તપાસ્યુંકારણ કે–તેના ઉદય વિના કોઈ પણ આત્મા અવિરતિવાળી દશામાં રહી શકે જ નહિ. ભગવાને જોયું કે મારું ચારિત્રમોહનીય કર્મ સોપક્રમ છે અને એથી તેને ટકાવી રાખવું હોય તે પ્રયત્ન વિશેષની આવશ્યકતા છે.” આ માટે જ ભગવાન શ્રી મહાવી દેવે એ અભિગ્રહ ગ્રહણ કર્યો કે માતા પિતાના જીવતાં હું દીક્ષા લઈશ નહિ.”
૯-આ આગ્રહના સંબંધમાં પણ સાગરાનન્દસૂરિએ તદ્દન ખોટી અને અતિશય હીન કટિની બાબતો લખી દીધી છે. પોતાના સિદ્ધચક્રના તા. ૧૭-૧૨-'૩૩ના અંકમાં ૧૪૨ મા પાને તે લખે છે કે
“ મૂવ શાસ્ત્રકાર ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી, મહારાજજી, ટીકાકાર ભગવાન શ્રીજિનેશ્વરસૂરીશ્વરજી, અને તેજ વૃત્તિના સંશોધક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com