________________
૮ ]
ભગવાન શ્રી અવસર્પિણને પ્રથમ આરે સુષમસુષમા હોઈ અનુક્રમે છઠ્ઠો આરે દુઃષમદુષમા આવે છે. ઉત્સર્પિણનો પ્રથમ આરે દુષમદુષમા હાઈ ચઢતા ક્રમે છઠ્ઠો આરે સુષમસુષમા આવે છે. આથી છ આરાઓ પૈકી સુષમસુષમા અને દુષમદુષમા એ બન્નેય આરાઓ જ્યારે ને ત્યારે સાથે જ આવે છે. એટલે કે-સુષમસુષમાથી સુષમસુષમા અને દુષમદુષમાથી દુઃષમદુષમા સંલગ્ન આવે છે. એ સિવાયના અ રાઓ કાળાનુક્રમે આવે છે. વર્તમાનમાં અવસર્પિણીને “દુષમા' નામને પાંચમે આર ચાલે છે. આ અવસર્પિણને “દુઃષમસુષમા' નામને ચોથો આરો જ્યારે ૭૫ વર્ષ અને ૮ મહિના જેટલે બાકી હતો, ત્યારે ભગવાન શ્રી મહાવીરદેવને આત્મા તીર્થપતિ તરીકેના પિતાના અતિમ ભાવ માટે શ્રીમતી દેવાનંદાની કુક્ષિમાં આવ્યું હતું. એ ચોથા આરામાં એ તારકની પૂર્વે બીજા ૨૨ તીર્થપતિઓ થયા હતા. પ્રથમ તીર્થપતિ ભગવાન શ્રી ઋષભદેવને આત્મા તો ત્રીજા આરાને ૮૯ પક્ષ સહિત એક ત્રુટિતાંગ બાકી હતા, ત્યારે શ્રીમતી મરૂદેવા માતાના ગર્ભમાં આવ્યા હતા. દરેક અવસર્પિણીના ત્રીજા અને ચોથા આરામાં થઈને કુલ ૨૪ તીર્થપતિઓ, ૧૨ ચક્રવર્તિઓ, ૯ વાસુદેવે અને ૯ બલદેવો-એમ ૫૪ પુરૂષોત્તમે થાય છે. એમાં નવ પ્રતિવાસુદેવોને ઉમેરતાં ૬૩ થાય, એમાં ય નવ નારદને ઉમેરતાં ૭ર થાય અને એમાં ય ૧૧ રૂદ્રોને ઉમેરીએ તે ૮૩ થાય. દરેક ઉત્સપિણીમાં પણ આ રતિએ ૨૪ તીર્થકર આદિ પુરૂષોત્તમે થાય છે. પરંતુ અવસર્પિણીમાં જ્યારે પ્રથમ તીર્થપતિ અને પ્રથમ ચક્રવર્તી ત્રીજા આરાના પ્રાન્ત થાય છે તથા બાકીના ૨૩ તીર્થપતિ અને ૧૧ ચક્રવર્તી ચોથા આરામાં થાય છે, ત્યારે ઉત્સર્પિણમાં ત્રીજા આરામાં ૨૩ તીર્થપતિ અને ૧૧ ચક્રવર્તી થાય છે તથા ૨૪મા તીર્થપતિ અને ૧૨ મા ચક્રવર્તી ચોથા આરાના પ્રારંભમાં થાય છે. અવસર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળ બન્ને ય દશ કટાકટિ સ ગરોપમ પ્રમાણ હેય છે, એટલે એક કાળચક્ર વીસ કેટકેટિ સાગરોપમ પ્રમાણ થયું. એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com