________________
મહાવીરદેવ
[ ૧૭ શ્રી નયસારને એમ થઈ ગયું કે-ગુરૂમહારાજની કેટલી અસીમ કૃપા છે? મારા જેવા નાલાયકને તે આવો ઉપદેશ હોય ?” આથી શ્રી નયસારે ભક્તિભર હૈયે પોતાનું લલાટ નમાવી, હાથ જોડીને કહ્યું કે
ભગવાન ! સાક્ષાત પશુ સમાન, અત્યન્ત અયોગ્ય, બુદ્ધિહીન અને નિરંતર પાપકર્મમાં આસક્ત એવા પણ મને આપ આ ઉપદેશ કેમ આપે છે ?”
“ભદ્ર! તું એમ ન બેલ! અત્યારે કેટલાંક પ્રત્યક્ષ લક્ષણેથી તારામાં સંપૂર્ણ યોગ્યતા છે એમ જણાઈ આવે છે. નહિ તે આવી ભયંકર અટવીમાં અમે તારા જોવામાં ક્યાંથી આવીએ ? અને કદાચ જેવામાં આવીએ તોય તમે અમને જેવાથી જે પ્રમોદ થયો તે ક્યાંથી થાય ? એ પછીથી પણ પોતાના માટે આવેલ ભોજનનું અમને દાન દેવાની તને બુદ્ધિ થઈ તે કેમ થાય ? પુણ્યહીના દૃષ્ટિપથમાં તો અમારા જેવા અતિથિઓ આવેય નહિ અને તેમને આવો ભક્તિભાવ પણ કદી જ ઉત્પન્ન થાય નહિ. આવા પ્રકારની સામગ્રી તે ભારે પુણ્યના પ્રભાવે મેક્ષલક્ષ્મીને ઈચછનારા મનુષ્યોને જ નિશ્ચયથી ઘટી શકે. આર્યક્ષેત્ર, કકરહિત ઉત્તમ કુલ અને મનુષ્યજન્મ તેમજ અનુપમ રૂપ, રોગરહિત શરીર, સંપૂર્ણ આયુષ્ય, સમસ્ત કળાઓમાં કુશળતા અને સાધુઓને ગ–આ બધી જ સામગ્રી તને પુણ્યના પ્રકર્ષથી પ્રાપ્ત થઈ છે. અનુપમ મોક્ષસુખ રૂ૫ ફળ આપવાને આ સમર્થ છે, માટે પૂર્વે નહિ પમાએલા એવા શ્રી જિનકથિત ધર્મને તું સ્વીકાર કર!”
મુનિવરના શ્રીમુખેથી આ વિગેરે સાંભળતાં, શ્રી નયસારમાં તીવ્ર સંવેગ ઉત્પન્ન થયા. આંખમાં આનન્દનાં આંસુઓ ઉભરાયાં. વસુધાતલને મસ્તક સ્પર્શે એ રીતિએ નમસ્કાર કરતાં શ્રી નયસારે કહ્યું કે
હે ભગવન! આપ તે સમસ્ત પ્રાણિઓને તારવાને તત્પર એવા નિષ્કારણુવત્સલ છે. હવે ભવવિરક્ત થયેલા મારામાં આપ સમ્યક્ત્વનું આરોપણ કરે !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com