________________
૧૬ |.
ભગવાન શ્રી મારા અતિથિ થયા છે. કૃપા કરીને આપ મારા આવાસે પધારે.”
શ્રી નયસારની આ વિનંતિથી પ્રત્યક્ષ ધર્મનિધાન સમા, ધીર અને યુગપ્રમાણ ભૂમિમાં દષ્ટિને સ્થાપન કરતા મુનિવરે શ્રી નયસારના આવાસમાં પધાર્યા. પુણ્યસંગે ઉત્પન્ન થયેલ સ્નેહને લીધે વૃદ્ધિ પામેલ તીવ્ર શ્રદ્ધાથી શ્રી નયસારે તે મુનિવરને વિધિપૂર્વક આહારપાણીથી પ્રતિલ.ભા. મુનિવરેએ પણ ખૂબ થાકેલા આદિ હોવા છતાં, પિતાના ઉત્તમ આચાર મુજબની ક્રિયા કર્યા પછી જ આહારપાણ વાપર્યો.
શ્રી નયસારના હૈયામાં તો હર્ષ સમાતું નથી. આ ઉત્તમ કોટિના અતિથિની ભક્તિનો લાભ મળવાથી શ્રી નયસાર પિતાને કૃતાર્થ માને છે. પ્રશસ્ત આનન્દસરમાં ઝીલતા શ્રી નયસાર ભજન કરીને તરત જ તે મુનિવરેની પાસે આવે છે. નમસ્કાર પૂર્વક વિનતિ કરે છે કે“ભગવન્! મારી સાથે પધારે. હું આપને નગરને માર્ગ બતાવું.”
મુનિવર શ્રી નયસારની સાથે ચાલ્યા. શ્રી નયસાર હજુ બેધિને પામ્યા નથી, છતાં કેટલી ઉત્તમતા ધરાવે છે ? પુરૂષોત્તમપણુના સૂચક પરાર્થવ્યસનિતા આદિ ગુણોને અહીં સાક્ષાત્કાર થઈ રહ્યો છે. પરેપકાર, ઉચિત ક્રિયા અને દેવ-ગુરૂનું બહુમાન અ દિ ગુણે સામગ્રીના પ્રમાણમાં કાર્યરૂપે પ્રગટયા વિના રહે જ નહિ, એવું આમાંથી પણ સૂચન મળે છે. શ્રી નયસારની કાર્યવાહી જેઈને તે મુનિવરે માં જે એક મુનિવર ધર્મકથા-લધિસંપન્ન હતા, તેમને લાગ્યું કે “આને ધમ પમાડવાનો આ સરસ યોગ છે. અવશ્ય આ સદ્દધર્મમાં જોવા લાયક છે.” આથી તેમણે શ્રી નિત્યસાર પાસે પોતાની ધર્મોપદેશ દેવાની ઈચ્છા વ્યક્ત કરી. શ્રી નવસારે કહ્યું
ભગવન! આપ આવી આશંકા કેમ લાવે છે? આપની આના શિર સાટે પણ સ્વીકારવાને હું તૈયાર છું.” | મુનિવરે શ્રી નયસારને મિથ્યાત્વની ભયંકરતા અને સમ્યકત્વની
સુન્દરતા સમજાવીને, સમ્યક્ત્વને આદરપૂર્વક સ્વીકાર કરવાનું કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com