________________
૨૦ ]
ભગવાન શ્રી
પાછા ફરતાં માર્ગમાં પણ શ્રી નયસાર ગુરૂવચનને ભાવતા હતા અને ભવભયને ચિતવતા હતા.
આ રીતિએ પોતાના આવાસે પાછા ફરીને શ્રી નયસારે રાજાની આજ્ઞા મુજબનું પોતાનું કાર્ય પતાવી લીધું. સારા કાષ્ઠનાં ગાડાં ભરીને તાકરવર્ગ સાથે શ્રી નયસાર પેાતાના સ્થાને આવ્યા અને તે કાષ્ઠા રાજાને મેાકલી આપ્યાં.
કરતા
હવે તે। શ્રી નયસારના જીવનમાં અજબ જેવા પા આવી ગયા હતા. ત્યારથી તે પ્રતિદિન શ્રી જિનધર્મના અભ્યાસ હતા અને જીવ, અજીવ આદિ નવ તત્ત્વાને ચિન્તવતા હતા. જીવ ધ્યાનું પાલન, મુનિજનેાની ભક્તિ અને સાર્મિકાનું બહુમાન કર– વામાં શ્રી નયસાર કુશલ બન્યા હતા. અત્યન્ત આદરપૂર્વક શ્રી જિનશાસનને મહિમા વધારવાના કર્તવ્યને પણ તેએ ચૂકયા નથી.
શ્રી નયસારનું મૃત્યુ પણ સમાધિમય હતું. તેએ અન્તિમ આરાધનાથી વંચિત નહાતા રહ્યા. શ્રી અહિન્ત આદિ પાંચના નમસ્કારનું સ્મરણ કરતાં કરતાં જ શ્રી નયસાર કાર્ય તથાપ્રકારના કારણને પામી મૃત્યુને પામ્યા હતા.૫
૫–શ્રી નયસારના સંબંધમાં આટલી બધી, અરે–આનાથીય વધુ વિગતા પ્રાપ્ત થતી હાવા છતાં પણુ, સાગરાનન્દસૂરિએ તેમના સિદ્ચક્રના ત્રીજા વર્ષના પહેલા અંકના પાંચમા પાને લખ્યું છે –
“ જો કે નયસારની જિંદગીના બીજા વૃત્તાંતા કાઈ પણ શાસ્ત્રમાં ઉલ્લેખિત થએલા જોવામાં આવતા નથી, છતાં તલાટીપણામાં બાળવાના લાકડાં માટે જંગલમાં મધ્યાહ્ન વખતે નિવાસ કરવાનું કહેલું એકજ વર્ણન ચેાખાની ભરેલી હાંલ્હીમાંથી બે દાણા ચાંપવાથી જેમ આખી હાંલ્લીની સ્થિતિ માલમ પડે તેમ આ એક ખાળવાનાં લાકડાં જેવી ચીજને માટે આપેલું વર્ણન તેમની સ્વાભાવિક જિંદગીને ચિતાર આપવા માટે બસ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com