________________
૧૮ ]
ભગવાન શ્રી ગુરૂમહારાજાએ પણ શ્રી જિનકથિત નીતિથી યોગ્યતા ગુણ અને ચિત્તને ઉત્સાહ પ્રમુખ પ્રધાન શુકને જોઈને સમત્વનું આરોપણ કર્યું. પછી કહ્યું કે-“ભદ્ર! શંકાદિ દેથી રહિતપણે તારે આનું પાલન કરવું : કારણ કે–આ સમ્યક્ત્વ નિર્વાણલક્ષ્મીનું કારણ છે. તું ધન્ય છે કે–સેંકડે દુઃખેથી રૌદ્ર એવા આ ભવસમુદ્રને તરવા માટે નાવ સમાન શ્રી જિનધર્મને તું પાપે. અનન્ત જીવોએ આનું સદા પાલન કરતાં આના પ્રભાવથી દુઃખોને જલાંજલિ દીધી છે. આથી હે ભદ્ર! સ્વભાવે ક્ષણભંગુર એવા સંસારના સુખ નિમિત્તે કઈ વાર પણ તું આ ધર્મમાં પ્રમાદ કરીશ નહિ.”
શ્રી નયસાર તે આ સાંભળતાં વધુ હર્ષ પામ્યા. એમને લાગ્યું કે-“ગુરૂમહારાજે મારા ઉપર અનુપમ ઉપકાર કર્યો. આથી તેમણે ગુરૂમહારાજને પિતાના ધન, રત્ન અને ભવન આદિનો સ્વીકાર કરવાની પ્રાર્થના કરી. શ્રી નયસારે એમ પણ કહ્યું કે–“એટલું આપવાથી પણ શું? આ મારે જીવ પણ આપને આધીન છે.' - ૪ શ્રી તીર્થંકરદેવના પ્રથમ સમ્યકત્વને પણ વરબોધિ કહેવાય છે. સાગરાનન્દસૂરિ જો કે-અત્યારે એનો ઈનકાર કરી અનેક લોચા ઉભા કરે છે, પરંતુ પિતાના સિદ્ધચક્રના ત્રીજા વર્ષના પહેલા અંકના બીજા પાને તેમણે જ લખ્યું છે કે
જે કે સામાન્ય રીતે બીજા તીર્થકર નહિ થવાવાળા જીવોના સમ્યકત્વ કરતાં તીર્થકર થવાવાળા જીવોનું સમ્યકત્વ શ્રેષ્ઠ ગણાય જ છે, પણ ઉપર જણાવેલી અપેક્ષાએ પણ તે નયસારના ભવના સમ્યક્ત્વને શ્રેષ્ઠ સમ્યક્ત્વ ગણું વરાધિ તરીકે ગણાય...”
“યં ગ્ય "પદને અંગે શ્રી લલિતવિસ્તરામાં જણાવેલું છે કે
" स्वयंसंबुद्धेभ्यः " तथाभव्यत्वादिसामग्रीपरिपाकतः प्रथमसम्बोधेऽपि स्वयोग्यताप्राधान्यात् त्रलोक्याधिपत्यकारणाचिन्त्यप्रभावतीर्थकरनामकर्मयोगे चापरोपदेशेन स्वयं आत्मनैव सम्यग्वरबोधिप्राप्त्या बुद्धा मिथ्यात्वनिद्रापगमसम्बोधेन વહંદુતા................
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com