________________
મહાવીરદેવ
[ ૯
કાળચક્રમાં એટલે કુલ વીસ કેટકટિ સાગરોપમ પ્રમાણુ કાલમાં ૪૮ તીર્થપતિઓ થાય છે. આવાં તો અત્યાર સુધીમાં અનન્તાં કાળચક્રો થઈ ગયાં અને ભવિષ્યમાં અનન્તાં કાળચક્રો થશે એટલે આ શ્રી ભરતક્ષેત્રની અપેક્ષાએ જોઈએ, તે પણ ભગવાન શ્રી મહાવીરદેવ અનન્તમા તીથપતિ હતા. વળી હજુ અનન્તા તીર્થપતિઓ થવાના છે, એટલે એ દષ્ટિએ ભગવાન શ્રી મહાવીર દેવ ચરમ તીર્થપતિ પણ નથી. આ દષ્ટિએ તે કઈ જ તીથપતિ ન તો પ્રથમ છે કે ન તો અન્તિમ છે. પ્રથમ અને અતિમ આદિની ગણના , તે તે કાળચક્રાર્ધની અપેક્ષાએ છે. છતાં આ બન્ને ય ગણુનાઓ પિતાપિતાની અપેક્ષાએ યથાર્થ છે. અનાદિ અનન્ય શ્રી જૈનશાસનઃ
આમ હોવાથી, એ પણ સમજી શકાશે કે શ્રી જૈનશાસનની સર્વ પ્રથમ ઉત્પત્તિ ભગવાન શ્રી ઋષભદેવથી થઈ અને ભગવાન શ્રી મહાવીરદેવના શાસનના અન્ત સાથે શ્રી જૈનશાસનને સર્વથા અન્ત થઈ જશે–એમ કહેવું એય મિથ્યા છે. બેશક, વર્તમાન અવસર્પિણી નામના કાળચક્રાર્ધમાં આ ભરતની અંદર શ્રી જેનશાસનની ઉત્પત્તિ શ્રી ઋષભદેવ ભગવાનથી થઈ અને શ્રી મહાવીર પ્રભુના શાસનના અન્ત સાથે જ આ ભારતમાં આ અવસર્પિણી માટે શ્રી જેનશાસનને અન્ત આવશે, એ બરાબર છેઃ પણ અનન્ત કાળચક્રોની અપેક્ષાએ તે શ્રી જૈનશાસન અનાદિ-અના જ છે. કોઈ પણ અવસર્પિણીમાં કે કોઈ પણ ઉત્સર્પિણીમાં, શ્રી જૈનશાસનને સર્વકાલે સર્વથા અભાવ એ શક્ય નથી અને એથી કંઈ પણ કાળચક્રાર્ધમાં મુક્તિગમનને સર્વકાલે સર્વથા અભાવ એ પણ અસંભવિત જ વસ્તુ છે. શ્રી તીર્થકરોના આત્માએ નરક અને નિગોદમાં હોય તોય
પુરૂષોત્તમ ગણાયઃ આ વ્યવસ્થા ત્યારે જ ઘટે, કે જ્યારે સંસારને અનાદિ-અના અને સંસારવતી છને અનન્તાનન માનવામાં આવે. આ સંસારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com