________________
૪૦ ]
ભગવાન શ્રી શ્રી તીર્થંકરદેવના આત્માઓ ગર્ભાવસ્થામાં પણ મતિ, મૃત અને અવધિ એ ત્રણ નિર્મલ જ્ઞાનેએ સહિત જ હેય છે. એ મુજબ ત્રણ જ્ઞાનના સ્વામી ભગવાન શ્રી મહાવીરદેવે, ગર્ભમાં રહે રહે પણ અવધિજ્ઞાનથી, દેવાનન્દાના એ દુઃખને જાણ્યું. આ જાતિનું સંક્રમણ થવાનું છે એય ભગવાન જાણતા હતા અને સંક્રમણ થયું એય ભગવાનથી અજાણ્યું નહોતું. આથી દેવાનન્દાની અવસ્થા જાણવાને પ્રેરાવું એ સ્વાભાવિક જ છે.
અવધિજ્ઞાનથી દેવાનન્દાની દુઃખમય દશાને જોઈને ભગવાન વિચારે છે કે-“અહ, મારા નિમિતિ આ દેવાનન્દા વાણીથી વર્ણવ્યું વર્ણવી શકાય નહિ એવા દુઃખને પામી !
આ રીતિએ દેવાનન્દાના દુઃખનો વિચાર કરતાં ભગવાનને શ્રીમતી ત્રિશલાદેવીના દુઃખનો વિચાર આવ્યો. દેવાનન્દાનું દુઃખ નિવારવાને તે કોઈ ઉપાય જ નહિ હતો, પણ હવે આ માતાને દુઃખ ન થાય એમ વર્તવાને ભગવાને નિર્ણય કર્યો. “મારી અંગચલન રૂપ ચેષ્ટાથી આ ત્રિશલા દુઃખને ન પામે એમ વિચારી ભગવાન નિશ્ચલ બન્યા.
માતાની અનુકમ્પાથી પ્રેરાઈને ભગવાને તે પોતાના અંગસ્કુરણને અટકાવ્યું, પણ એનું પરિણામ વિપરીત આવ્યું. જેના ભલાને માટે એ કરવામાં આવ્યું હતું, તેના જ બૂરાને માટે એ થયું. પિતાના ગર્ભની નિષ્પન્દતાને જાણીને શ્રીમતી ત્રિશલાદેવીને એમ થઈ ગયું કે “મારે ગર્ભ કાં તો ગળી ગયો અને કાં તો હરાઈ ગયે. આથી તેણી ગાઢતર દુઃખસમૂહને પામી. શ્રી સિદ્ધાર્થ રાજાને ખબર પડતાં તેમના શકને પણ પાર રહ્યો નહિ. સર્વત્ર શોકમય વાતાવરણ પ્રસરી ગયું. મૃદંગના ધ્વનિ અને સંગીતના નિર્ધાના સ્થાને શોકમય સ્વરે સંભળાવા લાગ્યા.
પિતાના જ્ઞાનથી ભગવાન આ સ્થિતિને પણ જાણી શક્યા અને માતાના સુખાર્થ તરત જ પિતાના અંગને ખુરાવ્યું. એની સાથે જ
શ્રી સિદ્ધાર્થ રાજાના ભવનમાં આનન્દમય વાતાવરણ પુનઃ પ્રસરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com