________________
૪ર ]
ભગવાન શ્રી ખરેખર, માતા-પિતાના ચિત્તસંતાપના નિરાસને માટે, મહાપુરૂષોની સ્થિતિની સિદ્ધિને માટે અને ઈષ્ટ એવા મેક્ષના ઉપાયભૂત પ્રવજ્યાની નિષ્પત્તિ અર્થે જ ભગવાન શ્રી મહાવીરદેવે આ અભિગ્રહ ગ્રહણ કર્યો છે. તેવા પ્રકારના સંયોગોમાં આમ કરવું, એ જ એ તારકની વિવેકશીલતા આદિને છાજતી વસ્તુ છે.
આ અભિગ્રહને આગળ કરીને જેઓ-માતા-પિતા જીવતાં હોય ત્યાં સુધી તેમની સંમતિ વિના દીક્ષા લેવાય જ નહિ”—એવું કહે છે, તેઓ પણ મિથ્યાવાદી જ છે. શ્રી ઋષભદેવ ભગવાને દીક્ષા લીધી ને શ્રીમતી મરૂદેવા માતા રડતાં રડતાં અધતાને પામ્યાંઃ શ્રી નેમનાથ ભગવાને રથ પાછો ફેરવ્યો અને દીક્ષાની તૈયારી કરી, ત્યારે શ્રીમતી રાજુલદેવી ધ્રુસ્કે ધ્રુસ્કે બેફાટ રડતાં હતાં અને ભગવન્તનાં નવાંગી વૃત્તિકાર ભગવાન શ્રીઅભયદેવ સૂરીશ્વરજી કૃત “પિત્રુદેગ નિરાસાષ્ટકમાં જણાવે છે કે મેહના ઉદયથી એ અભિગ્રહ કરેલ છે;”
ખરેખર, શાસ્ત્રકાર મહાત્માઓના નામે આવાં ગપ્પાં તો સાગ રાનન્દસૂરિ જેવા જ મારી શકે. સાગરાનન્દસૂરિ જેને “પિતૃગ નિરાસાષ્ટક’ કહે છે, તે “પુણ્યાનુબધિ-પુણ્યપ્રધાન-ફલાષ્ટક” માં તો એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે–ભગવાને ગ્રહણ કરેલ અભિગ્રહ, એ પણ એ તારકની મેક્ષસાધક એવી એક ઉચિત ક્રિયા જ હતી. આવી ઉચિત ક્રિયા વિવેકપુરસ્સરની જ હેઈ, તે ક્રિયાને મોહના ઉદયથી થયેલી કહેવી એ સરાસર મૂર્ખતા છે. જેઓ માટે શક્ય હોય, તેઓ એ અષ્ટકનું મનન કરવા કૃપા કરે. ચારિત્રમોહનીય વિશેષના ઉદયને ગ્રેહાવસ્થાનના કારણ તરીકે જણાવેલ છે, પણું
અભિગ્રહના કારણ તરીકે નહિ જ ! અભિગ્રહના કારણ તરીકે તે ત્રણ વસ્તુ જ ફરમાવી છેઃ ૧-પિત્રુદ્ધગનિરાસ માટે, ૨-મહાપુરૂષોની સ્થિતિની સિદ્ધિ માટે અને ૩-ઈષ્ટકાર્યની સમૃદ્ધિ અર્થે. આ સિવાય અભિગ્રહને અંગે સાગરાનન્દસૂરિએ બીજા પણ લોચા વાવ્યા છે, જે લંબાણના ભયે અત્રે જણાવ્યા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com