________________
મહાવીરદેવ
[ ૨૭ શ્રી ભરત ચક્રવતી આ સાંભળીને અત્યન્ત હર્ષ પામ્યા. તેમને થયું કે મરીચિનો આત્મા કાઈ અનુપમ કેટિને છે. આમ તો મરીચિમુનિએ યતિધર્મને ત્યાગ કરેલ અને કુલિંગ સ્વીકારેલું, એટલે પરમ શ્રાવક શ્રી ભરત ચક્રવતી તેમને વન્દન કરતા નહિ પણ તેમને ભાવિ તીર્થંકર જાણીને વન્દન કરવાનું મન થઈ ગયું.
પ્રભુની અનુજ્ઞા લઈને શ્રી ભરત ચક્રવર્તી ત્યાં આવ્યા, કે જ્યાં મરીચિ પરિવ્રાજક બેઠા હતા. ત્રણ પ્રદક્ષિણ દઈને શ્રી ભરત ચક્રવર્તિએ તેમને વન્દન કર્યું, પ્રભુએ કહેલી હકીકત જણાવી અને તેમના અહેભાગ્યની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. સાથે ખૂલાસો કરી દેવાને પણ એ પરમ વિવેકી શ્રી ભરત ચક્રવર્તી ચૂક્યા નહિ. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે-“હું કાંઈ તમારા આ પરિવ્રાજકપણને નમતો નથી હું તે તમે ભવિષ્યમાં તીર્થકર થવાના છે, એથી જ તમને વંદન કરું છું.'
આ પ્રસંગે મરીચિમાં ભારે કુલમદ ઉત્પન્ન કરી દીધો. પોતે સંયમથી પતિત થયેલા છે અને સંયમથી પતિત થવાના યોગે જીવને કેવા અનર્થોના ભંગ થવું પડે છે એ જાણે છે. આ સ્થિતિમાં જ્યારે એમ નિશ્ચિતપણે માલુમ પડે કે-“ભવિષ્યમાં વાસુદેવ પણ થઈશ, ચક્રવર્તી પણ થઈશ અને અન્ત તીર્થકર પણ થઈશ.”—ત્યારે હર્ષાતિરેક થવો એ સ્વાભાવિક છે. “મારા પિતામહ પ્રથમ તીર્થપતિ છે, મારા પિતા પ્રથમ ચક્રવર્તી છે અને હું પહેલે વાસુદેવ થઈશ ? આવું ઉત્તમ કુલ કેનું હોઈ શકે?”—આ વિચાર આવવો એય સ્વાભાવિક છે. આમ છતાં, આવો કુલમદ પણ આત્માને હાનિ જ પહોંચાડનાર છે. મરીચિ તો ત્રિપદી વગાડીને નાચવું તથા ભુજાસ્ફોટ કરો આદિ પણ અભિમાનથી કરી ચૂક્યા છે. વિવેકને તજ, લજાને વિસારી, ઉન્માદને આધીન બન્યા વિના આવો હર્ષાતિરેક અને આવો કુલમદ આવે એ શક્ય નથી. આ કુલમદના પ્રતાપે મરીચિએ દઢ. નીચ ગોત્રકર્મ બાંધી લીધું.
આ પછી કેટલાક કાળે ભગવાન શ્રી ઋષભદેવસ્વામિ નિર્વાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com