________________
૨૬ ].
ભગવાન શ્રી મેક્ષસુખને તમે વાંછતા હે, તે તમે શ્રી જિનપ્રણત યતિધર્મને બરાબર આચરે.”—એમ ફરમાવતા હતા.
તેમના મુખેથી ઉત્તમ યતિધર્મના આચારોને સાંભળતાં, લેકે એમ પણ પૂછતા હતા કે-જે એવા પ્રકારને ચારિત્રધર્મ છે, તે તમે છત્ર પ્રમુખ ઉપકરણો શા માટે રાખો છે ? શિરચાદિકને બરાબર કેમ આચરતા નથી?”
એ વખતે મરીચિ કહેતા કે મારી બુદ્ધિ સંસારને વશ છે. મોહ રૂપ મહામલે મને જીતી લીધો છે. ઉછુંખલ કષાય રૂ૫ દુર્જનેથી હું ખલિત થયો છું. દુર્દાન્ત ઈન્દ્રિયો રૂપ ચોરેએ મારું પ્રશમધન લુંટી લીધું છે. દુર્ગતિ રૂ૫ રાક્ષસી મને સાદર જઈ રહી છે. આથી તમે મારા ગુણદોષનું અવલોકન કરવાનું રહેવા દ્યો અને નીચ માણસે લાવેલા મહામણિની જેમ મારાથી કહેવાએલા મુનિધર્મને સ્વીકાર કરી કૃતાર્થ થાઓ !”
આ સુન્દર ખૂલાસે નિર્દષ્ણપણે કરે, એ શુદ્ધ સમ્યકત્વ વિના શક્ય નથી. આ રીતિના મરીચિના ઉપદેશથી પ્રતિબોધ પામીને અનેક આત્માઓ શ્રમણદીક્ષા સ્વીકારવાને તત્પર બની મરીચિની પાસે આવતા. મરીચિ પણ તેમને શિષ્યભાવે ઉપસ્થિત થએલા જાણીને, પ્રભુની પાસે મોકલી આપતા.
એક વાર સમવસરણમાં વિરાજમાન શ્રી ઋષભદેવ ભગવાનને શ્રી ભરત ચક્રવર્તિએ પૂછ્યું કે-“હે ભગવન ! આ પર્ષદામાં એવો કેાઈ ભવ્યજન છે, કે જે આ ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં તીર્થકર થનાર હેય?”
એ વખતે કુલિંગયુક્ત મરીચિને બતાવતાં ભગવાને કહ્યું કે“આ તારો પુત્ર મરીચિ આ ચોવીસીમાં ચરમ તીર્થપતિ થશે. વળી
એ તે પહેલાં ભરતાર્ધનો સ્વામી ત્રિપૃષ્ટ નામે વાસુદેવ થશે અને - મહાવિદેહમાં પ્રિય મિત્ર નામે ચક્રવર્તી પણ થશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com